પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુણેમાં નોંધપાત્ર હાજરી ધરાવતી અગ્રણી પોલિશ IT કંપની બિલેનિયમ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ શ્રી ગાવેલ લોપિન્સકી સાથે મુલાકાત કરી.
બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ અનુકૂળ રોકાણ વાતાવરણ અને ‘મેક ઇન ઈન્ડિયા’ કાર્યક્રમ દ્વારા પ્રેરિત ભારતની વિકાસગાથા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે તેમની વિસ્તરણ યોજનાઓ વિશે જાણકારી લીધી અને નવી અને ઉભરતી તકનીકો, એઆઈ, સાયબર સુરક્ષા અને ડિજિટલ અર્થતંત્રના ક્ષેત્રમાં ભારત-પોલેન્ડ વચ્ચે વ્યાપાર સહયોગ માટેની નોંધપાત્ર તકોનો ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રીએ શ્રી લોપિન્સકીને વેપાર કરવામાં આસાની અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ માટે ભારતની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી.