પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મોઢેરામાં મોઢેશ્વરી માતાના મંદિરની મુલાકાત લીધી હતી તેમજ દર્શન અને પૂજા કરી હતી. પ્રધાનમંત્રી શ્રીનું આગમન થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ હાથ જોડીને દેવી પાસેથી આશીર્વાદ લીધા અને ગર્ભગૃહમાં સ્થિત મોઢેશ્વરી માતાની મૂર્તિ સમક્ષ માથું નમાવ્યું.
પ્રધાનમંત્રી શ્રીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સંસદ સભ્ય શ્રી સી આર પાટીલ પણ હતા.
આજે અગાઉ, પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના મોઢેરા, મહેસાણામાં રૂ. 3900 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રીએ મોઢેરાને ભારતનું પ્રથમ 24x7 સૌર ઊર્જાથી ચાલતું ગામ જાહેર કર્યું.