પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી દ્વારા ગીર અને એશિયાટિક સિંહો પર લખવામાં આવેલી કોફી ટેબલ બુક “કોલ ઓફ ધ ગીર” ભેંટ કરવામાં આવી.
પરિમલ નથવાણી દ્વારા નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પુસ્તક ભેંટ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ એક X પોસ્ટમાં કહ્યું;
“પરિમલ ભાઈ, તમને મળીને ઘણી જ ખુશી થઈ અને ગીર પરના તમારા કાર્યની એક નકલ મેળવીને આનંદ થયો. હું તમને હંમેશા વન્યજીવન પ્રત્યે પ્રખર વ્યક્તિ તરીકે ઓળખું છું અને આ કાર્ય જાજરમાન ગીર સિંહમાં રસ ધરાવનાર તમામ લોકોને ચોક્કસ મદદ કરશે. @mpparimal”
Glad to have met you, Parimal Bhai and received a copy of your work on Gir. I’ve always known you as someone passionate about wildlife and this work will surely help all those interested in the majestic Gir Lion. @mpparimal https://t.co/mRKPOtK43D
— Narendra Modi (@narendramodi) July 31, 2024