પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ઇશાનના (ઉત્તર–પૂર્વ) રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા હાથ ધરી હતી. આ મંત્રણામાં નાગાલેન્ડ, ત્રિપૂરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મણીપુર અને આસામના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીઓએ કોવિડની મહામારી સામે સમયસર પગલાં ભરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ઇશાનના રાજ્યો પ્રત્યે ખાસ દરકાર લેવા તથા ચિંતા દાખવવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીઓ ઉપરાંત ગૃહ, સંરક્ષણ, આરોગ્ય મંત્રાલયના કેન્દ્રીય મંત્રીઓ, દાતાઓ અને અન્ય મંત્રી પણ આ મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોમાં વેક્સિનેશનની પ્રગતિ અને અંતરિયાળ વિસ્તારમાં વેક્સિન માટે કેવા પ્રયાસો હાથ ધરાયા છે તે અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. તેમણે વેક્સિન લેવામાં નાગરિકોના ખચકાટ અને તેમાંથી પાર પાડવામાં કેવા પગલા લેવાયા છે તે અંગે પણ ચર્ચા કરી હતી. કોરોનાનો સામનો કરવા માટે બહેતર આરોગ્ય માળખાને સુધારવા અંગેની માહિતી આપી હતી અન પીએમ કેર્સ ફંડમાંથી મળેલા સહકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીઓએ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ઘટાડવા અને સાથે સાથે તેમના રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા અંગે લેવાયેલા સમયસરના પગલા અંગે પણ ખાતરી આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કોરોનાના દૈનિક કેસોમાં એકંદરે ઘટાડા અંગે ચર્ચા કરી હતી અને સાથે સાથે એવી પણ ટકોર કરી હતી કે આમ થવા બદલ આપણે હળવાશ અનુભવવી જોઇએ નહીં કે કોરાના સામેની લડતમાં હથિયાર હેઠાં મૂકી દેવા જોઇએ નહીં. તેમણે જણાવ્યું હતું કે દેશના કેટલાક પ્રાંતોમાં પોઝિટિવ કેસોની સંખ્યાનો દર ઘણો ઉંચો છે. તેમણે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય આરોગ્ય સચિવે દેશમાં કોરોનાના કેસો અંગે ચિતાર આપ્યો હતો અને ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોમાં પોઝિટિવ કેસોની ઉંચી સંખ્યા અંગે ચર્ચા કરી હતી. તેમણે મેડિકલ ઓક્સિજનના પુરવઠામાં વેગ લાવવા માટે હાથ ધરાયેલા પગલાં અંગે માહિતી આપી હતી અન વેક્સિનેશનની પ્રગતિ અંગે પણ માહિતી આપી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઉત્તર-પૂર્વના રાજ્યોના નાગરિકો, આરોગ્ય કર્મચારીઓ અને સરકારોએ મહામારી સામે કરેલા આકરા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને રાજ્યોના કપરા પ્રાંતો હોવા છતાં ટેસ્ટિંગ, સારવાર અને વેક્સિનેશનનું એક માળખું રચવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ કેટલાક જિલ્લાઓમાં કોરોનાના કેસની વધતી જતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ સંકેતોને પારખીને સુક્ષ્મ સ્તર પર તેની સામે કડક પગલા ભરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ પરિસ્થિતિનો સામનો કરતી વખતે માઇક્રો કન્ટેન્ટમેન્ટનો પ્રોટોકોલનો ઉપયોગ કરવા પર ફરી ફરીને ભાર મૂક્યો હતો. તેમણે આ મહામારીનો સામનો કરવામાં છેલ્લા દોઢ વર્ષમાં હાથ ધરાયેલા પ્રયાસોના અનુભવને કામે લગાડવા સૂચન કર્યું હતું.
કોરાનાના વાયરસની ઝડપી પરિવર્તનશીલ પ્રકૃત્તિને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રીએ તમામ પ્રકારના પરિવર્તન પર દેખરેખ રાખવા તથા તેનો ટ્રેક રાખવાની સલાહ આપી હતી. તેમણે માહિતી આપી હતી કે નિષ્ણાતો આ પરિવર્તન અને તેની અસરોનો અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં નિવારણ અને સારવાર મહત્વના છે. તેમણે જણાવ્યું હતું કે કોવિડના યોગ્ય વર્તન પર ભાર મૂકવો જોઇએ. શ્રી મોદીએ શારિરીક અંતર, માસ્ક અને વેક્સિનના સ્પષ્ટ ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આ જ રીતે ટેસ્ટિંગ અને સારવારની નીતિ એ પુરવાર થયેલી રણનીતિ છે.
મહામારીને પ્રવાસન અને વેપાર પર અસર પડી છે તેની નોંધ લેતાં પ્રધાનમંત્રીએ કોઈ પણ સાવચેતી વિના હિલ સ્ટેશન પર ભીડ એકત્રિત થવા સામે ચેતવણી ઉચ્ચારી હતી. ત્રીજી લહેર અગાઉ પ્રજા મનોરંજન માણવા માગે છે તેવી દલીલને ફગાવી દેતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એ સમજવું જરૂરી છે તે ત્રીજી લહેર તેની જાતે આપમેળે જ આવી જવાની નથી. તેમણે જણાવ્યું હતું કે આપણા માનસમાં મુખ્ય પ્રશ્ન એ હોવો જોઇએ કે ત્રીજી લહેરને કેવી રીતે રોકવી. નિષ્ણાતો વારંવાર બેદરકારી અને ભીડ એકત્રિત થવા સામે ચેતવી રહ્યા છે કેમ કે તેનાથી કેસોની સંખ્યામાં જંગી વધારો થવાનો છે. તેમણે ભીડ એકત્રિત થતી અટકાવવાની સલાહને મજબૂતીથી ટેકો આપ્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ‘તમામને વિનામૂલ્યે વેક્સિન’ની ઝુંબેશમાં ઉત્તર-પૂર્વના રાજ્યોને પણ એટલું જ મહત્વ અપાયું છે અને આપણે આ વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવાની જરૂર છે. વેક્સિનેશન સામેની પ્રજાની ભ્રમણા અને ભીડ એકત્રિત થવાના કિસ્સાનો સામનો કરવા માટે પ્રધાનમંત્રીએ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાનો, જાણીતી હસ્તીઓ અને ધાર્મિક સંગઠનોની મદદ માટેની યાદી તૈયાર રહેવા જણાવ્યું હતું. તેમણે જે પ્રાંતોમાં વારયસના ફેલાવાની અપેક્ષા રખાય છે ત્યાં વેક્સિનેશન ઝુંબેશ ઝડપી બનાવવાની સલાહ આપી હતી.
તાજેતરમાં જ ટેસ્ટિંગ અને સારવાર માટેના તબીબી માળખામાં સુધાર માટે કેન્દ્રીય કેબિનેટે મુંજૂર કરેલી 23000 કરોડ રૂપિયાની સહાયનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પેકેજ ઇત્તર પૂર્વમાં આરોગ્ય માળખાને મજબૂત કરવામાં મદદરૂપ બનશે. આ પેકેજથી ઉત્તર પૂર્વમાં પરિક્ષણ, ઇલાજની પ્રક્રિયામાં વેગ આવશે. પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન સવલતો તથા બાળકોની સભાળ માટેના માળખાની સંખ્યામાં ઝડપથી વધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે પીએમ કેર્સ ફંડ મારફતે દેશમાં હજારોની સંખ્યામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે અને ઉત્તર પૂર્વના રાજ્યો પણ અંદાજે 150 પ્લાન્ટ મેળવશે. પ્રધાનમંત્રીએ આ ઓક્સિજન પ્લાન્ટની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીઓને અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ઇશાનના રાજ્યોની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ત્યાં કામચલાઉ હોસ્પિટલની રચના કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. તેમણે સક્ષમ માનવશક્તિને સજ્જ કરવાનું પણ કહ્યું હતું કેમ કે ઓક્સિજન પ્લાન્ટ, આઇસીયુ વોર્ડ, બે બ્લોક લેવલની હોસ્પિટલમાં પહોંચી રહેલા નવા મશીનોના ઉપયોગ માટે નિષ્ણાત કર્મચારીઓની જરૂર પડશે. તેમણે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની સહાયની ખાતરી આપી હતી.
દેશમાં પ્રતિદિન 20 લાખ પરિક્ષણની ક્ષમતાની નોંધ લેતા પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિક્ષણના માળખાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે રેન્ડમ પરિક્ષણની સાથે સાથે આક્રમક ટેસ્ટિંગ પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે આપણા તમામના સહિયારા પ્રયાસોથી આપણે ચોક્કસપણે વારયસને ફેલાતો અટકાવી શકીશું.
हमें कोरोना वायरस के हर वेरिएंट पर भी नज़र रखनी होगी।
— PMO India (@PMOIndia) July 13, 2021
म्यूटेशन के बाद ये कितना परेशान करने वाला होगा, इस बारे में एक्सपर्ट्स लगातार स्टडी कर रहे हैं।
ऐसे में Prevention और Treatment बहुत जरूरी है: PM @narendramodi
ये सही है कि कोरोना की वजह से टूरिज्म, व्यापार-कारोबार बहुत प्रभावित हुआ है।
— PMO India (@PMOIndia) July 13, 2021
लेकिन आज मैं बहुत जोर देकर कहूंगा कि हिल स्टेशंस में, मार्केट्स में बिना मास्क पहने, भारी भीड़ उमड़ना ठीक नहीं है: PM @narendramodi
केंद्र सरकार द्वारा चलाए जा रहे ‘सबको वैक्सीन-मुफ्त वैक्सीन’ अभियान की नॉर्थ ईस्ट में भी उतनी ही अहमियत है।
— PMO India (@PMOIndia) July 13, 2021
तीसरी लहर से मुकाबले के लिए हमें वैक्सीनेशन की प्रक्रिया तेज़ करते रहना है: PM @narendramodi
हमें टेस्टिंग और ट्रीटमेंट से जुड़े इंफ्रास्ट्रक्चर में सुधार करते हुए आगे चलना है।
— PMO India (@PMOIndia) July 13, 2021
इसके लिए हाल ही में कैबिनेट ने 23 हज़ार करोड़ रुपए का एक नया पैकेज भी स्वीकृत किया है।
नॉर्थ ईस्ट के हर राज्य को इस पैकेज से अपने हेल्थ इंफ्रास्ट्रक्चर को मज़बूत करने में मदद मिलेगी: PM
While reviewing the COVID-19 situation in the Northeast, emphasised on high vaccination, minimal vaccine wastage, adopting micro-containment zones to combat COVID and the need to adhere to all COVID related protocols. https://t.co/6ZmMr7xoem
— Narendra Modi (@narendramodi) July 13, 2021