પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આદિવાસી નેતા શ્રી કાર્તિક ઉરાંવને તેમની જન્મ શતાબ્દી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ શ્રી ઉરાંવને એક મહાન નેતા તરીકે બિરદાવ્યા જેમણે આદિવાસી સમુદાયના અધિકારો અને સ્વાભિમાન માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું અને આદિવાસી સંસ્કૃતિ અને ઓળખની રક્ષા માટે આદિવાસી સમાજના મુખ્ય પ્રવક્તા રહ્યાં.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
"આદિવાસી સમુદાયના અધિકારો અને સ્વાભિમાન માટે આખું જીવન સમર્પિત કરનાર દેશના મહાન નેતા કાર્તિક ઉરાંવ જીને તેમની જન્મ શતાબ્દી નિમિત્તે આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેઓ આદિવાસી સમાજના મુખ્ય પ્રવક્તા હતા, જેમણે આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાના રક્ષણ માટે સતત સંઘર્ષ કર્યો હતો. વંચિતોના કલ્યાણ માટે તેમનું અજોડ યોગદાન હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે.”
आदिवासी समुदाय के अधिकार और आत्मसम्मान के लिए जीवनपर्यंत समर्पित रहे देश के महान नेता कार्तिक उरांव जी को उनकी जन्म-शताब्दी पर आदरपूर्ण श्रद्धांजलि। वे जनजातीय समाज के एक मुखर प्रवक्ता थे, जो आदिवासी संस्कृति और अस्मिता की रक्षा के लिए निरंतर संघर्षरत रहे। वंचितों के कल्याण के…
— Narendra Modi (@narendramodi) October 29, 2024