પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડિકોન મિશેલ સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કેરીકોમનું અધ્યક્ષપદ સંભાળવા બદલ તથા દ્વિતીય ભારત-કેરીકોમ સમિટમાં ચર્ચાને અસરકારક રીતે ચલાવવા બદલ પ્રધાનમંત્રી મિશેલને અભિનંદન પાઠવ્યા હતા.
બેઠક દરમિયાન ICT, આરોગ્યસંભાળ, ક્ષમતા નિર્માણ અને જળવાયુ પરિવર્તનની સ્થિતિસ્થાપકતાના ક્ષેત્રોમાં વિકાસ સહકાર પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મિશેલે મહામારી દરમિયાન રસીના સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ગ્લોબલ સાઉથના ભારતના નેતૃત્વની પ્રશંસા કરી હતી.
The Prime Minister of Grenada, Mr. Dickon Mitchell and I had a fruitful meeting. We agreed to strengthen bilateral cooperation in IT, healthcare, education and agriculture. Also appreciated his efforts in hosting the 2nd India-CARICOM Summit. pic.twitter.com/fQHCLhxg72
— Narendra Modi (@narendramodi) November 21, 2024