પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે કતાર રાજ્યના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ થાની તરફથી અભિનંદનનો ટેલિફોન આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારતના લોકો પ્રત્યેની તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ અને સકારાત્મક લાગણીઓ માટે મહામહિમનો આભાર માન્યો હતો.
બંને નેતાઓએ ભારત અને કતાર વચ્ચેના મૈત્રીપૂર્ણ અને બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી 2024માં કતારની તેમની ફળદાયી મુલાકાતને યાદ કરી અને કતારના અમીરને નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાત લેવાના આમંત્રણનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ અમીરને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને આગામી ઈદ અલ અધાના તહેવારની પણ શુભેચ્છાઓ પાઠવી હતી.