પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 મે 2023ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં અગ્રણી ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિ ડૉ. એન્ડ્ર્યુ ફોરેસ્ટ, ફોર્ટેસ્ક્યુ મેટલ્સ ગ્રુપ અને ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સ્થાપકને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ સાથે કામ કરવાની ફોર્ટેસ્ક્યુ ગ્રુપની યોજનાને આવકારી હતી. ભારતની મહત્વાકાંક્ષી પુનઃપ્રાપ્ય ઊર્જા યોજનાઓ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ ગ્રીન હાઇડ્રોજન મિશન જેવા ભારત દ્વારા કરવામાં આવી રહેલા પરિવર્તનકારી સુધારાઓ અને પહેલો પર પ્રકાશ પાડ્યો હતો.
ડૉ. ફોરેસ્ટે ભારતમાં ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી.