કોવિડ સંબંધી સ્થિતિની ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળના મુખ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી, આરોગ્ય મંત્રી પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. મુખ્ય મંત્રીઓએ કોવિડને હાથ ધરવામાં શક્ય તમામ મદદ અને સમર્થન આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રીને એમનાં રાજ્યોમાં રસીકરણની પ્રગતિ વિશે અને વાયરસના પ્રસારને કાબૂમાં લેવા માટે લેવાઈ રહેલાં પગલાં વિશે માહિતી આપી હતી. તેમણે રસીકરણની વ્યૂહરચના વિશે પણ પ્રતિભાવો આપ્યા હતા.
તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા લેવાયેલાં પગલાં વિશે મુખ્ય મંત્રીઓએ વાત કરી હતી અને ભવિષ્યમાં સંભવિત વધારાને પહોંચી વળવા અંગે સૂચનો પણ આપ્યાં હતાં. દર્દીઓ દ્વારા સામનો કરાઇ રહેલા કોવિડ પછીના પ્રશ્નો અને આવા કેસમાં સહાય પૂરી પાડવા લેવાઈ રહેલાં પગલાં વિશે પણ તેમણે ચર્ચા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે ચેપનો ઉછાળો કાબૂમાં લેવા માટે તેઓ એમનાં શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે જુલાઇના મહિના દરમિયાન કુલ કેસના 80 ટકાથી વધારે કેસ આ છ રાજ્યોના છે, જ્યારે આમાંના કેટલાંક રાજ્યોમાં બહુ ઊંચો ટેસ્ટ પૉઝિટિવિટી રેટ પણ છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે દેશમાં કોવિડના કેસની ચર્ચા કરી હતી અને કોવિડ અનુરૂપ આચરણ વધારે મજબૂત કરવાની જરૂર અને વધારે કેસ ભાર ધરાવતા જિલ્લાઓમાં કન્ટેનમેન્ટનાં પગલાંની જરૂર વિશે વાત કરી હતી. તેમણે એમ પણ સૂચવ્યું હતું કે આવા જિલ્લાઓને ધીમે ધીમે અને પ્રમાણબદ્ધ રીતે સાવચેતીથી ખોલવા જોઇએ.
પોતાની સમાપન ટિપ્પણીઓમાં પ્રધાનમંત્રીએ મહામારી સામેની એમની લડાઈમાં પરસ્પર સહકાર અને વિદ્વતા માટે રાજ્ય સરકારોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણે બધા એવા મુકામે છીએ જ્યાં ત્રીજી લહેરની દહેશતો સતત વ્યક્ત થઈ રહી છે. કેસમાં ઘટાડાના વલણને કારણે નિષ્ણાતો સકારાત્મક સંકેતો આપી રહ્યા છે એમ છતાં જૂજ રાજ્યોમાં કેસની સંખ્યામાં વધારો હજી ચિંતાજનક છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે છેલ્લા સપ્તાહ દરમિયાન 80 ટકા કેસ અને 84 ટકા કમનસીબ મૃત્યુ અત્યારે મીટિંગમાં હાજર રાજ્યોમાંથી થયા હતા. શરૂઆતમાં નિષ્ણાતો માનતા હતા કે જ્યાંથી બીજી લહેર ઉદભવી છે એ રાજ્યો પહેલા સામાન્ય થશે. તેમ છતાં કેરળ અને મહારાષ્ટ્રમાં વધતી સંખ્યા ગંભીર ચિંતાનું કારણ છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
शुरुआत में विशेषज्ञ ये मान रहे थे कि जहां से सेकंड वेव की शुरुआत हुई थी, वहाँ स्थिति पहले नियंत्रण में होगी।
— PMO India (@PMOIndia) July 16, 2021
लेकिन महाराष्ट्र और केरल में केसेस में इजाफा देखने को मिल रहा है।
ये वाकई हम सबके लिए, देश के लिए एक गंभीर चिंता का विषय है: PM
પ્રધાનમંત્રીએ ચેતવણી આપી હતી કે બીજી લહેર પહેલાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સમાન વલણો જોવા મળ્યા હતા. તેથી જ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, જે રાજ્યોમાં કેસ વધી રહ્યા છે, ત્યાં ત્રીજી લહેરની સંભાવનાને રોકવા માટે આપણે સક્રિય પગલાં ભરવા પડશે.
बहुत जरूरी है कि जिन राज्यों में केसेस बढ़ रहे हैं, उन्हें proactive measures लेते हुए तीसरी लहर की किसी भी आशंका को रोकना होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 16, 2021
પ્રધાનમંત્રીએ નિષ્ણાતના એ વિચાર પર ભાર મૂક્યો હતો કે લાંબા સમય સુધી જો કેસ વધતા રહે તો કોરોના વાયરસના મ્યુટેશનની તકો પણ વધે છે અને નવા વૅરિયન્ટ્સનો ખતરો પણ વધે છે. આથી, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન્સ પર ધ્યાન કેન્દ્રીત રાખીને ટેસ્ટ, ટ્રેક, ટ્રિટ અને ટિકા (રસીકરણ)ની વ્યૂહરચના ચાલુ રાખવાની જરૂર છે. મોટી સંખ્યામાં કેસ છે એવા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. શ્રી મોદીએ સમગ્ર રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો હતો. વધારે ચેપગ્રસ્ત વિસ્તારોમાં રસીને વ્યૂહાત્મક સાધન ગણાવતા પ્રધાનમંત્રીએ રસીકરણના અસરકારક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. પોતાની આરટી-પીસીઆર ટેસ્ટની ક્ષમતા સુધારવા માટે આ સમયનો ઉપયોગ કરી રહેલા રાજ્યોની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી.
આઇસીયુ બૅડ્સ અને ટેસ્ટિંગ ક્ષમતા જેવા તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે પૂરી પડાઇ રહેલી નાણાકીય મદદ વિશે પ્રધાનમંત્રીએ વાત કરી હતી. તાજેતરમાં મંજૂર કરવામાં આવેલા રૂ. 23000 કરોડના ઇમરજન્સી કોવિડ વળતાં પગલાં પૅકેજનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ રાજ્યોને આ ફંડનો ઉપયોગ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવા જણાવ્યું હતું.
देश के सभी राज्यों को नए आईसीयू बेड्स बनाने, टेस्टिंग क्षमता बढ़ाने और दूसरी सभी जरूरतों के लिए फंड उपलब्ध करवाया जा रहा है।
— PMO India (@PMOIndia) July 16, 2021
केंद्र सरकार ने हाल ही में, 23 हजार करोड़ रुपए से ज्यादा का एमर्जन्सी कोविड रेस्पोंस पैकेज भी जारी किया है: PM @narendramodi
પ્રધાનમંત્રીએ રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊણપ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભરવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આઇટી સિસ્ટમ્સ, કન્ટ્રોલ રૂમ્સ અને કૉલ સેન્ટર્સને મજબૂત કરવા પણ કહ્યું હતું જેથી નાગરિકોને પારદર્શી રીતે સંસાધનો અને માહિતી મળી રહે અને દર્દીઓને હાલાકી ન પડે. શ્રી મોદીએ કહ્યું કે મીટિંગમાં હાજર રાજ્યોને ફાળવવામાં આવેલા 332 પીએસએ પ્લાન્ટ્સમાંથી 53 પ્લાન્ટ્સ શરૂ થઈ ગયા છે. તેમણે મુખ્ય મંત્રીઓને આ પ્લાન્ટ્સ વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ બાળકોને ચેપગ્રસ્ત થતા રોકવાની જરૂરનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને આ બાબતે શક્ય તમામ વ્યવસ્થાઓ કરવા કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ ચિંતા સાથે નોંધ લીધી હતી કે યુરોપ, અમેરિકા અને બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને બીજા ઘણા દેશોમાં કેસની સંખ્યા વધી રહી છે. આનાથી આપણે અને વિશ્વએ સચેત થઈ જવું જોઇએ, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે કોરોના પૂરો થયો નથી અને લૉકડાઉન પછી જે તસવીરો આવી રહી છે એના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પ્રોટોકોલના અનુસરણની જરૂરિયાત અને ટોળા એકત્ર થવાનું ટાળવા પર ભાર મૂક્યો હતો કેમ કે આ મીટિંગમાં હાજર ઘણાં રાજ્યોમાં ગીચ વસ્તી સાથેના મેટ્રોપોલિટન શહેરો આવેલા છે. તેમણે રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ અને એનજીઓને લોકોમાં જાગૃતિ પ્રસારવાનો અનુરોધ પણ કર્યો હતો.