પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત કબીર દાસજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સંત કબીર દાસજી માત્ર સામાજિક દૂષણો સામે લડ્યા નહોતા બલકે તેમણે વિશ્વને માનવતા અને પ્રેમનો પાઠ પણ ભણાવ્યો. તેમણે જે માર્ગ સૂચવ્યો છે તે આગામી પેઢીઓને ભાઈચારા અને સદ્ભાવની સાથે આગળ વધવા માટે પ્રેરણારૂપ બની રહેશે.
પ્રધાનમંત્રીએ મગહરમાં સંત કબીર દાસની મગહર ખાતે નિર્વાણ સ્થળની થોડા વર્ષ પૂર્વે લીધેલી મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી.
संत कबीर दास जी को उनकी जयंती पर शत-शत नमन। उन्होंने न केवल सामाजिक कुरीतियों पर प्रहार किया, बल्कि दुनिया को मानवता और प्रेम का संदेश दिया। उनका दिखाया मार्ग हर पीढ़ी को भाईचारा और सद्भावना के साथ आगे बढ़ने के लिए प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) June 24, 2021
कुछ वर्ष पूर्व मुझे मगहर में संत कबीर दास की निर्वाण स्थली जाने का सौभाग्य प्राप्त हुआ था। उस समय की कुछ तस्वीरें साझा कर रहा हूं। pic.twitter.com/pgUfwWHpR3
— Narendra Modi (@narendramodi) June 24, 2021