Quoteક્રિકેટના મહાન ખેલાડીઓ આ પ્રસંગની શોભા વધારે છે
Quote"શિવ શક્તિનું એક સ્થાન ચંદ્ર પર છે, જ્યારે બીજું એક અહીં કાશીમાં છે"
Quote"કાશીમાં આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની ડિઝાઇન ભગવાન મહાદેવને સમર્પિત છે"
Quote"જ્યારે રમતગમતનું માળખું ઊભું કરવામાં આવે છે, ત્યારે તે માત્ર રમતગમતની યુવા પ્રતિભાને પોષવા પર જ હકારાત્મક અસર નથી કરતું, પરંતુ સ્થાનિક અર્થતંત્ર માટે પણ શુભ સંકેત આપે છે"
Quote"હવે રાષ્ટ્રનો મૂડ છે - જો ખેલેગા વો હી ખિલેગા"
Quote"સરકાર શાળાથી લઈ ઑલિમ્પિક પૉડિયમ પર ટીમના સભ્યની જેમ ખેલાડીઓ સાથે આગળ વધે છે"
Quote"નાનાં શહેરો અને ગામડાંઓમાંથી આવતા યુવાનો આજે દેશનું ગૌરવ બની ગયા છે"
Quote"રાષ્ટ્રના વિકાસ માટે રમતગમતનાં માળખાનું વિસ્તરણ આવશ્યક છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. વારાણસીના ગંજારી, રાજાતલાબમાં આશરે 450 કરોડના ખર્ચે આ આધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે અને તે 30 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલું હશે.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ફરી એક વખત વારાણસીની મુલાકાત લેવાની તક મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ શહેરનો આનંદ શબ્દોથી પર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગયા મહિનાની 23મી તારીખે જ્યાં ચંદ્રયાને ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું, એ ચંદ્રના શિવ શક્તિ પોઇન્ટ પર ભારત પહોંચ્યાનાં બરાબર એક મહિના પછી તેઓ એ જ દિવસે કાશીની મુલાકાત લઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "શિવ શક્તિનું એક સ્થળ ચંદ્ર પર છે, જ્યારે બીજું સ્થળ કાશીમાં છે," તેમણે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ દરેકને અભિનંદન આપ્યાં હતાં.

 

|

પ્રધાનમંત્રીએ આ સ્થળનાં મહત્ત્વની પણ નોંધ લીધી હતી, જે માતા વિંધ્યાવાસિનીના માર્ગના આંતરછેદ પર આવેલું છે અને રાજ નારાયણજીનાં ગામ મોતીકોટ સાથે તેની નિકટતા છે.

પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભગવાન મહાદેવને સમર્પિત આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની ડિઝાઇનથી કાશીના નાગરિકોમાં ગર્વની લાગણી જન્મી છે. તેમણે કહ્યું કે, સ્ટેડિયમમાં શાનદાર ક્રિકેટ મેચો જોવા મળશે જ્યારે યુવા ઍથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતાં સ્ટેડિયમમાં ટ્રેનિંગ લેવાની તક મળશે. તેમણે ઉમેર્યું હતું કે, "એનાથી કાશીના નાગરિકોને મોટો લાભ થશે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ક્રિકેટનાં માધ્યમથી દુનિયા ભારત સાથે જોડાઈ રહી છે અને ઘણા નવા દેશો ક્રિકેટ રમી રહ્યા છે, જેનાં પગલે મોટી સંખ્યામાં મેચો રમાશે. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ આગામી વર્ષોમાં સ્ટેડિયમોની વધતી માગને પૂર્ણ કરશે. પ્રધાનમંત્રીએ બીસીસીઆઇનાં યોગદાન બદલ બીસીસીઆઇનો પણ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારના રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસની રમત-ગમત પર સકારાત્મક અસર થવાની સાથે પ્રાદેશિક અર્થતંત્ર પર પણ સકારાત્મક અસર પડે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ પ્રકારના વિકાસથી વધારે મુલાકાતીઓ આવે છે, જેનાથી આ વિસ્તારમાં હૉટેલ્સ, ખાણીપીણીની લારીઓ, રિક્ષાઓ અને ઑટો ડ્રાઇવરો તેમજ હલેસા મારનારા જેવાં ક્ષેત્રોને મોટો લાભ થાય છે. તેમણે પ્રકાશ પાડ્યો કે તેની રમતગમત કૉચિંગ અને મેનેજમેન્ટ સંસ્થાઓ પર પણ સકારાત્મક અસર પડે છે, જેનાથી યુવાનોને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સમાં સાહસ કરવાનો માર્ગ મોકળો થાય છે. તેમણે ફિઝિયોથેરાપીના અભ્યાસક્રમો અંગે પણ વાત કરી અને કહ્યું કે, આગામી દિવસોમાં વારાણસીમાં એક નવો રમતગમત ઉદ્યોગ આકાર લે તેવી અપેક્ષા છે.

 

|

પ્રધાનમંત્રીએ માતા-પિતાઓમાં રમતગમત પ્રત્યેનાં બદલાતાં વલણ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હવે રાષ્ટ્રનો મૂડ છે – જો ખેલેગા વો હી ખિલેગા (જે રમશે તે ખીલશે)." પ્રધાનમંત્રીએ તાજેતરમાં શહડોલની તેમની મુલાકાત અને ત્યાંનાં આદિવાસી ગામમાં યુવાનો સાથેની તેમની વાતચીતને યાદ કરી હતી તથા ત્યાંના 'મિની બ્રાઝિલ' માટેના સ્થાનિક ગૌરવ અને ત્યાંના ફૂટબૉલ પ્રત્યેના તેમના ઊંડા પ્રેમને યાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કાશીમાં રમતગમતમાં થયેલાં પરિવર્તનનું વર્ણન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રયાસ કાશીના યુવાનોને રમતગમતની વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાનો છે. એટલા માટે આ સ્ટેડિયમની સાથે 400 કરોડ રૂપિયા સિગરા સ્ટેડિયમ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે, જ્યાં 50થી વધુ રમતો માટે સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. આ પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષ બનવા જઈ રહ્યું છે જે દિવ્યાંગોને અનુકૂળ હશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવાં નિર્માણની સાથે-સાથે જૂની વ્યવસ્થાઓમાં પણ સુધારો થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની રમતગમતની તાજેતરની સફળતા બદલાયેલા અભિગમને આભારી છે, કારણ કે અત્યારે રમતગમતને યુવાનોની ફિટનેસ, રોજગારી અને કારકિર્દી સાથે જોડવામાં આવે છે. 9 વર્ષ પહેલાની સરખામણીએ આ વર્ષે સ્પોર્ટ્સ બજેટમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.  ખેલો ઇન્ડિયાનાં બજેટમાં ગયાં વર્ષની સરખામણીએ આશરે 70 ટકાનો વધારો થયો છે. સરકાર શાળાથી ઑલિમ્પિક પૉડિયમ સુધી ટીમના સભ્યની જેમ રમતવીરો સાથે આગળ વધે છે." તેમણે કન્યાઓની વધતી જતી ભાગીદારી અને ટોપ્સ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ભારતે આ વર્ષની એડિશનમાં વધારે મેડલ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે, જેમાં તેની સંપૂર્ણ સહભાગિતામાં મેળવેલા તમામ મેડલ્સની કુલ સંખ્યાની સરખામણીમાં ભારતે આ વર્ષની એડિશનમાં વધારે મેડલ્સ જીતીને ઇતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રીએ આગામી એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા રમતવીરોને પણ શુભેચ્છા પાઠવી હતી.

 

|

શ્રી મોદીએ દેશનાં દરેક ગામ, શહેર અને ખૂણામાં રમતગમતની સંભવિતતાની હાજરીનો સ્વીકાર કર્યો હતો અને તેમને શોધવાની અને તેમની કુશળતા વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. "નાનાં શહેરો અને ગામડાંઓમાંથી આવતા યુવાનો આજે રાષ્ટ્રનું ગૌરવ બની ગયા છે," એમ શ્રી મોદીએ જણાવતા તેમના માટે વધુને વધુ તકો ઊભી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખેલો ઇન્ડિયાનું ઉદાહરણ આપ્યું હતું, જ્યાં સ્થાનિક પ્રતિભાઓની ઓળખ કરવામાં આવે છે અને સરકાર તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીરોમાં પરિવર્તિત કરવા આતુર છે. આ પ્રસંગે રમતગમત ક્ષેત્રના દિગ્ગજોની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ કાશી પ્રત્યે તેમના સ્નેહ માટે તેમનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને વિકસાવવા માટે સારા કૉચ અને સારું કૉચિંગ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવનારા ઍથ્લીટ્સને કૉચની ભૂમિકા નિભાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં યુવાનોને વિવિધ સ્પોર્ટ્સ અને રમતો સાથે જોડવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, નવું માળખું નાનાં શહેરો અને ગામડાંઓનાં રમતવીરોને નવી તકો પ્રદાન કરશે. તેમણે ખેલો ઇન્ડિયા અંતર્ગત ઊભી થયેલી માળખાગત સુવિધાઓથી કન્યાઓને લાભ થાય છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે માહિતી આપી હતી કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ રમતગમતને ઈત્તર પ્રવૃત્તિને બદલે યોગ્ય વિષય તરીકે ગણવામાં આવે છે. મણિપુરમાં સૌ પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં પણ રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનાં વિસ્તરણ માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે ગોરખપુરમાં સ્પોર્ટ્સ કૉલેજનાં વિસ્તરણ અને મેરઠમાં મેજર ધ્યાનચંદ યુનિવર્સિટીની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો હતો.

 

|

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "દેશના વિકાસ માટે રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનું વિસ્તરણ આવશ્યક છે." તેમણે દેશની પ્રતિષ્ઠા માટે તેનાં મહત્ત્વ પર નોંધ લીધી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દુનિયાનાં કેટલાંક શહેરો વૈશ્વિક રમતોત્સવનાં આયોજન માટે જાણીતાં છે અને આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા સક્ષમ રમતગમતનું માળખું દેશમાં વિકસાવવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્ટેડિયમ વિકાસના આ સંકલ્પનું સાક્ષી બનશે, જે માત્ર ઇંટો અને કૉંક્રિટનું માળખું જ નહીં હોય, પણ ભારતનાં ભવિષ્યનું પ્રતીક પણ બનશે.

પ્રધાનમંત્રીએ કાશીનાં લોકોને શહેરમાં ચાલી રહેલા તમામ વિકાસલક્ષી પ્રયાસોનો શ્રેય આપ્યો હતો. "કાશીમાં તમારા વિના કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. તમારાં સમર્થન અને આશીર્વાદથી અમે કાશીના વિકાસના નવા અધ્યાયો લખવાનું ચાલુ રાખીશું," એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

 

|

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, બીસીસીઆઇના અધ્યક્ષ શ્રી રોજર બિન્ની, બીસીસીઆઇના સેક્રેટરી શ્રી જય શાહ, બીસીસીઆઇના વાઇસ પ્રેસિડન્ટ શ્રી રાજીવ શુક્લા, સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, કપિલ દેવ, દિલીપ વેંગસરકર, મદનલાલ, ગુંડપ્પા વિશ્વનાથ અને ગોપાલ શર્મા સહિતના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડીઓ તથા ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

|

પશ્ચાદભૂમિકા

વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ આધુનિક વૈશ્વિક કક્ષાની રમતગમત માળખાગત સુવિધા વિકસાવવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું હશે. વારાણસીના ગંજારી, રાજાતલાબમાં આશરે 450 કરોડના ખર્ચે આધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે અને તે 30 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલું હશે. આ સ્ટેડિયમનું થિમેટિક આર્કિટેક્ચર ભગવાન શિવ પાસેથી પ્રેરણા લે છે, જેમાં અર્ધચંદ્રાકારના છતના કવર, ત્રિશૂળ આકારની લાઇટ્સ, ઘાટના પગથિયા-આધારિત બેઠક અને અગ્રભાગ પર બિલ્વીપત્ર આકારની ધાતુની ચાદરો માટે ડિઝાઇન વિકસાવવામાં આવી છે. આ સ્ટેડિયમમાં 30,000 પ્રેક્ષકોની ક્ષમતા હશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • बबिता श्रीवास्तव June 08, 2024

    मोदी सरकार
  • Tandra Gope Ghosh January 16, 2024

    Jay shree Ram 🙏
  • Vijay maurya January 09, 2024

    जय हो
  • Santhoshpriyan E September 26, 2023

    Jai hind
  • Chitra sharma September 25, 2023

    Jai Hind Jai ho Dono ki Jodi nayari sb PR bhaari
  • CHANDRA KUMAR September 25, 2023

    लोकसभा चुनाव 2024 विपक्षी गठबंधन का नाम 'इंडिया' (इंडियन नेशनल डेवलपमेंटल इन्क्लूसिव अलायंस) रखा गया है। बंगलूरू में एकजुट हुए समान विचारधारा वाले 26 राजनीतिक दलों ने इस नाम पर सहमति जताई और अगले लोकसभा चुनाव में भाजपा को सत्ता से बेदखल करने का संकल्प लिया। कांग्रेस पार्टी ने बहुत चतुराई से सत्ता पाने का तरीका खोज लिया है: 1. बीजेपी 10 वर्ष सत्ता में रहकर कुछ नहीं किया, इसीलिए अब सत्ता हमलोगों को दे दो। 2. जितना भ्रष्टाचारी नेता हमारे पार्टी में था, वो सब बीजेपी में चला गया। अब दोनों तरफ भ्रष्टाचारी लोग है, इसीलिए सत्ता मुझे दे दो। 3. बीजेपी ने काला धन विदेश से नहीं लाया, इसीलिए सभी काला धन बीजेपी का है। अडानी अंबानी का काला धन बीजेपी बचा रही है। इसीलिए मुझे सत्ता दे दो, हम अडानी अंबानी का पैसा जनता में बांट देंगे। 4. सिर्फ बीजेपी ही देशभक्त पार्टी नहीं है, हम देशभक्त पार्टी हैं और मेरा पार्टी गठबंधन का नाम ही इंडिया है। 5. भारतीयों के पास सभी समस्या का अब एक ही उपाय है, बीजेपी को छोड़कर विपक्ष को अपना लो। क्योंकि विपक्ष एकजुट हो गया है तो एकसाथ काम भी कर लेगा। अब बीजेपी को यह साबित करना होगा की 1. राष्ट्र निर्माण के लिए दस वर्ष पर्याप्त नहीं है। हमने दस वर्ष में जो काम किया है, उससे भी ज्यादा काम अगले पांच वर्ष में करेंगे। 2. सभी विपक्षी दल देश को लूटने के लिए एकजुट हो गया है, विपक्षी दलों में एक भी दूरदर्शी नेता नहीं हैं। 3. विपक्षी दल नेतृत्व विहीन है, देश हित बड़ा निर्णय ले सकने वाला एक भी नेता विपक्ष के पास नहीं है। 4. बीजेपी ने आज तक ईमानदारी से देश हित में कार्य किया है, सभी बड़े प्रोजेक्ट समय पर और कम खर्च में पूरा किया है। 5. बीजेपी कालाधान वापस लाने के प्रयास में जुटा हुआ है। अब बीजेपी को दो कदम और उठाने की जरूरत है: 1. मुस्लिम और ईसाई मतदाताओं को मतदान करने से वंचित कर दिया जाए। इससे विपक्षी दलों का बहुत बड़ा नुकसान होगा। 2. इंडिया शब्द को संविधान से पूरी तरह हटा दिया जाए। इससे देशभर में इंडिया शब्द से ही विश्वास उठ जायेगा। विपक्षी दल इंडिया ब्रांड का इस्तेमाल बीजेपी के खिलाफ करना चाहता है, इसका प्रति उत्तर देना ही होगा। सर्वोत्तम उपाय : 1. संविधान में संशोधन किया जाए, और एक अधिनियम संविधान में जोड़ दिया जाए। अथवा एक अध्यादेश चुनाव से ठीक पहले पारित कर दिया जाए , "विदेशी धर्म का अनुयाई, विदेशी है। अर्थात सभी मुस्लिम , ईसाई, यहूदी, पारसी, जोराष्ट्रीयन आदि विदेशी है। इन्हें भारत में शरणार्थी घोषित किया जाता है तथा इनसे भारतीय नागरिकता वापस लिया जाता है।" इसके बाद कोई भी विदेशी धर्म मानने वाला मतदान नहीं कर पायेगा और चुनाव में प्रतिनिधि के रूप में खड़ा भी नहीं हो पायेगा। बीजेपी के लिए लोकसभा चुनाव 2024 में विजयी होना बहुत आवश्यक है। विपक्षी दल मोदी को हर हाल में हराना चाहता है। भारतीयों ने पृथ्वीराज चौहान को हारते देखा, महाराणा प्रताप को भागते देखा, शिवाजी को छिपते देखा और सुभाष चंद्र बोस को लापता होते देखा। अब मोदीजी को हारते हुए देखने का मन नहीं कर रहा है। इसीलिए बीजेपी वालों तुम्हें लोकसभा चुनाव 2024 हर हाल में जीतना है, विजय महत्वपूर्ण है, इतिहास में विजेता के सभी अपराध क्षम्य है। अर्जुन ने शिखंडी के पीछे छिपकर भीष्म का वध किया, युधिष्ठिर ने झूठ बोलकर द्रोणाचार्य का वध कराया, अर्जुन ने निहत्थे कर्ण पर बाण चलाया, भीम ने दुर्योधन के कमर के नीचे मारा तब जाकर महाभारत का युद्ध जीता गया। रामजी ने बाली का छिपकर वध किया था। इसीलिए बीजेपी को चाहिए की वह मुस्लिम और ईसाई मतदाताओं को लोकसभा चुनाव 2024 में मतदान ही नहीं करने दे। जैसे एकलव्य और बर्बरीक को महाभारत के युद्ध में भाग लेने नहीं दिया गया। एकलव्य का अंगूठा ले लिया गया और बर्बरीक का गर्दन काट दिया गया। 2. लोकसभा चुनाव 2024 में मतदान कार्य को शिक्षक वर्ग ही संभालेगा। शिक्षक ही presiding officer बनकर चुनाव संपन्न कराता है। इसीलिए सभी शिक्षक को उत्तम शिक्षण कार्य करने के लिए प्रोत्साहित करने के बहाने से, दुर्गा पूजा में कपड़ा खरीदने हेतु, सभी शिक्षक के बैंक खाते में दो हजार भेज दिया जाए। सभी शिक्षक बीजेपी को जीतने के लिए जोर लगा देगा। 3. बीजेपी के द्वारा देश के सभी राज्य में दुर्गा पूजा का भव्य आयोजन कराया जाए और नारी सशक्तिकरण का संदेश देश भर में दिया जाए। दुर्गा मां की प्रतिमा के थोड़ा बगल में भारत माता का प्रतिमा भी हर जगह बनवाया जाए। चंद्रयान की सफलता को हर जगह प्रदर्शित करवाया जाए। यदि संभव हो तो हर हिंदू मजदूर, खासकर बिहारी मजदूरों को जो दूसरे राज्य में गए हुए हैं, को घर पहुंचने के लिए पैसा दिया जाए और उस पैसे को थोड़ा बढ़ाकर दिया जाए, ताकि हर मजदूर अपने अपने बच्चों के लिए कपड़ा भी खरीदकर ले जाए। बीजेपी को एक वर्ष तक गरीब वर्ग को कुछ न कुछ देना ही होगा, तभी आप अगले पांच वर्षों तक सत्ता में बने रहेंगे। 4. देशभक्ति का नया सीमा रेखा खींच दीजिए, जिसे कांग्रेस और विपक्षी दल पार नहीं कर सके। लोकसभा में एक प्रस्ताव लेकर 1947 के भारत विभाजन को रद्द कर दिया जाए। इससे निम्न लाभ होगा: 1. भारतीय जनता के बीच संदेश जायेगा की जिस तरह से बीजेपी ने राम मंदिर बनाया, धारा 370 को हटाया, उसी तरह से पाकिस्तान को भारत में मिलाया जायेगा। 2. पाकिस्तान की सीमा रेखा का महत्व खत्म हो जायेगा। यदि भारतीय सेना पाकिस्तान की सीमा पार भी कर जायेगी, तब भी उसे अपराध। नहीं माना जायेगा। 3. चीन पाकिस्तान कोरिडोर गैर कानूनी हो जायेगा। भारत अधिक मुखरता से चीन पाकिस्तान कोरिडोर का विरोध अंतरराष्ट्रीय मंचों पर कर सकेगा। 4. पाकिस्तानी पंजाब के क्षेत्र में सिक्खों का घुसपैठ कराकर, जमीन पर एक एक इंच कब्जा किया जाए। जैसे चीन पड़ोसी देश के जमीन को कब्जाता है, बिलकुल वैसा ही रणनीति अपनाया जाए। पाकिस्तान आज बहुत कमजोर हो गया है, उसके जमीन को धीरे धीरे भारत में मिलाया जाए। 5. कश्मीर में पांच लाख बिहारी लोगों को घर बनाकर दिया जाए। इससे कश्मीर का डेमोग्राफी बदलेगा और कश्मीरी पंडित को घर वापसी का साहस जुटा पायेगा। कांग्रेस पार्टी जितना इसका विरोध करेगा बीजेपी को उतना ही ज्यादा फायदा होगा। 6. भाषा सेतु अभियान : इस अभियान के तहत देश भर में सभी भाषाओं को बराबर महत्व देते हुए, संविधान में वर्णित तथा प्रस्तावित सभी भाषाओं के शिक्षकों की भर्ती निकाली जाए। इससे भारतवासियों के बीच अच्छा संदेश जायेगा। उत्तर भारत में दक्षिण भारतीय भाषाएं सिखाई जाए और दक्षिण भारत में उत्तर भारतीय भाषाएं सिखाई जाए। पूरब में पश्चिमी भारतीय भाषाएं सिखाई जाए और पश्चिम में पूर्वी भारत की भाषाएं सिखाई जाए। कर्मचारी चयन आयोग दिल्ली को आदेश दिया जाए, की वह (1) असमिया, ( 2 ) बंगाली (3) गुजराती, (4) हिंदी, (5) कन्नड, (6) कश्मीरी, (7) कोंकणी, (8) मलयालम, ( 9 ) मणिपुरी, (10) मराठी, (11) नेपाली, ( 12 ) उड़िया, ( 13 ) पंजाबी, ( 14 ) संस्कृत, ( 15 ) सिंधी, ( 16 ) तमिल, ( 17 ) तेलुगू (18) उर्दू (19) बोडो, (20) संथाली (21) मैथिली (22) डोंगरी तथा (१) अंगिका (२) भोजपुरी (३) छतीसगढ़ी और (४) राजस्थानी भाषाओं के शिक्षक की भर्ती निकाले। प्रत्येक भाषा में पांच हजार शिक्षक की भर्ती निकाले, जिसे राष्ट्रीय स्तर पर किसी भी राज्य में नियुक्त किया जा सके, और भविष्य में किसी भी विद्यालय अथवा किसी भी राज्य में स्थानांतरित किया जा सके। 7. भाषा सेतु अभियान को सफल बनाने के लिए, देश भर में पांच वर्ष के लिए अंग्रेजी भाषा को शिक्षण का माध्यम बनाने पर प्रतिबंधित कर दिया जाए। अंग्रेजी एक विषय के रूप में पढ़ाया जा सकता है लेकिन अंग्रेजी माध्यम में सभी विषय को पढ़ाने पर प्रतिबंध लगा दिया जाए। इससे देश भर में अभिभावकों से पैसा वसूल करने के षड्यंत्र को रोका जा सकेगा। 8. देश में किसी भी परीक्षा में अंग्रेजी माध्यम में प्रश्न नहीं पूछा जाए। अंग्रेजी विषय ऐच्छिक बना दिया जाए। यूपीएससी एसएससी आदि परीक्षाओं में, भाषा की नियुक्ति में ही अलग से अंग्रेजी का प्रश्न पत्र दिया जाए। अन्य सभी प्रकार की नियुक्ति में अंग्रेजी विषय को हटा दिया जाए। इससे देश भर में बीजेपी का लोक प्रियता बढ़ जायेगा। भारतीय बच्चों के लिए अंग्रेजी पढ़ना बहुत ही कठिन कार्य है, अंग्रेजी भाषा का ग्रामर , उच्चारण, शब्द निर्माण कुछ भी नियम संगत नहीं है। अंग्रेजी भाषा में इतनी अधिक भ्रांतियां है और अंग्रेजी भाषा इतना अव्यवहारिक है कि इसे सीखने में बच्चों की सारी ऊर्जा खर्च हो जाती है। बच्चों के लिए दूसरे विषय पर ध्यान देना मुश्किल हो जाता हैं। बच्चों की रचनात्मकता, कल्पनाशीलता को निखारने के लिए अंग्रेजी से उन्हें आजाद करना होगा, बच्चों को उसके मातृभाषा से जोड़ना होगा। छात्रों को अपनी सभ्यता संस्कृति भाषा आदि पर गर्व करना सिखाना होगा। 9. राजस्थान के कोटा में 24 छात्रों ने इसी वर्ष आत्महत्या कर लिया। मोदीजी को उन सभी आत्महत्या कर चुके छात्र छात्राओं के माता पिता से मिलना चाहिए। जिन बच्चों ने डॉक्टर बनकर दूसरे की जान बचाने का सपना देखा, उन्हीं बच्चों ने तनाव में आकर अपना जान दे दिया। 10. देश भर के निजी शिक्षण संस्थानों के लिए कुछ नियम बनाना चाहिए : १. शिक्षण संस्थानों के एक कमरे में अधिकतम साठ (60) बच्चों को ही बैठाकर पढ़ा सकता है। अर्थात शिक्षक छात्र का अनुपात हमेशा एक अनुपात साठ हो, चाहे क्लासरूम कितना ही बड़ा क्यों न हो। क्योंकि छात्रों को अपने शिक्षक से प्रश्न भी पूछना होता है, यदि एक क्लासरूम में सौ ( 100 ) से ज्यादा छात्र बैठा लिया जाए, तब छात्र शिक्षक के बीच दूरियां पैदा हो जाती है। फिर छात्र तनाव में रहने लगता है। वह शिक्षक को कुछ बता नहीं पाता है और आत्महत्या कर लेता है। २. एक शिक्षक एक छात्र से अधिकतम एक हजार रुपए प्रति महीना शिक्षण शुल्क ले सकता है और वर्ष में अधिकतम बारह हजार रुपए। इससे अभिभावक से पैसा मांगने में छात्रों को शर्मिंदा होना नहीं पड़ेगा। छात्र अपने अभिभावक से पैसा मांगते समय बहुत तनाव में रहता है। कई बार अभिभावक कह देता है, सिर्फ पैसा पैसा, कितना पैसा देंगे हम। ३. एक शिक्षण संस्थान, एक छात्र से ऑनलाइन शिक्षण शुल्क अधिकतम पांच हजार रुपए ले सकता है। क्योंकि ऑनलाइन शिक्षण कार्य में कई छात्र एक साथ जुड़ जाते हैं। कई बार रिकॉर्डिंग किया हुआ शिक्षण सामग्री दे दिया जाता है। इन शिक्षण सामग्री का मनमाना शुल्क लेने से रोका जाए। भारत में गरीब छात्र तभी अपराधी बनता है जब वह देखता है की शिक्षा भी सोना चांदी की तरह खरीदा बेचा जा रहा है। इसका इतना पैसा , उसका उतना पैसा। ४. शिक्षण संस्थान केवल शिक्षा देने का कार्य करेगा। बच्चों का यूनिफॉर्म बेचना, किताब कॉपी बेचना, होस्टल से पैसा कमाना, एक साथ इतने सारे स्रोतों से पैसा कमाने पर प्रतिबंध लगाया जाए। यह सभी कार्य अलग अलग संस्थान, अलग अलग लोगों के द्वारा किया जाए। यदि कोई शिक्षण संस्थान छात्रों से अवैध पैसा लेते हुए पकड़ा जाए तब उन पर आजीवन शिक्षण कार्य करने से प्रतिबंधित कर दिया जाए। ५. गरीब विद्यार्थियों की एक बहुत बड़ी समस्या यह है की उन्हें यूनिफॉर्म पहनना पड़ता है। विद्यालय जाते समय अलग कपड़ा पहनना और वापस आकर घर का कपड़ा पहनना। मतलब एक दिन में दो कपड़ा गंदा हो जाता है। छात्र के पास कम से कम चार जोड़ा कपड़ा होना चाहिए। छोटे छोटे बच्चों को हर रोज रंग बिरंगा कपड़ा पहनकर विद्यालय आने देना चाहिए। इसीलिए प्राथमिक विद्यालय के छोटे छोटे बच्चों को यूनिफॉर्म पहनने के अनुशासन से मुक्त रखा जाए। निजी शिक्षण संस्थानों को भी निर्देश दिया जाए की वह छोटे बच्चों को रंग बिरंगे कपड़ों में ही विद्यालय आने के लिए प्रेरित करे। बच्चों के अंदर की विविधता को ईश्वर ने विकसित किया है। यदि ईश्वर ने यूनिफॉर्म चाइल्ड पॉलिसी लागू कर दिया, और हम सबों के बच्चे एक जैसे दिखने लगे, तब कितनी समस्या होगी, जरा सोचकर देखिए। पश्चिमी देशों की मान्यता को रद्द किया जाए और यूनिफॉर्म में विद्यालय आने की बाध्यता को हटाया जाए। न्यायालय के न्यायाधीश काला चोगा पहनते हैं जिससे वे बड़े अजीब लगते हैं। कानून लागू कराने वाले व्यक्ति को सभी रंगों को प्राथमिकता देनी चाहिए, काले कपड़े तो चोर पहनकर रात में चोरी करने निकलते हैं ताकि पकड़े जाने से बच सके। न्यायालय के न्यायाधीशों को काला चोगा पहनने के बजाए, राजस्थानी अंगरखे को पहनना चाहिए, जिसमें वह ज्यादा आकर्षक और भव्य लगेगा। अभी न्यायालय जाने पर चारों तरफ अजीब सा उदासी, मायूसी, गमगीन माहौल नजर आता है। ऊपर से काले कोट वाले वकील और काले चोगे वाले न्यायाधीश वातावरण को निराशा से भर देता है। भारतीय न्यायाधीश को भारतीय अंगरखा पहनना चाहिए, राजस्थानी लोग कई तरह के सुंदर आकर्षक अंगरखा बनाना जानता है। उनमें से कोई भी न्यायाधीशों को पहनने के लिए सुझाव दिया जाए।
  • RatishTiwari Advocate September 24, 2023

    भारत माता की जय जय जय
  • Umakant Mishra September 24, 2023

    namo namo
  • Rama Mittal September 24, 2023

    मोदी योगी ज़िंदाबाद….🙏🙏
  • Babaji Namdeo Palve September 24, 2023

    Jai Hind Jai Bharat Bharat Mata Kee Jai
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Bharat Tex showcases India's cultural diversity through traditional garments: PM Modi

Media Coverage

Bharat Tex showcases India's cultural diversity through traditional garments: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister welcomes Amir of Qatar H.H. Sheikh Tamim Bin Hamad Al Thani to India
February 17, 2025

The Prime Minister, Shri Narendra Modi extended a warm welcome to the Amir of Qatar, H.H. Sheikh Tamim Bin Hamad Al Thani, upon his arrival in India.

|

The Prime Minister said in X post;

“Went to the airport to welcome my brother, Amir of Qatar H.H. Sheikh Tamim Bin Hamad Al Thani. Wishing him a fruitful stay in India and looking forward to our meeting tomorrow.

|

@TamimBinHamad”