પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 75માં પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કરવા ઉત્સુક છે.
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા X પર પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું:
“મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન, અમે 75માં પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે તમને આવકારવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અમે ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારી અને લોકતાંત્રિક મૂલ્યોમાં સહિયારી આસ્થાની પણ ઉજવણી કરીશું. Bientôt!”
My Dear Friend President @EmmanuelMacron, we eagerly look forward to receiving you as the Chief Guest at the 75th Republic Day. We will also celebrate India- France strategic partnership and shared belief in democratic values. Bientôt ! https://t.co/jvzvOY2NNa
— Narendra Modi (@narendramodi) December 22, 2023