પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિક્ષિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. તેમણે પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર પણ શરૂ કર્યું. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ એઈમ્સ, દેવઘરમાં સીમાચિહ્નરૂપ 10,000મા જન ઔષધિ કેન્દ્રને સમર્પિત કર્યું. વધુમાં, શ્રી મોદીએ દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો. પ્રધાનમંત્રીએ આ વર્ષની શરૂઆતમાં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મહિલા SHG ને ડ્રોન પૂરા પાડવા અને જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 સુધી કરવાની આ બંને પહેલની જાહેરાત કરી હતી. કાર્યક્રમ આ વચનોની પરિપૂર્ણતા દર્શાવે છે.
રંગપુર ગામનાં સરપંચ અને જમ્મુ જિલ્લાના અરનિયાના ખેડૂત શ્રીમતી બલવીર કૌરે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે તેમણે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, ફાર્મ મશીનરી બેંક યોજના અને કિસાન સન્માન નિધિ યોજના જેવી બહુવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમનું ગામ સરહદની નજીક આવેલું છે. શ્રી મોદીએ કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદવામાં આવેલા ટ્રેક્ટરનાં માલિક બનવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ તેમની આંગળીના ટેરવે તેમના વિસ્તારનો ડેટા હોવા બદલ તેમની પ્રશંસા કરી, તેમણે જવાબ આપ્યો 'આપ સે હી શોધ હૈ ગ્રાસરૂટ પર કામ કરના. કામ કરતી હું ઔર ભૂલતા નહીં હૂં.” (હું તમારી પાસેથી પાયાના સ્તરે કામ કરવાનું શીખ્યો છું અને કામની વિગતો ભૂલતો નથી).
તેમણે સરકારી યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવા અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને શ્રીમતી કૌરને આજુબાજુના દસ ગામો સુધી પહોંચવા અને આ વાત ફેલાવવાનું સૂચન કર્યું. પ્રધાનમંત્રીએ એવી માન્યતાને રેખાંકિત કરી હતી કે તમામ લાભો કતારમાં ઉભેલી છેલ્લી વ્યક્તિ સુધી પહોંચે છે. વિકસીત ભારત સંકલ્પ યાત્રાના ઉદ્દેશ્ય પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેનો હેતુ હાલના લાભાર્થીઓના અનુભવોમાંથી શીખવાનો છે અને જેઓએ હજુ સુધી લાભ લીધો નથી તેમને પણ સમાવી લેવાનો છે.