મહામહિમ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’
નેપાળના પ્રતિનિધિમંડળના પ્રતિષ્ઠિત સભ્યો,
મીડિયાના મિત્રો.
આપણા મૈત્રીપૂર્ણ સંબંધોમાં આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રી બન્યા પછી પોતાની પ્રથમ વિદેશ મુલાકાત પર ભારત આવેલા મહામહિમ ‘પ્રચંડ’ અને તેમના પ્રતિનિધિમંડળને ભારતમાં આવકારતા મને આનંદ થાય છે.
મિત્રો,
આપણા બંને રાષ્ટ્રોના સમાજ વચ્ચે ઐતિહાસિક સંબંધો અને સાંસ્કૃતિક જોડાણના મૂળિયા ઊંડે રહેલા છે.
સહિયારી નદીઓ, ખુલ્લી સરહદો, સદીઓથી લોકો વચ્ચેના સંબંધો આપણા બંને રાષ્ટ્રો વચ્ચેની મૈત્રીને ગાઢ બનાવે છે.
આપણી સરકારો વચ્ચે સંબંધ ઉપરાંત આપણા સમાજો વચ્ચેનું જોડાણ આપણી ભાગીદારીને ગાઢ બનાવે છે અને આગવી ઓળખ પ્રદાન કરે છે.
જેમ આપણે એકબીજાની સફળતા વહેંચીએ છીએ, તેમ આપણે મુશ્કેલ સમય સંજોગોમાં આપણું ભારણ વહેંચ્યું છે.
ખરેખર આપણી મૈત્રી પુરવાર થયેલી અને વિશિષ્ટ છે.
અમારા તત્કાલિકન પડોશી અને ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવતા રાષ્ટ્ર તરીકે નેપાળની શાંતિ, સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ આપણો સંયુક્ત ઉદ્દેશ છે.
નેપાળની વિકાસ સફર અને આર્થિક પ્રગતિના દરેક પગલે અમને તમારા ભાગીદાર બનવાનો વિશેષાધિકાર છે.
તમે નેપાળમાં લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરવા ભજવેલી ભૂમિકાની પણ અમે પ્રશંસા કરીએ છીએ.
તમે નેપાળમાં શાંતિ સ્થાપિત કરવા પ્રેરક બળ છો. મને ખાતરી છે કે તમારા દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વ હેઠળ તમારા વૈવિધ્યપૂર્ણ સમાજના તમામ તબક્કાઓની આકાંક્ષા સંતોષવા સર્વસમાવેશક સંવાદ સાધીને નેપાળના બંધારણનો સફળતાપૂર્વક અમલ કરશો.
આ સાહસમાં તમને સંપૂર્ણ સફળતા મળે એવી હું શુભેચ્છા પાઠવું છું.
મિત્રો,
આજે આપણી વિસ્તૃત અને ફળદાયક ચર્ચાવિચારણામાં પ્રધાનમંત્રી પ્રચંડ અને મેં દ્વિપક્ષીય સહકારના તમામ પાસા આવરી લીધા છે.
મેં પ્રધાનમંત્રી પ્રચંડને સંદેશ આપ્યો છે કે નેપાળ સાથે વિકાસ ભાગીદારીને મજબૂત કરવા ભારત તૈયાર છે.
અને અમે આ કામગીરી નેપાળના લોકો અને સરકારની પ્રાથમિકતાઓને ધ્યાનમાં લઈને કરીશું.
આ સંદર્ભમાં અમે આજે નેપાળના ધરતીકંપ પછી પુનઃનિર્માણ માટે 750 મિલિયન ડોલરનું ધિરાણ આપવા સંમત થયા છીએ.
મને વિશ્વાસ છે કે તે નેપાળમાં ગયા વર્ષે આવેલા વિનાશક ધરતીકંપનો ભોગ બનેલા લાખો લોકોને રાહત આપશે.
ભારત તેરાઈ રોડના બીજા તબક્કા, પાવર ટ્રાન્સમિશન લાઇન, સબસ્ટેશન અને કસ્કીમાં પોલિટેકનિક જેવા નવા પ્રોજેક્ટ્સ માટે વધુ લાઇન ઓફ ક્રેડિટ આપવા પણ સંમત થયું છે.
મિત્રો,
પ્રધાનમંત્રી પ્રચંડ અને મેં આપણા વિકાસ અને આર્થિક વૃદ્ધિના સંયુક્ત ઉદ્દેશોને પાર પાડવા આપણા સમાજોને સુરક્ષિત કરવાની આવશ્યકતા પણ ઓળખી છે.
અમે અમારા સુરક્ષાના હિતોને એકબીજા સાથે જોડાવા પણ સંમત થયા છીએ.
બંને દેશ વચ્ચે ખુલ્લી સરહદો આપણા લોકો વચ્ચે સહકાર અને આદાનપ્રદાન માટે મોટી તક પ્રદાન કરે છે.
પણ આપણે સરહદનો દૂરુપયોગ કરતા તત્ત્વો સામે કડક પગલા લેવાનું ચાલુ રાખવું પડશે.
એટલે આપણા વેપાર, અર્થતંત્ર, સાંસ્કૃતિક અને વિકાસલક્ષી ભાગીદારી માટે તથા બંને દેશના લોકોની સુખાકારી વધારવા આપણી સુરક્ષા અને સલામતી સંસ્થાઓ વચ્ચે સહકાર જળવાઈ રહે એ મહત્ત્વપૂર્ણ છે.
મિત્રો,
વેપાર, કનેક્ટિવિટી, વિકાસલક્ષી પ્રોજેક્ટ અને પારસ્પરિક રોકાણ નેપાળ સાથે અમારી ભાગીદારીના મુખ્ય આધારસ્તંભ છે.
ભારતે ખુલ્લા આકાશ, વીજળીના પારસ્પિરક આદાન – પ્રદાનયુક્ત વેપાર, પરિવહન માર્ગો, એકબીજા સાથે જોડાણ કરવાની પહેલ કરી છે, જેનાથી નેપાળને લાભ થશે અને આપણી આર્થિક ભાગીદારીને મદદ મળશે.
નેપાળ અને ભારત ઊર્જા અને જળ સંસાધન ક્ષેત્રો સહિત વિવિધ આર્થિક જોડાણના ક્ષેત્રમાં ખભેખભો મેળવીને કામ કરે છે.
પ્રધાનમંત્રી પ્રચંડ અને હું નિર્માણાધિન હાઇડ્રો-પાવર પ્રોજેક્ટ્સના ઝડપી અને સફળ અમલીકરણ તથા ટ્રાન્સમિશન લાઇનને કાર્યરત કરવા સંમત થયા છીએ.
આ નેપાળ માટે અતિ જરૂરી ઊર્જા અને આવકના સર્જનનો સ્ત્રોત બની રહેશે.
અમે અમારા સમાજો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અને તેમાં નવું જોમ લાવવા પણ સંમત થયા છીએ.
અમે આપણા સહિયારા બૌદ્ધ વારસાને પ્રદર્શિત કરવા તથા આયુર્વેદ અને દવાની અન્ય પરંપરાગત પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા સંમત થયા છીએ.
પ્રધાનમંત્રી અને હું તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પર નજર રાખવા અને સમયસર પૂર્ણ કરવા ધ્યાન કેન્દ્રીત કરવા પણ સંમત થયા છીએ.
પ્રધાનમંત્રી અને મને વિશ્વાસ છે કે આપણે આજે લીધેલા નિર્ણયો આપણા આર્થિક જોડાણને મજબૂતી પ્રદાન કરશે અને નવી ઊંચાઈ લઈ જશે.
મહામહિમ,
તમે ઉચિત સમયે મુલાકાત લીધી છે.
મને વિશ્વાસ છે કે આપણી આજની ચર્ચા આપણા જૂના અને ગાઢ સંબંધોને વધારે મજબૂત કરશે.
આજે આપણે આપણી ભાગીદારીમાં એક નવું અને સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. ફરી એક વખત, મહામહિમ, ભારતમાં તમારું ઉષ્માસભર સ્વાગત છે. મને આશા છે કે તમારી ભારતની મુલાકાત આનંદદાયક અને ફળદાયક બની રહેશે.
ધન્યવાદ.
PM begins press remarks: Welcome Excellency Prachanda. Today a significant day in history of our friendship pic.twitter.com/U7KhsiF0VI
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM: Our friendship is time-tested & unique.We share our burden during difficult times,just as we celebrate each other’s achievements.
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM:As immediate neighbours& close friendly nations,peace, stability,&eco prosperity of Nepal is our shared objective pic.twitter.com/qUanlDsivz
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM:Commend role you've personally played in strengthening democratic institutions in Nepal. Wish you every success pic.twitter.com/JlbWAPXEB4
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM:India stands ready & prepared to strengthen development p'ship w/Nepal. We will do so as per the priorities of the people & govt of Nepal
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM:Our security interests are inter-linked.We agreed that securing our societies is essential for achieving shared objectives of dev &growth
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM: Continued coopn b/w our defence & security agencies is imp to guard our open borders that provide opp'ties for interaction to our people
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM highlights key pillars of p'ship & mentions India’s initiatives that would benefit Nepal & strengthen our p'ship pic.twitter.com/qPQD15SDdF
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM:We agreed to push for speedy &successful implementation of ongoing hydropower pjcts & dev. & operationalization of transmission lines
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM:We have agreed to show case our shared Buddhist heritage & focus on the development of Ayurveda and other traditional systems of medicine
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM: PM and I have also agreed to focus on close monitoring and time bound completion of all development projects. pic.twitter.com/aQmR1OGokh
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016
PM ends:Confident that our discussion today wud further cement our centuries old relations.And,write a new & glorious chapter of our p'ship
— Vikas Swarup (@MEAIndia) September 16, 2016