પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણા પ્રતાપને હિંમત, બહાદુરી અને ગૌરવનું પ્રતીક ગણાવ્યા છે. મહારાણા પ્રતાપની જયંતી પર શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે પોતાનું જીવન માતૃભૂમિની સેવા માટે સમર્પિત કર્યું છે અને તેમનું જીવન પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"હિંમત, બહાદુરી અને સ્વાભિમાનના પ્રતીક મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું, જે દેશની દરેક પેઢી માટે પ્રેરણા બની રહેશે."
साहस, शौर्य और स्वाभिमान के प्रतीक महाराणा प्रताप को उनकी जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने अपना संपूर्ण जीवन मातृभूमि की रक्षा के लिए समर्पित कर दिया, जो देश की हर पीढ़ी के लिए प्रेरणास्रोत बना रहेगा।
— Narendra Modi (@narendramodi) May 9, 2023