‘ડિજિટલ ઇન્ડિયા’ લોંચ થયું તેના છ વર્ષ પૂરા થયા તે પ્રસંગે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના કેન્દ્રીય મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદ તથા શિક્ષણ વિભાગના એમઓએસ શ્રી સંજય શામરાવ ધોત્રે પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતે નવીનીકરણ પ્રત્યે ઘગશ દાખવી છે અને એ નવીનીકરણને ઝડપથી અમલી બનાવવાની ક્ષમતા પણ દાખવી છે. ડિજિટલ ઇન્ડિયા એ ભારતની પ્રતિબદ્ધતા છે, સંકલ્પ છે. ડિજિટલ ઇન્ડિયા એ આત્મનિર્ભર ભારતનું મહત્વનું અંગ છે. ડિજિટલ ઇન્ડિયા એ એવા મજબૂત ભારતની સંકલ્પના છે જે 21મી સદીમાં ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રીએ ન્યૂનતમ સરકાર અને મહત્તમ શાસનનો મંત્ર ઉચ્ચાર્યો હતો અને ડિજિટલ ઇન્ડિયા સરકાર અને પ્રજા, સિસ્ટમ અને સવલત, સમસ્યા અને ઉકેલ વચ્ચેના અંતરને ઘટાડીને કેવી રીતે એક સામાન્ય નાગરિકને શક્તિશાળી બનાવે છે તેનું વર્ણન કર્યું હતું. તેમણે ડિજિલોકરનું ઉદાહરણ આપ્યું હતું જેણે કેવી રીતે મહામારીના સમયમાં લોકોની મદદ કરી હતી. સ્કૂલના પ્રમાણપત્રો, મેડિકલના દસ્તાવેજો તથા અન્ય મહત્વપૂર્ણ પ્રમાણપત્રો સમગ્ર દેશમાં ડિજિટલી સુરક્ષિત કરાયા હતા. તેમણે જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ લાઇસન્સ, જન્મનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રીસિટી બિલની ચૂકવણી, પાણીના બિલની ચૂકવણી, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું વગેરે બાબતો હવે ઝડપી અને સરળ બની ગઈ છે અને ગામડાઓમાં કોમન સર્વિસ પિપલ (સીએસસી) પ્રજાને મદદરૂપ બની ગઈ છે. ડિજિટલ ઇન્ડિયાને મારફતે જ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ જેવી પહેલ શક્ય બની છે. દરેક રાજ્યમાં આ પહેલનો અમલ કરવાનો આદેશ આપવા બદલ તેમણે સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરી હતી.
ડિજિટલ ઇન્ડિયાએ જે રીતે લાભાર્થીઓનું જીવન બદલી નાખ્યું છે તેનાથી પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે સ્વનિધી યોજનાના લાભો અને સ્વામિત્વ યોજના દ્વારા માલિકીની સુરક્ષાના અભાવની સમસ્યાનો પણ ઉકેલ આવી ગયો છે. તેમણે દૂરસ્થ ઔષધીઓના સંદર્ભે ઇ-સંજીવની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને માહિતી આપી હતી કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ એક અસરકારક પ્લેટફોર્મ માટે કામગીરી જારી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના સમયગાળામાં ભારતે જે ડિજિટલ ઉકેલ અપનાવ્યો હતો તેની આજે સમગ્ર વિશ્વમાં ચર્ચા થાય છે અને આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. વિશ્વની સૌથી વિશાળ ડિજિટલ સંપર્ક શોધી કાઢતી એપ આરોગ્ય સેતુએ સંખ્યાબંધ લોકોને કોરોનાથી ચેપગ્રસ્ત થતા બચાવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ઘણા દેશોએ ભારતની વેક્સિનેશન માટેની કોવિન એપ અંગે પૃચ્છા કરીને રસ લીધો છે. વેક્સિનેશનની પ્રક્રિયા માટે આ પ્રકારનું ટુલ્સ હોવું તે આપણી ટેકનિકલ ક્ષમતા પુરવાર કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાનો અર્થ તમામ માટે તક છે, તમામ માટે સવલત છે અને તમામની ભાગીદારી છે. ડિજિટલ ઇન્ડિયાનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ સરકાર સુધી પહોંચી શકે છે. ડિજિટલ ઇન્ડિયાનો અર્થ છે પારદર્શકતા, બિનભેદભાવપૂર્ણ સિસ્ટમ અને ભ્રષ્ટાચાર સામે આક્રમણ. ડિજિટલ ઇન્ડિયા એટલે સમય, મજૂરી અને નાણાનો બચાવ. ડિજિટલ ઇન્ડિયા એટલે ઝડપી નફો, સંપૂર્ણ નફો. ડિજિટલ ઇન્ડિયા એટલે ન્યૂમતન સરકાર, મહત્તમ શાસન.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના સમયગાળામાં ડિજિટલ ઇન્ડિયાએ દેશને મદદ કરી હતી. લોકડાઉનને કારણે વિકસીત દેશો પણ તેમના નાગરિકોને સહાય માટે નાણાં પહોંચાડી શકતા ન હતા ત્યારે ભારતે કરોડો રૂપિયા સીધા જ તેના નાગરિકોના ખાતામાં જમા કરાવી દીધા હતા. ડિજિટલ ટ્રાન્ઝેક્શને ખેડૂતોના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવી દીધું છે. પીએમ કિસાન સમ્માન નિધી હેઠળ દસ કરોડથી વધુ ખેડૂતોના પરિવારમાં 1.35 લાખ કરોડ રૂપિયા સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરાવાયા હતા. ડિજિટલ ઇન્ડિયાએ એક રાષ્ટ્ર એક એમએસપીની ભાવનાને જાગૃત કરી દીધી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા માટે જે માળખું રચાયું છે તેની ઝડપ અને વ્યાપ વધે તે માટે ઘણા પ્રયાસો હાથ ધરાયા છે અને તેની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે 2.5 લાખ કોમન સર્વિસ સેન્ટર મારફતે દૂરસ્થ વિસ્તારો સુધી ઇન્ટરનેટ પહોંચ્યું છે. ગામડાઓમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવા માટે અંડર ભારત નેટ સ્કીમ હાલમાં પ્રાથમિકતાના ધોરણે કામ કરી રહી છે. પીએમ વાણી યોજના દ્વારા સંપર્ક પોઇન્ટ બનાવવામાં આવી રહ્યા છે જેથી ગામડાના યુવાનો બહેતર સેવા તથા શિક્ષણ માટે હાઇ સ્પિડ સાથે ઇન્ટરનેટની સેવા પ્રાપ્ત કરી શકે. સમગ્ર રાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને વાજબી દામે ટેબલેટ તથા ડિજિટલ સાધનો ઓફર કરાઈ રહ્યા છે. કરાિટલ સામે ર્ કરી ર સેવા તરફતે દૂરસ્ મહામારીના સમયગાઆ લક્ષ્યાંક હાંસલ કરી શકાય તે માટે ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને પ્રોડક્શન લિંક સબસિડી પ્રદાન કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાને કારણે છેલ્લા છથી સાત વર્ષમાં વિવિધ યોજના હેઠળ અંદાજે 17 લાખ કરોડ રૂપિયા લાભાર્થીઓને બેંક ખાતામાં જમા કરાવી શકાયા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ દાયકો ભારતની ડિજિટલ ટેકનોલોજીની ક્ષમતાને ઝડપી વેગથી વધારી રહ્યો છે. વૈશ્વિક ડિજિટલ ઇકોનોમીમાં ભારતનો ફાળો છે. 5G ટેકનોલોજીએ સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર પરિવર્તન આણ્યું છે અને ભારત તે માટે સજ્જ છે. તેમને વિશ્વાસ છે કે ડિજિટલ સશક્તિકરણને કારણે દેશનું યુવાધન તમને નવી ઉંચાઈએ પહોંચાડશે. આ બાબત આ દાયકાને ‘ભારતના ટેકેડ ‘નો દાયકો બનાવવામાં આપણને મદદરૂપ થશે.
પ્રધાનમંત્રી સાથેની ચર્ચા દરમિયાન બલરામપુર, ઉત્તરપ્રદેશની વિદ્યાર્થીની કુ. સુહાની સાહુએ દિક્ષા એપ અંગેના પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને લોકડાઉનમાં આ એપ તેને કેવી રીતે અભ્યાસમાં મદદરૂપ બની હતી તેની માહિતી આપી હતી. હિંગોલી, મહારાષ્ટ્રના શ્રી પ્રહલાદ બોરઘાડે તેને ઇ-નામ એપ દ્વારા પરિવહન ખર્ચ બચાવવામાં તથા કેવી રીતે વાજબી કિંમત મળી હતી તેની ચર્ચા કરી હતી. પૂર્વ ચંપારણ, બિહારમાં નેપાળ સરહદ નજીકના શ્રી શુભમ કુમારે લખનઉ ગયા વિના જ ઇ-સંજીવની એપની મદદથી કેવી રીતે પોતાના દાદીમાને ડૉક્ટરની સારવાર અપાવી હતી તેનો અનુભવ જણાવ્યો હતો. લખનઉના ડૉ. ભૂપેન્દ્ર સિંઘે ઇ-સંજીવની એપ મારફતે એક પરિવારને કન્સલ્ટેશન પૂરું પાડ્યું હતું તેનો અનુભવ વર્ણવ્યો હતો. પ્રધાનમંત્રીએ ડૉક્ટર દિવસ નિમિત્તે તેમને શુભેચ્છા પાઠવી હતી અને તેમને એવી ખાતરી આપી હતી કે ઇ-સંજીવની એપ વધુ બહેતર સવલતો સાથે આગામી દિવસોમાં વધારે સુધારાઓ કરશે.
વારણસી, ઉત્તરપ્રદેશની કુ. અનુપમા દૂબેએ મહિલા ઇ-હાટ દ્વારા પરંપરાગત સિલ્કની સાડીનું કેવી રીતે વેચાણ કર્યું તેની રજૂઆત કરવાની સાથે સાથે પોતે કેવી રીતે ડિજિટલ પેડ અને સ્ટાલુસ મારફતે નવી સિલ્ક સાડીની ડિઝાઇન કરે છે તેના અનુભવોનું પણ વર્ણન કર્યું હતું. હાલ ઉત્તરાખંડના દહેરાદૂનમાં વસતા વસાહતી શ્રી હરિ રામ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડને કારણે સરળતાથી અનાજ પ્રાપ્ત કરવાના પોતાના અનુભવો વર્ણવતા રોમાંચિત થઈ ગયા હતા. હિમાચલ પ્રદેશના ધરમપુરના શ્રી મેહર દત્તા શર્માએ નજીકના શહેરમાં પ્રવાસ કર્યા વિના જ કોમન સર્વિસ સેન્ટરના ઇ-સ્ટોરમાંથી દૂરસ્થ ગામડામાં પોતે ખરીદેલી જીવન જરૂરિયાતની ચીજો વિશેનો પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શેરીઓમાં ચીજો વેચતા શ્રીમતી નાજમીન શાહે મહામારીમાંથી આર્થિક રીતે સધ્ધર થવામાં પીએમ સ્વનિધી યોજનામાંથી મળેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો. મેઘાલયના કેપીઓના કર્મચારી શ્રીમતી વાનદામાપાહી સિમેલિયેહે જણાવ્યું હતું કે તે ભારતની બીપીઓ યોજનાની આભારી છે કેમ કે કોવીડ-19 મહામારી દરમિયાન આ યોજનાને કારણે તે સલામત વાતાવરણમાં કાર્ય કરી શકી હતી.
देश में आज एक तरफ इनोवेशन का जूनून है तो दूसरी तरफ उन Innovations को तेजी से adopt करने का जज़्बा भी है।
— PMO India (@PMOIndia) July 1, 2021
इसलिए,
डिजिटल इंडिया, भारत का संकल्प है।
डिजिटल इंडिया, आत्मनिर्भर भारत की साधना है,
डिजिटल इंडिया, 21वीं सदी में सशक्त होते भारत का जयघोष है: PM @narendramodi
ड्राइविंग लाइसेंस हो, बर्थ सर्टिफिकेट हो, बिजली का बिल भरना हो, पानी का बिल भरना हो, इनकम टैक्स रिटर्न भरना हो, इस तरह के अनेक कामों के लिए अब प्रक्रियाएं डिजिटल इंडिया की मदद से बहुत आसान, बहुत तेज हुई है।
— PMO India (@PMOIndia) July 1, 2021
और गांवों में तो ये सब, अब अपने घर के पास CSC सेंटर में भी हो रहा है: PM
टीकाकरण के लिए भारत के COWIN app में भी अनेकों देशों ने दिलचस्पी दिखाई है।
— PMO India (@PMOIndia) July 1, 2021
वैक्सीनेशन की प्रक्रिया के लिए ऐसा Monitoring tool होना हमारी तकनीकी कुशलता का प्रमाण है: PM @narendramodi
इस कोरोना काल में जो डिजिटल सोल्यूशंस भारत ने तैयार किए हैं, वो आज पूरी दुनिया में चर्चा और आकर्षण का विषय हैं।
— PMO India (@PMOIndia) July 1, 2021
दुनिया के सबसे बड़े डिजिटल Contact Tracing app में से एक, आरोग्य सेतु का कोरोना संक्रमण को रोकने में बहुत मदद मिली है: PM @narendramodi
डिजिटल इंडिया यानि समय, श्रम और धन की बचत।
— PMO India (@PMOIndia) July 1, 2021
डिजिटल इंडिया यानि तेज़ी से लाभ, पूरा लाभ।
डिजिटल इंडिया यानि मिनिमम गवर्नमेंट, मैक्सिम गवर्नेंस: PM @narendramodi
डिजिटल इंडिया यानि सबको अवसर, सबको सुविधा, सबकी भागीदारी।
— PMO India (@PMOIndia) July 1, 2021
डिजिटल इंडिया यानि सरकारी तंत्र तक सबकी पहुंच।
डिजिटल इंडिया यानि पारदर्शी, भेदभाव रहित व्यवस्था और भ्रष्टाचार पर चोट: PM @narendramodi
कोरोना काल में डिजिटल इंडिया अभियान देश के कितना काम आया है, ये भी हम सभी ने देखा है।
— PMO India (@PMOIndia) July 1, 2021
जिस समय बड़े-बड़े समृद्ध देश, लॉकडाउन के कारण अपने नागरिकों को सहायता राशि नहीं भेज पा रहे थे, भारत हजारों करोड़ रुपए, सीधे लोगों के बैंक खातों में भेज रहा था: PM @narendramodi
किसानों के जीवन में भी डिजिटल लेनदेन से अभूतपूर्व परिवर्तन आया है।
— PMO India (@PMOIndia) July 1, 2021
पीएम किसान सम्मान निधि के तहत 10 करोड़ से ज्यादा किसान परिवारों को 1 लाख 35 करोड़ रुपए सीधे बैंक अकाउंट में जमा किए गए हैं।
डिजिटल इंडिया ने वन नेशन, वन MSP की भावना को भी साकार किया है: PM @narendramodi
ये दशक, डिजिटल टेक्नॉलॉजी में भारत की क्षमताओं को, ग्लोबल डिजिटल इकॉनॉमी में भारत की हिस्सेदारी को बहुत ज्यादा बढ़ाने वाला है।
— PMO India (@PMOIndia) July 1, 2021
इसलिए बड़े-बड़े एक्सपर्ट्स इस दशक को 'India’s Techade' के रूप में देख रहे हैं: PM @narendramodi