પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ વાટાઘાટમાં ભાગ લીધો હતો.
નેતાઓને બ્રિક્સ બિઝનેસ ફોરમની ચર્ચા-વિચારણા વિશે માહિતી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ સામાજિક અને આર્થિક પડકારોને પહોંચી વળવા માટે ટેક્નોલોજી-આધારિત ઉકેલો સહિત, વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવા માટે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ બ્રિક્સના વ્યાપારી નેતાઓને ભારતની વિકાસ યાત્રામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કોવિડે સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ પુરવઠા શૃંખલાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને આ માટે પરસ્પર વિશ્વાસ અને પારદર્શિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે સાથે મળીને બ્રિક્સ વૈશ્વિક કલ્યાણમાં, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે.