પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત 20 નવેમ્બરના રોજ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફિલિપ જે. પિયર સાથે મહત્વની ચર્ચા કરી હતી.
નેતાઓએ ક્ષમતા નિર્માણ, શિક્ષણ, આરોગ્ય, પુનઃપ્રાપ્ય ઉર્જા, ક્રિકેટ અને યોગ સહિતના અનેક મુદ્દાઓમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી પિયરે ભારત-કેરીકોમ ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રીની સાત મુદ્દાની યોજનાની પ્રશંસા કરી હતી.
બંને નેતાઓએ જળવાયુ પરિવર્તનથી ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે સહયોગના મહત્વ પર ભાર આપ્યો હતો, જેમાં નાના ટાપુ રાષ્ટ્રોમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાઓ અને સ્થિ તિસ્થાપકતાને મજબૂત કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
Met the Prime Minister of Saint Lucia, Mr. Philip J. Pierre. We discussed ways to boost trade linkages. We also talked about enhancing ties in sectors like healthcare, pharma, energy, sports and more.@PhilipJPierreLC pic.twitter.com/Cc3FZ1cVQp
— Narendra Modi (@narendramodi) November 21, 2024