પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની સ્થિતિ પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ છેલ્લા થોડા મહિનાઓમાં રોગચાળાને કારણે જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હાલ દુઃખના સમયમાં પરિવારના એક સભ્ય તરીકે હું તમારા દુઃખમાં સામેલ છું. પડકાર વિકટ છે, પણ આપણે ખભેખભો મિલાવીને દ્રઢ સંકલ્પ, જુસ્સા અને તૈયારી સાથે એને ઝીલવાનો છે.” તેમણે કોરોના સામેની લડાઈમાં ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, સુરક્ષા દળ અને પોલીસ કર્મચારીઓના પ્રદાનની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દેશના વિવિધ રાજ્યોમાં ઓક્સિજનની વધતી માગ પૂર્ણ કરવા ઝડપ અને સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર પ્રયાસરત છે કે, દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને ઓક્સિજન મળે. વિવિધ સ્તરે ઓક્સિજનનું ઉત્પાદન વધારવા અને પુરવઠામાં વધારો કરવા પ્રયાસો ચાલી રહ્યાં છે. ઓક્સિજનના નવા પ્લાન્ટ સ્થાપિત કરવા, એક લાખ નવા સિલિન્ડર પ્રદાન કરવા, ઔદ્યોગિક વપરાશ માટેના ઓક્સિજનનાં પુરવઠાનો ઉપયોગ તબીબી વપરાશ માટે કરવો, ઓક્સિજન રેલ એક્સપ્રેસ દોડાવવી જેવા વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા વૈજ્ઞાનિકોએ ટૂંકા સમયમાં રસી પ્રસ્તુત કરી હતી અને અત્યારે ભારત દુનિયામાં સૌથી સસ્તી રસી ધરાવે છે, જે ભારતમાં ઉપલબ્ધ કોલ્ડ-ચેઇન સાથે સક્ષમ છે. આ સહિયારા પ્રયાસોને કારણે ભારતે ‘ભારતમાં બનેલી’ બે સ્વદેશી રસી સાથે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. રસીકરણના પ્રથમ તબક્કાથી રસી મહત્તમ વિસ્તારો સુધી અને જેમને સૌપ્રથમ જરૂર છે એ લોકો સુધી પહોંચે એના પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતે દુનિયામાં સૌથી ઓછા સમયમાં રસીના પ્રથમ 10 કરોડ, 11 કરોડ અને 12 કરોડ ડોઝ આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ ગઇકાલે રસીના સંબંધમાં લેવાયેલા નિર્ણય વિશે કહ્યું હતું કે, 1 મે પછી 18 વર્ષથી વધારે વય ધરાવતી દરેક વ્યક્તિનું રસીકરણ થઈ શકશે. ભારતમાં નિર્મિત અડધોઅડધ રસી સીધી રાજ્ય સરકારો અને હોસ્પિટલોને મળશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જીવન બચાવવાની સાથે આર્થિક પ્રવૃત્તિઓ જાળવવા અને લોકોની આજીવિકાને નુકસાન થાય એવી ઓછામાં ઓછી અસર સુનિશ્ચિત કરવાની દિશામાં પ્રયાસો ચાલી રહ્યાં છે. 18 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતા લોકો માટે રસીકરણ શરૂ થવાથી રસી વિવિધ શહેરોમાં કાર્યરત લોકો માટે ઝડપથી ઉપલબ્ધ થશે. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને વિનંતી કરી હતી કે, તેમણે કામદારોને આત્મવિશ્વાસ વધારો પડશે અને તેમને જ્યાં છે ત્યાં રહેવા સમજાવવા પડશે. એનાથી કામદારો અને શ્રમિકોને મોટી મદદ મળશે તથા તેમણે જ્યાં છે ત્યાં રસી મળશે અને તેમના કામ પર પણ અસર નહીં થાય.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આપણે પ્રથમ લહેરની શરૂઆતના દિવસોની સરખામણીમાં અત્યારે પડકારને વધારે સારી રીતે ઝીલવા વધારે જાણકારી અને સંશોધનો ધરાવીએ છીએ. શ્રી મોદીએ રોગચાળા માટે ધૈર્ય અને દ્રઢતા સાથે લડત લડવા ભારતના લોકોને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકોની ભાગીદારીની ક્ષમતા સાથે આપણે કોરોનાની આ લહેરને પણ હંફાવી શકીશું. તેમણે સામાજિક સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી, જેણે જરૂરિયાત અને કટોકટીના સમયમાં લોકોની મદદ કરી છે તથા દરેકને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા આગળ આવવાની અપીલ કરી છે.
પ્રધાનમંત્રીએ યુવા પેઢીને તેમના વિસ્તારો અને તેમની આસપાસ કોવિડને અનુકૂળ વર્તણૂક જાળવવામાં મદદ કરવાની અપીલ કરી હતી. એનાથી કન્ટેઇન્મેન્ટ ઝોન, કર્ફ્યૂ કે લોકડાઉન ટાળવામાં મદદ મળશે. તેમણે બાળકોને એવું વાતાવરણ ઊભું કરવા પણ જણાવ્યું હતું, જેમાં પરિવારના સભ્યોએ બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હાલના સ્થિતિસંજોગોમાં આપણે લોકડાઉનથી દેશને બચાવવો પડશે. તેમણે રાજ્ય સરકારોને અંતિમ વિકલ્પ તરીકે જ લોકડાઉન લાદવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમની વાત પૂરી કરતા કહ્યું હતું કે, આપણે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને લોકડાઉન ટાળવા આપણો શ્રેષ્ઠ પ્રયાસ કરવો પડશે.
कोरोना के खिलाफ देश आज फिर बहुत बड़ी लड़ाई लड़ रहा है।
— PMO India (@PMOIndia) April 20, 2021
कुछ सप्ताह पहले तक स्थितियां संभली हुई थीं और फिर ये कोरोना की दूसरी वेव तूफान बनकर आ गई।
जो पीड़ा आपने सही है, जो पीड़ा आप सह रहे हैं, उसका मुझे ऐहसास है: PM @narendramodi
जिन लोगों ने बीते दिनो में अपनो को खोया है, मैं सभी देशवासियों की तरफ़ से उनके प्रति संवेदनाएं व्यक्त करता हूँ।
— PMO India (@PMOIndia) April 20, 2021
परिवार के एक सदस्य के रूप में, मैं आपके दुःख में शामिल हूं।
चुनौती बड़ी है लेकिन हमें मिलकर अपने संकल्प, हौसले और तैयारी के साथ इसको पार करना है: PM @narendramodi
इस बार कोरोना संकट में देश के अनेक हिस्से में ऑक्सीजन की डिमांड बहुत ज्यादा बढ़ी है।
— PMO India (@PMOIndia) April 20, 2021
इस विषय पर तेजी से और पूरी संवेदनशीलता के साथ काम किया जा रहा है।
केंद्र सरकार, राज्य सरकारें, प्राइवेट सेक्टर, सभी की पूरी कोशिश है कि हर जरूरतमंद को ऑक्सीजन मिले: PM @narendramodi
ऑक्सीजन प्रॉडक्शन और सप्लाई को बढ़ाने के लिए भी कई स्तरों पर उपाय किए जा रहे हैं।
— PMO India (@PMOIndia) April 20, 2021
राज्यों में नए ऑक्सीजन प्लांट्स हों, एक लाख नए सिलेंडर पहुंचाने हों, औद्योगिक इकाइयों में इस्तेमाल हो रही ऑक्सीजन का मेडिकल इस्तेमाल हो, ऑक्सीजन रेल हो, हर प्रयास किया जा रहा है: PM @narendramodi
हमारे वैज्ञानिकों ने दिन-रात एक करके बहुत कम समय में देशवासियों के लिए vaccines विकसित की हैं।
— PMO India (@PMOIndia) April 20, 2021
आज दुनिया की सबसे सस्ती वैक्सीन भारत में है।
भारत की कोल्ड चेन व्यवस्था के अनुकूल वैक्सीन हमारे पास है: PM @narendramodi
यह एक team effort है जिसके कारण हमारा भारत, दो made in India vaccines के साथ दुनिया का सबसे बड़ा टीकाकरण अभियान शुरू कर पाया।
— PMO India (@PMOIndia) April 20, 2021
टीकाकरण के पहले चरण से ही गति के साथ ही इस बात पर जोर दिया गया कि ज्यादा से ज्यादा क्षेत्रों तक, जरूरतमंद लोगों तक वैक्सीन पहुंचे: PM @narendramodi
दुनिया में सबसे तेजी से भारत में पहले 10 करोड़, फिर 11 करोड़ और अब 12 करोड़ वैक्सीन के doses दिए गए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 20, 2021
कल ही वैक्सीनेशन को लेकर एक और अहम फैसला लिया गया है।
— PMO India (@PMOIndia) April 20, 2021
एक मई के बाद से, 18 वर्ष के ऊपर के किसी भी व्यक्ति को वैक्सीनेट किया जा सकेगा।
अब भारत में जो वैक्सीन बनेगी, उसका आधा हिस्सा सीधे राज्यों और अस्पतालों को भी मिलेगा: PM @narendramodi
हम सभी का प्रयास, जीवन बचाने के लिए तो है ही, प्रयास ये भी है कि आर्थिक गतिविधियां और आजीविका, कम से कम प्रभावित हों।
— PMO India (@PMOIndia) April 20, 2021
वैक्सीनेशन को 18 वर्ष की आयु के ऊपर के लोगों के लिए Open करने से शहरों में जो हमारी वर्कफोर्स है, उसे तेजी से वैक्सीन उपलब्ध होगी: PM @narendramodi
मेरा राज्य प्रशासन से आग्रह है कि वो श्रमिकों का भरोसा जगाए रखें, उनसे आग्रह करें कि वो जहां हैं, वहीं रहें।
— PMO India (@PMOIndia) April 20, 2021
राज्यों द्वारा दिया गया ये भरोसा उनकी बहुत मदद करेगा कि वो जिस शहर में हैं वहीं पर अगले कुछ दिनों में वैक्सीन भी लगेगी और उनका काम भी बंद नहीं होगा: PM @narendramodi
मेरा युवा साथियों से अनुरोध है की वो अपनी सोसायटी में, मौहल्ले में, अपार्टमेंट्स में छोटी छोटी कमेटियाँ बनाकर COVID अनुशासन का पालन करवाने में मदद करे।
— PMO India (@PMOIndia) April 20, 2021
हम ऐसा करेंगे तो सरकारों को न कंटेनमेंट ज़ोन बनाने की ज़रुरत पड़ेगी, न कर्फ़्यू लगाने की, न लॉकडाउन लगाने की: PM
अपने बाल मित्रों से एक बात विशेष तौर पर कहना चाहता हूं।
— PMO India (@PMOIndia) April 20, 2021
मेरे बाल मित्र, घर में ऐसा माहौल बनाएं कि बिना काम, बिना कारण घर के लोग, घर से बाहर न निकलें।
आपकी जिद बहुत बड़ा परिणाम ला सकती है: PM @narendramodi
आज की स्थिति में हमें देश को लॉकडाउन से बचाना है।
— PMO India (@PMOIndia) April 20, 2021
मैं राज्यों से भी अनुरोध करूंगा कि वो लॉकडाउन को अंतिम विकल्प के रूप में ही इस्तेमाल करें।
लॉकडाउन से बचने की भरपूर कोशिश करनी है।
और माइक्रो कन्टेनमेंट जोन पर ही ध्यान केंद्रित करना है: PM @narendramodi