પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20-21 નવેમ્બર 2024 દરમિયાન ગુયાનાની રાજકીય યાત્રા અંતર્ગત આજે જ્યોર્જટાઉન પહોંચ્યા હતા. 56 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ગુયાનાની આ પ્રથમ મુલાકાત છે. વિશેષ સન્માન તરીકે, એરપોર્ટ પર આગમન થતાં ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી અને ગુયાનાના પ્રધાનમંત્રી માનનીય બ્રિગેડિયર (નિવૃત્ત) માર્ક એન્થોની ફિલિપ્સ દ્વારા તેમનું ઉષ્માભર્યું અને ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ સમારોહમાં ગુયાના સરકારના એક ડઝનથી વધુ કેબિનેટ મંત્રીઓ પણ હાજર હતા.
હોટેલ પર આગમન થતા જ પ્રધાનમંત્રીનું સ્વાગત રાષ્ટ્રપતિ અલીની સાથે-સાથે બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ મિયા અમોર મોટલી અને ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ ડિકોન મિશેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રીનું ભારતીય સમુદાય અને ગુયાના કેટલાક કેબિનેટ મંત્રીઓની હાજરીમાં ભારત-ગુયાના પ્રવાસીઓ દ્વારા ભવ્ય અને રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ અને હોટલમાં સ્વાગતની વચ્ચે ગુયાના સરકારનું સમગ્ર કેબિનેટ હાજર હતું. ભારત-ગુયાનાની ગાઢ મિત્રતાના પ્રમાણપત્ર તરીકે, જ્યોર્જટાઉનના મેયરે પ્રધાનમંત્રીને " જ્યોર્જટાઉન શહેરની ચાવી" સોંપી હતી.