પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસ પર હાથીના રક્ષણ માટે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
“વિશ્વ હાથી દિવસ પર, અમે હાથીની સુરક્ષા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ, જે ભારતના સમૃદ્ધ કુદરતી વારસા સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલ છે. હું આ દિશામાં કામ કરનારા તમામ લોકોની પણ પ્રશંસા કરું છું. મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મારી તાજેતરની મુલાકાતની કેટલીક ઝલક શેર કરું છું. 🐘"
On World Elephant Day, we reiterate our commitment to protect the elephant, which is very closely associated with India’s rich natural heritage. I also appreciate all those working in this direction. Sharing some glimpses from my recent visit to the Mudumalai Tiger Reserve. 🐘 https://t.co/xcPrZ5uZy5 pic.twitter.com/kb8lKFl3W7
— Narendra Modi (@narendramodi) August 12, 2023