પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું છે. શ્રી મોદીએ કહ્યું છે કે 1893માં આ દિવસે જ તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું. તેમના સંબોધનથી વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"11મી સપ્ટેમ્બરનો સ્વામી વિવેકાનંદ સાથે વિશેષ સંબંધ છે. 1893માં આ દિવસે તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું. તેમના સંબોધનમાં વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી હતી."
11th September has a special connection with Swami Vivekananda. It was on this day in 1893 that he delivered one of his most outstanding speeches in Chicago. His address gave the world a glimpse of India's culture and ethos. https://t.co/1iz7OgT5Ab
— Narendra Modi (@narendramodi) September 11, 2022