પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયા રાજે સિંધિયાજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે રાજમાતા વિજયા રાજે સિંધિયાએ પોતાનું સમગ્ર જીવન જન કલ્યાણ અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કર્યું. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ગરીબો અને વંચિતો માટેના તેમના પ્રયાસો દરેકને મજબૂત ભારત બનાવવા માટે પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“રાજમાતા વિજયારાજે સિંધિયાજીને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કર્યું. ગરીબો અને વંચિતો માટેના તેમના પ્રયાસો દરેકને મજબૂત ભારતના નિર્માણમાં પ્રેરણા આપશે.”
राजमाता विजयाराजे सिंधिया जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने अपना पूरा जीवन जन कल्याण और राष्ट्रसेवा को समर्पित कर दिया। गरीबों और वंचितों के लिए उनके प्रयास सशक्त भारत के निर्माण में हर किसी को प्रेरित करने वाले हैं।
— Narendra Modi (@narendramodi) October 12, 2023