પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરે દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ દરમિયાન બહામાસના પ્રધાનમંત્રી મહામહિમ ફિલિપ ડેવિસ સાથે મુલાકાત કરી. બંને પ્રધાનમંત્રી વચ્ચે આ પહેલી મુલાકાત હતી.
બંને નેતાઓએ આર્થિક સહયોગ, હરિયાળી ભાગીદારી અને લોકો વચ્ચેના સંબંધો અંગે સાર્થક અને લાભદાયી ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ભારત તરફથી 1 મિલિયન યુએસ ડોલરની સહાય સાથે UNDP દ્વારા અમલમાં મુકવામાં આવેલ અબાકો હરિકેન શેલ્ટર પ્રોજેક્ટમાં સતત પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
Had a very good meeting with the Prime Minister of The Bahamas, Mr. Philip Brave Davis. During our talks, we reviewed the full range of bilateral ties between our nations, notably in trade, culture, climate change and more. @HonPhilipEDavis pic.twitter.com/Y1UbhUiRva
— Narendra Modi (@narendramodi) November 21, 2024