તમારા પ્રેરણાદાયી શબ્દો બદલ આભાર! આ ખરેખર મંતવ્યો અને વિચારોનું ઉપયોગી વિનિમય રહ્યું છે. તે ગ્લોબલ સાઉથની સામાન્ય આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

તે સ્પષ્ટ છે કે વિશ્વના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર, વિકાસશીલ દેશો સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે.

આ માત્ર આજની રાતની ચર્ચાઓમાં જ નહીં, પરંતુ આ 'વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટ'ના છેલ્લા બે દિવસમાં પણ જોવા મળ્યું હતું.

ચાલો હું આમાંના કેટલાક વિચારોનો સારાંશ આપવાનો પ્રયત્ન કરું, જે ગ્લોબલ સાઉથના તમામ દેશો માટે મહત્વપૂર્ણ છે.

આપણે બધા દક્ષિણ-દક્ષિણ સહકારના મહત્વ અને વૈશ્વિક કાર્યસૂચિને સામૂહિક રીતે આકાર આપવા પર સહમત છીએ.

આરોગ્યના ક્ષેત્રમાં, આપણે પરંપરાગત દવાને પ્રોત્સાહન આપવા, આરોગ્યસંભાળ માટે પ્રાદેશિક હબ વિકસાવવા અને આરોગ્ય વ્યવસાયિકોની ગતિશીલતામાં સુધારો કરવા પર ભાર મૂકીએ છીએ.આપણે ડિજિટલ આરોગ્ય ઉપાયો ઝડપથી અમલની સંભાવના વિશે પણ સભાન છીએ.

શિક્ષણના ક્ષેત્રમાં, વ્યાવસાયિક તાલીમમાં, અને ખાસ કરીને દૂરના વિસ્તારોમાં, અંતર શિક્ષણ પ્રદાન કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગની અમારી શ્રેષ્ઠ પદ્ધતિઓને શેર કરવાથી આપણે બધા લાભ મેળવી શકીએ છીએ.

બેંકિંગ અને ફાઇનાન્સના ક્ષેત્રમાં, ડિજિટલ પબ્લિક ગુડ્સને રજૂ કરવા, વિકાસશીલ દેશોમાં મોટા પાયે અને ઝડપી નાણાકીય સમાવેશને વધારી શકાય છે. ભારતના પોતાના અનુભવે આ બાબત દર્શાવી છે.

આપણે બધા કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણના મહત્વ પર સહમત છીએ. આપણે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિવિધતા લાવવાની પણ જરૂર છે અને વિકાસશીલ દેશોને આ વેલ્યુ ચેઈન્સ સાથે જોડવાના માર્ગો શોધવાની જરૂર છે.

વિકાસશીલ દેશો એ માનીને એક થઈ ગયા છે કે વિકસિત વિશ્વએ ક્લાઈમેટ ફાઇનાન્સ અને ટેક્નોલોજી પર તેમની જવાબદારીઓ પૂરી કરી નથી.

અમે એ પણ સંમત છીએ કે ઉત્પાદનમાં ઉત્સર્જનને નિયંત્રિત કરવા ઉપરાંત, વધુ પર્યાવરણને અનુકૂળ ટકાઉ જીવનશૈલી તરફ, 'ઉપયોગ કરો અને ફેંકો' વપરાશથી અળગા રહેવું એટલું જ મહત્વપૂર્ણ છે.

આ ભારતની 'પર્યાવરણ માટેની જીવનશૈલી' અથવા જીવન પહેલ પાછળની કેન્દ્રીય ફિલસૂફી છે - જે બુધ્ધિપૂર્વકના ઉપયોગ અને ગતિશીલ અર્થતંત્ર  પર ધ્યાન કેન્દ્રીત કરે છે.

મહાનુભાવો,

આ બધા વિચારો, વ્યાપક ગ્લોબલ સાઉથ દ્વારા શેર કરવામાં આવ્યા છે, જે ભારતને પ્રેરણા પૂરી પાડશે કારણ કે તે G20 ના એજન્ડાને આકાર આપવાનો તેમજ તમારા તમામ રાષ્ટ્રો સાથે અમારી પોતાની વિકાસ ભાગીદારીમાં યોગદાનનો પ્રયાસ કરે છે,

ફરી એકવાર, હું વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના આજના સમાપન સત્રમાં તમારી ઉદાર ઉપસ્થિતિ બદલ આભાર માનું છું.

આભાર. ધન્યવાદ.

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net

Media Coverage

The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2025
December 22, 2025

Aatmanirbhar Triumphs: PM Modi's Initiatives Driving India's Global Ascent