પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ (કેગ) શ્રી ગિરીશચંદ્ર મુરમુ સહિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેગ માત્ર રાષ્ટ્રના હિસાબ કિતાબોનું જ જતન નથી કરતું પરંતુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં મૂલ્યવર્ધન પણ કરે છે. આથી જ ઓડિટ દિવસ અને તે સંબંધિત કાર્યક્રમો અમારા સુધારણા તથા સુધારાનો એક ભાગ છે. કેગ એ એવી સંસ્થા છે જેનું મહત્વ વધ્યું છે અને સમયની સાથે સાથે તેણે એક વારસો રચ્યો છે.
પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે આ મહાન નેતાઓએ આપણને કેવી રીતે મોટા લક્ષ્યાંકો સ્થાપવા તથા તેને કેવી રીતે હાંસલ કરવા તે શીખવ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દેશમાં ઓડિટિંગને આશંકા અને ડરની નજરથી જોવામાં આવતું હતું. ‘કેગ વિરુદ્ધ સરકાર’ આ માન્યતા આપણી સિસ્ટમમાં એક સામાન્ય માન્યતા હતી. પરંતુ, આજે આ માન્યતા બદલાઈ ગઈ છે. આજે ઓડિટને મૂલ્યવર્ધનના મહત્વના ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ટકોર કરી હતી કે બેકિંગ ક્ષેત્રમાં પારદર્શિતના અભાવને કારણે વિવિધ ખોટી પ્રથાઓ અનુસરવામાં કે અપનાવવામાં આવતી હતી. “તમે જાણો છો કે ભૂતકાળમાં કેવી રીતે એનપીએને દબાવી દેવામાં આવતો હતો. જોકે અમે અગાઉની સરકારની વાસ્તવિકતાઓ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે દેશ સમક્ષ લાવ્યા છીએ. જ્યારે અમે સમસ્યા શોધી કાઢીશું ત્યારે જ અમે તેનો ઉકેલ શોધી કાઢીશું.” તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “આજે અમે એક એવી સિસ્ટમ રચી છે જેનો હેતુ છે 'સરકાર સર્વમ' એટલે કે સરકારની દખલગીરી ઘટી ગઈ છે. અને તમારું કાર્ય સરળ બની રહ્યું છે.” તેમ પ્રધાનમંત્રીએ ઓડિટર્સને જણાવ્યું હતું. આ બાબત લઘુત્તમ સરકાર, મહત્તમ સંચાલનની નીતિ સાથે ચાલી રહી છે. “કોન્ટેક્ટલેસ કસ્ટમ્સ, ઓટોમેટિક રિન્યુઅલ્સ, ફેસલેસ એસેસમેન્ટ્સ, સર્વિસ ડિલિવરી માટે ઓનલાઈન એપ્લિકેશન. આ તમામ સુધારાથી સરકારની બિનજરૂરી દખલગીરીનો અંત આવ્યો છે” તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી કે કેગ એ ફાઈલોમાં ગડબડ કરતા વ્યસ્ત વ્યક્તિની છબીને દૂર કરી છે. તેમણે નોંધ્યું હતું કે “કેગ આધુનિક પ્રક્રિયાઓ અપનાવીને ઝડપથી બદલાયું છે. આજે તમે અદ્યતન એનાલિટિક્સ ટૂલ્સ, જીઓ સ્પેશિયલ ડેટા અને સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરી રહ્યાં છો”
પ્રધાનમંત્રીએ દેશની સૌથી મોટી મહામારી અંગે ચર્ચા કરી હતી અને દેશે તેની સામે જે લડત આપી તે અસામાન્ય હોવાનું ટાંક્યું હતું. આજે આપણે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. હજી થોડા સપ્તાહ અગાઉ દેશે 100 કરોડ વેક્સિનેશનની સિદ્ધિ હાંસલ કરી હતી તેમ તેમણે માહિતી આપી હતી. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે આ મહાન લડત દરમિયાન દેશે જે પદ્ધતિ અપનાવી તેનો કેગે અભ્યાસ કરવો જોઇએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉના જમાનામાં માહિતીનું પ્રસારણ વાર્તાઓ દ્વારા થતું હતું. આ વાર્તાઓને આધારે ઇતિહાસ લખાતો હતો. પણ આજે 21મી સદીમાં ડેટા એ માહિતી છે અને આગામી સમયમાં આપણો ઇતિહાસ ડેટા મારફતે જ જોવાશે અને સમજાશે. ભવિષ્યમાં ડેટા જ ઇતિહાસ નક્કી કરશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
एक समय था, जब देश में ऑडिट को एक आशंका, एक भय के साथ देखा जाता था।
— PMO India (@PMOIndia) November 16, 2021
‘CAG बनाम सरकार’, ये हमारी व्यवस्था की सामान्य सोच बन गई थी।
लेकिन, आज इस मानसिकता को बदला गया है।
आज ऑडिट को वैल्यू एडिशन का अहम हिस्सा माना जा रहा है: PM @narendramodi
पहले देश के बैंकिंग सेक्टर में transparency की कमी के चलते तरह तरह की practices चलती थीं।
— PMO India (@PMOIndia) November 16, 2021
परिणाम ये हुआ कि बैंको के NPAs बढ़ते गए।
NPAs को कार्पेट के नीचे कवर करने का जो कार्य पहले के समय किया गया, वो आप भली-भांति जानते हैं: PM @narendramodi
लेकिन हमने पूरी ईमानदारी के साथ पिछली सरकारों का सच देश के सामने रखा।
— PMO India (@PMOIndia) November 16, 2021
हम समस्याओं को पहचानेंगे तभी तो समाधान तलाश कर पाएंगे: PM @narendramodi
आज हम ऐसी व्यवस्था बना रहे हैं जिसमें ‘सरकार सर्वम्’ की सोच, सरकार का दखल भी कम हो रहा है, और आपका काम भी आसान हो रहा है।
— PMO India (@PMOIndia) November 16, 2021
‘मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस’: PM @narendramodi
Contactless customs, automatic renewals, faceless assessments, service delivery के लिए online applications,
— PMO India (@PMOIndia) November 16, 2021
इन सारे reforms ने सरकार के गैर-जरूरी दखल को खत्म किया है: PM @narendramodi
दशकों तक हमारे देश में CAG की पहचान, सरकारी फाइलों और बहीखातों के बीच माथापच्ची करने वाली संस्था के तौर पर रही है।
— PMO India (@PMOIndia) November 16, 2021
CAG से जुड़े लोगों की यही इमेज बन गई थी।
इसका ज़िक्र मैंने 2019 में भी आपसे किया था: PM @narendramodi
मुझे खुशी है कि आप तेजी के साथ परिवर्तन ला रहे हैं, प्रक्रियाओं को आधुनिक बना रहे हैं।
— PMO India (@PMOIndia) November 16, 2021
आज आप advanced analytics tools इस्तेमाल कर रहे हैं, Geo-spatial data और satellite imagery का इस्तेमाल कर रहे हैं: PM @narendramodi
सदी की ये सबसे बड़ी महामारी जितनी चुनौतीपूर्ण थी, उतनी ही इसके खिलाफ देश की लड़ाई भी असाधारण रही है।
— PMO India (@PMOIndia) November 16, 2021
आज हम दुनिया का सबसे बड़ा वैक्सीनेशन प्रोग्राम भी चला रहे हैं।
कुछ सप्ताह पहले ही देश ने 100 करोड़ वैक्सीन डोज का पड़ाव पार किया है: PM @narendramodi
पुराने समय में information, stories के जरिए प्रसारित होती थी। कहानियों के जरिए ही इतिहास लिखा जाता था।
— PMO India (@PMOIndia) November 16, 2021
लेकिन आज 21वीं सदी में, data ही information है, और आने वाले समय में हमारी history भी data के जरिए देखी और समझी जाएगी।
In future, data will be dictating the history: PM