પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંહ, શ્રી સંજીવ બલિયાન, શ્રી એસ.પી. સિંહ બઘેલ અને શ્રી બી. એલ. વર્મા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રી એ જણાવ્યું હતું કે, 21મી સદીનું નવું ભારત આજે સૌથી શ્રેષ્ઠ આધુનિક માળખાકીય સુવિધાઓમાં ગણના પામતી સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “સારા માર્ગો, સારું રેલવે નેટવર્ક, સારા હવાઇમથકો માત્ર માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓ નથી પરંતુ તેનાથી સમગ્ર પ્રદેશનું રૂપાંતરણ થાય છે અને તેનાથી લોકોના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવે છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક ઉત્તરીય ભારતનો લોજિસ્ટિક્સ ગેટવે બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, આ હવાઇમથક સમગ્ર પ્રદેશને રાષ્ટ્રીય ગતિશક્તિ માસ્ટર પ્લાનનું શક્તિશાળી પ્રતીક બનાવશે.
માળખાકીય સુવિધાઓના વિકાસના આર્થિક પરિબળો અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવાઇમથકના નિર્માણ કાર્ય દરમિયાન રોજગારની તકોનું સર્જન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ હવાઇમથકને પણ સરળતા અને સુગમતાથી કામ કરવા માટે હજારો લોકોની જરૂર પડવાની છે. આથી, આ હવાઇમથક પણ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં હજારો લોકોને રોજગારી પૂરી પાડશે.”
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સ્વતંત્રતાના 7 દાયકા પછી પહેલી વખત ઉત્તરપ્રદેશે હંમેશા તે જેના માટે લાયકાત ધરાવે છે તે મેળવવાની શરૂઆત કરી છે. ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી, આજે ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં સૌથી વધારે કનેક્ટિવિટી ધરાવતા પ્રદેશમાં પરિવર્તિત થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રના વિકાસમાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે અને હવાઇમથકોની જાળવણી, રિપેરિંગ તેમજ પરિચાલનના કેન્દ્ર તરીકે વર્તશે. તેમણે માહિતી આપી હતી કે, જાળવણી, રિપેરિંગ અને સમારકામ MRO સુવિધા 40 એકરના વિસ્તારમાં તૈયાર કરવામાં આવી રહી છે જેનાથી સેંકડો યુવા લોકોને રોજગારી મળી રહી છે. આજે ભારત આ સેવાઓ વિદેશમાંથી મેળવવા માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે.
આગામી સમયમાં તૈયાર થઇ રહેલા એકીકૃત મલ્ટિ-મોડલ કાર્ગો હબ વિશે ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, ચારેબાજુથી ભૂમિ પ્રદેશોથી ઘેરાયેલી ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં હવાઇમથક ખૂબ જ ઉપયોગી રહેશે. આ હબ અલીગઢ, મથુરા, મેરઠ, આગ્રા, બિજનૌર, મુરાદાબાદ અને બરેલી જેવા ઔદ્યોગિક કેન્દ્રોને સેવા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, ખુર્જા કારીગરો, મેરઠના રમતગમત ઉદ્યોગ, સહારનપુરના ફર્નિચર, મોરાદાબાદના પિત્તળ ઉદ્યોગ, આગ્રાના પગરખાં અને પેઠા ઉદ્યોગને આગામી સમયમાં નિર્માણ પામી રહેલી માળખાકીય સુવિધાઓથી ખૂબ જ મોટાપાયે સમર્થન મળી રહેશે.
પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ જે ઉત્તરપ્રદેશને વંચિત અને અંધકારમાં રાખ્યું હતું, જે ઉત્તરપ્રદેશને અગાઉની સરકારોએ ખોટા સપનાં બતાવ્યા હતા તે જ ઉત્તરપ્રદેશ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફલક પર પણ પોતાની ઓળખ અંકિત રહ્યું છે. પ્રધાનમંત્રીએ જેવર હવાઇમથકનું ઉદાહરણ ટાંકીને કેવી રીતે ઉત્તરપ્રદેશ અને કેન્દ્રમાં અગાઉની સરકારોએ પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિકાસની અવગણના કરી હતી તે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બે દાયકા પહેલાં ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર સત્તારૂઢ થઇ ત્યારે ઉત્તરપ્રદેશમાં આ પરિયોજનાની કલ્પના કરવામાં આવી હતી. પરંતુ બાદમાં આ હવાઇમથક કેટલાય વર્ષો સુધી દિલ્હી અને લખનઉમાં આવેલી અગાઉની સરકારોના કારણે ખોરંભે મૂકાઇ ગયો હતો. ઉત્તરપ્રદેશમાં અગાઉ સત્તારૂઢ હતી તે સરકારે તત્કાલીન કેન્દ્ર સરકારને પત્ર લખીને જાણ કરી હતી કે, આ હવાઇમથકની પરિયોજનાને અટકાવી દેવામાં આવે. હવે ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી, આજે આપણે એ જ હવાઇમથકના ભૂમિપૂજનના સાક્ષી બની રહ્યાં છીએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારા માટે માળખાકીય સુવિધાઓ રાજનીતિનો હિસ્સો નથી પરંતુ રાષ્ટ્રનીતિનો હિસ્સો છે. અમે કોઇપણ પરિયોજના અટવાય નહીં, વિલંબમાં પડીને લટકે નહીં અથવા આડા માર્ગે ફંટાય નહીં તેની ખાતરી કરીએ છીએ. અમે નિર્ધારિત સમયમાં જ માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓનું કામ પૂરું થાય તેવો પ્રયાસો કરીએ છીએ.”
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, દેશમાં કેટલાક રાજકીય પક્ષોએ હંમેશા તેમના અંગત હિતોને સર્વોપરી રાખ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આવા લોકોના વિચારોમાં માત્ર અંગત સ્વાર્થ હોય છે, તેમને માત્ર પોતાનો અને પોતાના પરિવારનો વિકાસ થાય તેમાં જ રસ છે. જ્યારે અમે સૌથી પહેલાં રાષ્ટ્ર ભાવનાને આગળ રાખીએ છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ – સૌનો પ્રયાસ એ અમારો મંત્ર છે.”
પ્રધાનમંત્રીએ સરકાર દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ ગણાવી હતી. તેમણે 100 કરોડ રસીના ડોઝ આપવાનું આધારચિહ્ન પ્રાપ્ત કરવાની સફળતા, 2070 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્ય સુધી પહોંચવાના મક્કમ નિર્ધાર, ખુશીનગર હવાઇમથક, ઉત્તરપ્રદેશમાં નવ મેડિકલ કોલેજો, મહોબામાં નવો ડેમ અને સિંચાઇની પરિયોજનાઓ, ઝાંસીમાં સંરક્ષણ કોરિડોર અને સંલગ્ન પરિયોજનાઓ, પૂર્વાંચલ એક્સપ્રેસવે, જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી, ભોપાલમાં આધુનિક રેલવે સ્ટેશન મહારાષ્ટ્રના પંઢરપુરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને આજે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક સહિતના કાર્યો અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાની વાતનું સમાપન કરતા જણાવ્યું હતું કે, “અમુક રાજકીય પક્ષોમાં સ્વાર્થની રાજનીતિ અમારા રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર સેવા સામે ટકી શક્યા નથી.”
21वीं सदी का नया भारत आज एक से बढ़कर एक बेहतरीन आधुनिक infrastructure का निर्माण कर रहा है।
— PMO India (@PMOIndia) November 25, 2021
बेहतर सड़कें, बेहतर रेल नेटवर्क, बेहतर एयरपोर्ट ये सिर्फ इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स ही नहीं होते बल्कि ये पूरे क्षेत्र का कायाकल्प कर देते हैं, लोगों का जीवन पूरी तरह से बदल देते हैं: PM
नोएडा इंटरनेशनल एयरपोर्ट उत्तरी भारत का logistic गेटवे बनेगा।
— PMO India (@PMOIndia) November 25, 2021
ये इस पूरे क्षेत्र को नेशनल गतिशक्ति मास्टरप्लान का एक सशक्त प्रतिबिंब बनाएगा: PM @narendramodi
हवाई अड्डे के निर्माण के दौरान रोज़गार के हजारों अवसर बनते हैं।
— PMO India (@PMOIndia) November 25, 2021
हवाई अड्डे को सुचारु रूप से चलाने के लिए भी हज़ारों लोगों की आवश्यकता होती है।
पश्चिमी यूपी के हजारों लोगों को ये एयरपोर्ट नए रोजगार भी देगा: PM @narendramodi
आज़ादी के 7 दशक बाद, पहली बार उत्तर प्रदेश को वो मिलना शुरु हुआ है, जिसका वो हमेशा से हकदार रहा है।
— PMO India (@PMOIndia) November 25, 2021
डबल इंजन की सरकार के प्रयासों से, आज उत्तर प्रदेश देश के सबसे कनेक्टेड क्षेत्र में परिवर्तित हो रहा है: PM @narendramodi
पहले की सरकारों ने जिस उत्तर प्रदेश को अभाव और अंधकार में बनाए रखा,
— PMO India (@PMOIndia) November 25, 2021
पहले की सरकारों ने जिस उत्तर प्रदेश को हमेशा झूठे सपने दिखाए,
वही उत्तर प्रदेश आज राष्ट्रीय ही नहीं, अंतर्राष्ट्रीय छाप छोड़ रहा है: PM @narendramodi
अब डबल इंजन की सरकार के प्रयासों से आज हम उसी एयरपोर्ट के भूमिपूजन के साक्षी बन रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 25, 2021
लेकिन बाद में ये एयरपोर्ट अनेक सालों तक दिल्ली और लखनऊ में पहले जो सरकारें रहीं, उनकी खींचतान में उलझा रहा।
— PMO India (@PMOIndia) November 25, 2021
यूपी में पहले जो सरकार थी उसने तो बाकायदा चिट्ठी लिखकर, तब की केंद्र सरकार को कह दिया था कि इस एयरपोर्ट के प्रोजेक्ट को बंद कर दिया जाए: PM @narendramodi
यूपी में और केंद्र में पहले जो सरकारें रहीं, उन्होंने कैसे पश्चिमी उत्तर प्रदेश के विकास को नजरअंदाज किया, उसका एक उदाहरण ये जेवर एयरपोर्ट भी है।
— PMO India (@PMOIndia) November 25, 2021
2 दशक पहले यूपी की भाजपा सरकार ने इस प्रोजेक्ट का सपना देखा था: PM @narendramodi
इंफ्रास्ट्रक्चर हमारे लिए राजनीति का नहीं बल्कि राष्ट्रनीति का हिस्सा है।
— PMO India (@PMOIndia) November 25, 2021
हम ये सुनिश्चित कर रहे हैं कि प्रोजेक्ट्स अटके नहीं, लटके नहीं, भटके नहीं।
हम ये सुनिश्चित करने का प्रयास करते हैं कि तय समय के भीतर ही इंफ्रास्ट्रक्चर का काम पूरा किया जाए: PM @narendramodi
हमारे देश में कुछ राजनीतिक दलों ने हमेशा अपने स्वार्थ को सर्वोपरि रखा है। इन लोगों की सोच रही है- अपना स्वार्थ, सिर्फ अपना खुद का, परिवार का विकास।
— PMO India (@PMOIndia) November 25, 2021
जबकि हम राष्ट्र प्रथम की भावना पर चलते हैं।
सबका साथ-सबका विकास, सबका विश्वास-सबका प्रयास, हमारा मंत्र है: PM @narendramodi