પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે દોહામાં ફાધર અમીર, મહામહિમ હમદ બિન ખલીફા અલ થાની સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ ફાધર અમીરને તેમના દૂરંદેશી નેતૃત્વ માટે અભિનંદન આપ્યા જેણે છેલ્લા દાયકાઓમાં કતારના વિકાસનો માર્ગ મોકળો કર્યો. બંને નેતાઓએ ભારત-કતાર સંબંધો પર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર ફાધર અમીરના સૂક્ષ્મ અવલોકનો માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી.
ફાધર અમીરે ખાતરી આપી હતી કે ભારત અને કતાર અતૂટ બંધન ધરાવે છે, જે પરસ્પર વિશ્વાસ અને સહકારનું પ્રતીક છે. તેમણે કતારના વિકાસમાં અને દ્વિપક્ષીય ભાગીદારીને પોષવામાં ભારતીય સમુદાયની ભૂમિકાની પણ પ્રશંસા કરી.