ભારતમાં જાપાની દૂતાવાસે મન કી બાતના 100મા એપિસોડ વિશે ટ્વીટ કર્યું છે. આ પ્રસંગે શુભેચ્છા પાઠવતા, દૂતાવાસે સ્વર્ગસ્થ જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેના પુસ્તક ‘મન કી બાતઃ રેડિયો પર સામાજિક ક્રાંતિ’ની પ્રસ્તાવનામાં આપેલા સંદેશને યાદ કર્યો.
એમ્બેસીએ મન કી બાતના 89મા એપિસોડને પણ યાદ કર્યો, જ્યાં પીએમ મોદીએ એશિયન દેશોમાં મહાભારત અને રામાયણનું મંચન કરી રહેલા જાપાની કલાકારોને ટાંકીને ભારત-જાપાન સાંસ્કૃતિક સંબંધોની પ્રશંસા કરી હતી.
ટ્વીટ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"માયાળુ શબ્દો માટે અને મારા મિત્ર સ્વર્ગસ્થ શ્રી શિન્ઝો આબેને યાદ કરવા બદલ તમારો આભાર."
Thank you for the kind words and for also remembering my friend, late Mr. Shinzo Abe. #MannKiBaat https://t.co/qmf4hNvfVv
— Narendra Modi (@narendramodi) May 3, 2023