Prime Minister Shri Narendra Modi interacted with doctors and officials of Varanasi today through video conference. During the interaction, the doctors and officials of Varanasi thanked the Prime Minister for his continuous and proactive leadership that helped in ramping up health infrastructure and ensured adequate supply of necessary medications and critical equipment like ventilators and oxygen concentrators. The Prime Minister was informed about the efforts undertaken in the last one month to contain the spread of Covid, vaccination status, and the ongoing steps and plans to prepare the district for future challenges. The doctors also informed the Prime Minister that they have been vigilant about the threat of Mucormycosis and have already taken steps and created facilities for the management of the disease.
પ્રધાનમંત્રીએ કોવિડ સામે લડતા માનવબળની સતત તાલીમની અગત્યતા પર ભાર મૂક્યો હતો અને અધિકારીઓ તેમજ તબીબોને તાલીમ સત્રો અને વૅબિનાર્સ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપતા પેરામેડિકલ સ્ટાફ અને તબીબો માટે યોજવા સલાહ આપી હતી. તેમણે અધિકારીઓને જિલ્લામાં રસીનો બગાડ ઘટાડવા તરફ કાર્ય કરવા માટે પણ જણાવ્યું હતું. તબીબો, નર્સીસ, ટેકનિશિયન્સ, વૉર્ડ બૉયઝ, એમ્બ્યુલન્સના ચાલકો અને કાશીના અન્ય અગ્રહરોળના આરોગ્ય કાર્યકરો દ્વારા કરાયેલી કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી. જેમણે પોતાનાં આપ્તજનો ગુમાવ્યાં છે એમને તેમણે શ્રદ્ધાંજલિ અર્પી હતી. બનારસમાં આટલા ટૂંકા સમયગાળામાં ઑક્સિજન અને આઇસીયુ બૅડ્સની સંખ્યા જે ઝડપે વધારવામાં આવી અને જે રીતે અત્યંત ટૂંકા ગાળામાં પંડિત રાજન મિશ્રા કોવિડ હૉસ્પિટલ કાર્યરત કરવામાં આવી એની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે વારાણસીમાં સંકલિત કોવિડ કમાન્ડ સિસ્ટમે સારું કામ કર્યું અને કહ્યું હતું કે વારાણસીનું ઉદાહરણ વિશ્વને પ્રેરિત કરે છે.
મહામારીને ઘણી હદ સુધી કાબૂમાં લેવામાં મેડિકલ ટીમના પ્રયાસોને પ્રધાનમંત્રીએ બિરદાવ્યા હતા. તેમણે આત્મસંતુષ્ટિ સામે ચેતવણી પણ આપી હતી અને એમને બનારસ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને અત્યારથી જ લાંબી લડાઇ લડવામાં રોકાઇ જવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણા દેશમાં જે યોજનાઓ બનાવાઇ હતી અને અભિયાનો ચલાવવામાં આવ્યા હતા એનાથી કોરોના સામે લડવામાં ઘણી મદદ મળી છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બનાવાયેલા શૌચાલયો, આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર સુવિધા, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર્સ, જન ધન બૅન્ક ખાતાઓ કે ફિટ ઇન્ડિયા અભિયાન, યોગ અને આયુષ અંગેની જાગૃતિ જેવી પહેલથી કોરોના સામેની લડાઇમાં લોકોની તાકાત વધી છે.
પ્રધાનમંત્રીએ કોવિડ વ્યવસ્થાપનમાં નવો મંત્ર પૂરો પાડ્યો હતો: ‘ જ્યાં બીમાર, ત્યાં જ ઉપચાર’. તેમણે અવલોકન કર્યું કે દર્દીના દરવાજે સારવારને લાવવાથી આરોગ્ય પ્રણાલિ પરનો બોજ ઘટશે. પ્રધાનમંત્રીએ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન્સની પહેલની પણ પ્રશંસા કરી હતી અને દવાઓ ઘર બેઠાં પહોંચાડવાની પ્રણાલિને બિરદાવી હતી. તેમણે આરોગ્ય કામદારોને ગ્રામીણ વિસ્તારોમાં એમનું અભિયાન શક્ય એટલું વધારે સર્વગ્રાહી બનાવવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તબીબો, લેબ્સ અને ઇ-માર્કેટિંગ કંપનીઓને ભેગા લાવીને ‘કાશી કવચ’ નામે ટેલિ-મેડિસીન સુવિધા પૂરી પાડવી એ પણ બહુ નવીન પહેલ છે.
ગામોમાં કોવિડ-19 સામેની ચાલી રહેલી લડાઇમાં આશા અને એએનએમ બહેનો દ્વારા ભજવાયેલી અગત્યની ભૂમિકા પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો અને આરોગ્ય અધિકારીઓને એમની સંભાવનાઓ અને અનુભવનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ બીજી લહેર દરમ્યાન, અગ્ર હરોળના કર્મચારીઓ સલામત રીતે લોકોની સેવા કરવા સક્ષમ બન્યા હતા કારણ કે તેમનું પહેલેથી રસીકરણ થઈ ચૂક્યું હતું. તેમણે દરેકને એમનો વારો આવે ત્યારે રસી મૂકાવી દેવાનો અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ યુપી સરકારના સક્રિય પ્રયાસોને કારણે પૂર્વાંચલમાં બાળકોમાં ‘એન્સેફેલાઇટિસ’ના કેસોના ધરખમ અંકુશનો દાખલો આપ્યો હતો અને અધિકારીઓ તેમજ તબીબોને અનુરોધ કર્યો હતો કે તેઓ એ જ સંવેદનશીલતા અને સતર્કતા સાથે કામ કરે. મહામારી સામેની લડાઇમાં કાળી ફૂગ દ્વારા ઉદભવેલા નવા પડકાર સામે તેમણે સાવધાન કર્યા હતા. તેમણે ઉમેર્યું કે એની સામે પનારો પાડવા આવશ્યક તકેદારીઓ અને વ્યવસ્થાઓ તરફ ધ્યાન આપવાનું અગત્યનું છે.
કોવિડ સામેની લડાઇમાં વારાણસીના જન પ્રતિનિધિઓએ પૂરું પાડેલ નેતૃત્વને પ્રધાનમંત્રીએ બિરદાવ્યું હતું. તેમણે જન પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો કે તેઓ લોકો સાથે સતત જોડાયેલા રહે અને ટીકાઓ છતાં એમની ચિંતાઓ તરફ સંપૂર્ણ સંવેદનશીલતા દર્શાવવાની સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે જો કોઇ પણ નાગરિકને કોઇ પણ ફરિયાદ હોય તો એના વિશે ચિંતિત થવાની જન પ્રતિનિધિઓની જવાબદારી છે. શહેરને સ્વચ્છ રાખવાનું વચન નિભાવવા બદલ તેમણે વારાણસીના લોકોના પણ વખાણ કર્યા હતા.
मैं काशी का एक सेवक होने के नाते हर एक काशीवासी का धन्यवाद देता हूँ।
— PMO India (@PMOIndia) May 21, 2021
विशेष रूप से हमारे डॉक्टर्स ने, नर्सेस ने, technicians, वॉर्ड बॉयज़, एम्ब्युलेन्स ड्राईवर्स, आप सभी ने जो काम किया है, वो वाकई सरहनीय है: PM @narendramodi
इस वायरस ने हमारे कई अपनों को हमसे छीना है।
— PMO India (@PMOIndia) May 21, 2021
मैं उन सभी लोगों को अपनी श्रद्धांजलि देता हूँ, उनके परिजनों के प्रति सांत्वना व्यक्त करता हूँ: PM @narendramodi
बनारस ने जिस स्पीड से इतने कम समय में ऑक्सीज़न और आईसीयू बेड्स की संख्या कई गुना बढ़ाई है, जिस तरह से इतनी जल्दी पंडित राजन मिश्र कोविड अस्पताल को सक्रिय किया है, ये भी अपने आपमें एक उदाहरण है: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 21, 2021
आपके तप से, और हम सबके साझा प्रयासों से महामारी के इस हमले को आपने काफी हद तक संभाला है।
— PMO India (@PMOIndia) May 21, 2021
लेकिन अभी संतोष का समय नहीं है।
हमें अभी एक लंबी लड़ाई लड़नी है।
अभी हमें बनारस और पूर्वांचल के ग्रामीण इलाकों पर भी बहुत ध्यान देना है: PM @narendramodi
‘जहां बीमार वहीं उपचार’, इस सिद्धांत पर माइक्रो-कंटेनमेंट ज़ोन बनाकर जिस तरह आप शहर एवं गावों में घर घर दवाएँ बाँट रहे हैं, ये बहुत अच्छी पहल है।
— PMO India (@PMOIndia) May 21, 2021
इस अभियान को ग्रामीण इलाकों में जितना हो सके, उतना व्यापक करना है: PM @narendramodi
कोविड के खिलाफ गांवों में चल रही लड़ाई में आशा और ANM बहनों की भी भूमिका बहुत अहम है।
— PMO India (@PMOIndia) May 21, 2021
मैं चाहूँगा कि इनकी क्षमता और अनुभव का भी ज्यादा से ज्यादा लाभ लिया जाए: PM @narendramodi
सेकंड वेव में हमने वैक्सीन की सुरक्षा को भी देखा है।
— PMO India (@PMOIndia) May 21, 2021
वैक्सीन की सुरक्षा के चलते काफी हद तक हमारे फ्रंट लाइन वर्कर्स सुरक्षित रहकर लोगों की सेवा कर पाए हैं।
यही सुरक्षाकवच आने वाले समय में हर व्यक्ति तक पहुंचेगा।
हमें अपनी बारी आने पर वैक्सीन जरूर लगवानी है: PM @narendramodi
हमारी इस लड़ाई में अभी इन दिनों ब्लैक फंगस की एक और नई चुनौती भी सामने आई है।
— PMO India (@PMOIndia) May 21, 2021
इससे निपटने के लिए जरूरी सावधानी और व्यवस्था पर ध्यान देना जरूरी है: PM @narendramodi