પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી સમર્થનું સ્મૃતિ ચિહ્ન પ્રાપ્ત કર્યું. શ્રી મોદીએ કહ્યું કે સરકાર હંમેશા આપણા સમાજ માટેના તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરશે.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“આજે મને સ્વામી સમર્થનું સ્મૃતિચિહ્ન ભેટ તરીકે પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું. હું આને હંમેશ માટે માન આપીશ... તેમના ઉમદા વિચારો અને ઉપદેશોએ લાખો લોકોને પ્રેરણા આપી છે. અમે હંમેશા આપણા સમાજ માટે તેમના વિઝનને સાકાર કરવાનો પ્રયત્ન કરીશું."
आज स्वामी समर्थ यांचे स्मृतिचिन्ह भेट म्हणून स्विकारण्याचे भाग्य मला लाभले. हे मी कायम जपणार आहे... त्यांचे उदात्त विचार आणि शिकवण कोट्यवधी लोकांना प्रेरणा देत आली आहे. त्यांचा आपल्या समाजाप्रति असलेला दृष्टिकोन प्रत्यक्षात आणण्यासाठी आम्ही सदैव प्रयत्नशील राहू. pic.twitter.com/iHu4HFVGNN
— Narendra Modi (@narendramodi) October 14, 2024