પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એર ઇન્ડિયા અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ જેમણે વુહાનમાં ફસાયેલા ભારતીયોને સ્થળાંતરની કામગીરી દ્વારા ફરજ પ્રત્યે ઉચ્ચ કક્ષાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી એમની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ સ્થળાંતર કામગીરીની ટીમના સભ્યોને પ્રશંસાપત્ર આપ્યાછે. આ પત્ર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી દ્વારા ચાલકદળને સોંપવામાં આવશે.
એર ઇન્ડિયાએ વુહાન શહેરથી એક આપાતકાલીન સ્થળાંતર કામગીરી હાથ ધરી હતી, જે વ્યાપકપણે ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ ફ્લૂનું કેન્દ્ર છે. આ ક્ષેત્રના ઉપરોક્ત ગંભીર પરિસ્થિતિની જાણકારી હોવા છતાં, એર ઇન્ડિયાએ બે B-747વિમાન એર ઇન્ડિયાની ટીમો તેમજ આરોગ્ય મંત્રાલયની ટીમો સાથે સતત બે દિવસ મોકલ્યા, એટલે કે. 31 જાન્યુઆરી 2020 અને 1 લી ફેબ્રુઆરી 2020 ના દિવસે પાછા ફર્યા.