પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે, માર્ગ, વીજળી, હાઉસિંગ અને ફાઇનાન્સ સેક્ટરનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. દિવસની શરૂઆતમાં શ્રી મોદીએ અમદાવાદ અને ભુજ વચ્ચે ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું ઉદઘાટન કર્યું હતું. તેમણે નાગપુરથી સિકંદરાબાદ, કોલ્હાપુરથી પૂણે, આગ્રા કેન્ટથી બનારસ, દુર્ગથી વિશાખાપટ્ટનમ, પૂણેથી હુબલી અને વારાણસીથી દિલ્હી સુધીની પ્રથમ 20 કોચની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ઉપરાંત તેમણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીની સિંગલ વિન્ડો આઇટી સિસ્ટમ (એસડબલ્યુઆઇટીએસ)નો પણ શુભારંભ કરાવ્યો હતો.
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગણપતિ મહોત્સવ અને મિલાદ-ઉન-નબીના શુભ પ્રસંગો તથા સમગ્ર દેશમાં ઉજવાતા વિવિધ તહેવારોની નોંધ લીધી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તહેવારોનાં આ સમય દરમિયાન ભારતનાં વિકાસપર્વનું પણ આયોજન ચાલી રહ્યું છે, જેમાં રેલવે, રોડ અને મેટ્રો ક્ષેત્રનાં આશરે રૂ. 8,500 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. નમો ભારત રેપિડ રેલના ઉદઘાટનને ગુજરાતના સન્માનમાં જડિત એક નવો સિતારો ગણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ટ્રેન ભારતની શહેરી કનેક્ટિવિટીમાં એક નવી સીમાચિહ્નરૂપ સાબિત થશે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, અત્યારે હજારો પરિવારો તેમનાં નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યાં છે, ત્યારે અન્ય હજારો પરિવારો માટે પ્રથમ હપ્તો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. તેમણે વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આ પરિવારો આગામી તહેવારોનો સમયગાળો નવરાત્રિ, દશેરા, દુર્ગાપૂજા, ધનતેરસ, દિવાળી તેમના નવા ઘરોમાં પણ આ જ ઉત્સાહ સાથે વિતાવશે. પીએમ મોદીએ કહ્યું કે, "હું તમને શુભ ગૃહ પ્રવેશની શુભેચ્છા પાઠવું છું." તેમણે ગુજરાત અને ભારતની જનતાને આજની વિકાસ પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા હતા, ખાસ કરીને મહિલાઓ કે જેઓ હવે ઘરમાલિક બની ગઈ છે.
પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તહેવારોનાં ઉત્સાહ વચ્ચે ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં સતત પૂર આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના ખૂણેખૂણામાં ટૂંકા ગાળામાં આવો અવિરત વરસાદ પ્રથમ વખત થયો હતો. તેમણે પૂરને કારણે પોતાનો જીવ ગુમાવનારા નાગરિકોના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો અસરગ્રસ્તોને ટેકો અને પુનર્વસન સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડશે નહીં. તેમણે ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના પણ કરી હતી.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આ મારી પ્રથમ ગુજરાત મુલાકાત છે." પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત તેમનું જન્મસ્થળ છે જ્યાં તેમણે જીવનના તમામ પાઠ શીખ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ તેમના પર પ્રેમ વરસાવ્યો છે અને આ લાગણી એક પુત્ર જેવી જ છે જે ઘરે પરત ફરે છે માત્ર નવી ઉર્જા અને ઉત્સાહથી નવજીવન પામે છે. તેમણે જણાવ્યું હતું કે આ તેમનું સૌભાગ્ય છે કે લોકો તેમને આશીર્વાદ આપવા માટે આટલી મોટી સંખ્યામાં બહાર આવ્યા છે.
પ્રધાનમંત્રીએ ગુજરાતની જનતાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ ત્રીજી વખત શપથ લીધા પછી શક્ય તેટલી વહેલી તકે રાજ્યની મુલાકાત લે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ સ્વાભાવિક છે, કારણ કે ભારતની જનતાએ એક જ સરકારને 60 વર્ષ પછી વિક્રમી ત્રીજી વખત સેવા કરવાની તક આપીને ઇતિહાસ રચ્યો છે." તેમણે નોંધ્યું હતું કે, આ ભારતની લોકશાહીમાં મહત્ત્વપૂર્ણ ઘટના છે. તેમણે ઉમેર્યું હતું કે, "આ ગુજરાતની એ જ જનતા છે, જેમણે દેશને પ્રથમ કરવાનો સંકલ્પ લઈને મને દિલ્હી મોકલ્યો છે." લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતનાં લોકોને સરકારનાં પ્રથમ 100 દિવસમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાની ખાતરીને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે ભારત હોય કે વિદેશમાં કોઈ કસર બાકી રાખી નથી. તેમણે કહ્યું કે તેમણે પ્રથમ ૧૦૦ દિવસ નીતિઓ ઘડવા અને જાહેર કલ્યાણ અને રાષ્ટ્રીય હિત માટે નિર્ણયો લેવા માટે સમર્પિત કર્યા.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 100 દિવસમાં રૂ. 15 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન દેશને 3 કરોડ નવા મકાનોનું નિર્માણ કરવાનું વચન આપવામાં આવ્યું હતું એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ દિશામાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતનાં હજારો પરિવારોને તેમનાં પાકાં મકાનો મળ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, ઝારખંડમાં પણ હજારો પરિવારો પાકા મકાનોનાં લાભાર્થી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, તેમની સરકાર ગામડાંઓમાં હોય કે શહેર હોય, તમામને શ્રેષ્ઠ વાતાવરણ પ્રદાન કરવા સતત કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પછી તે શહેરી મધ્યમ વર્ગનાં ઘરો માટે નાણાકીય મદદ માટે હોય, કામદારોને વાજબી ભાડા પર સારાં મકાનો પ્રદાન કરવાની ઝુંબેશ હોય, કે પછી ફેક્ટરીઓમાં કામ કરતા લોકો માટે વિશેષ આવાસોનું નિર્માણ કરવાની વાત હોય કે પછી દેશમાં શ્રમજીવી મહિલાઓ માટે નવી છાત્રાલયોનું નિર્માણ કરવાની વાત હોય.
થોડાં દિવસો અગાઉ ગરીબો અને મધ્યમ વર્ગનાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત લેવાયેલાં મોટાં નિર્ણયોને યાદ કરીને પ્રધાનમંત્રીએ 70 વર્ષથી વધારે ઉંમરનાં તમામ વયોવૃદ્ધ લોકોને રૂ. 5 લાખનાં મૂલ્યની નિઃશુલ્ક સારવાર પ્રદાન કરવાનાં પોતાનાં વચનોની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે મધ્યમ વર્ગના દીકરા-દીકરીઓને પોતાના માતા-પિતાની સારવારની ચિંતા કરવાની જરૂર નહીં રહે.
છેલ્લા 100 દિવસમાં યુવાનોની રોજગારી અને સ્વરોજગાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ રૂ. 2 લાખ કરોડના વિશેષ પીએમ પેકેજની જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી 4 કરોડથી વધુ યુવાનોને લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, જો તેઓ યુવાનોને નોકરી પર રાખશે તો સરકાર કંપનીઓમાં પ્રથમ નોકરી માટે પ્રથમ પગાર પણ ચૂકવશે. તેમણે મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મહિલા સશક્તિકરણની પહેલોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ 3 કરોડ લખપતિ દીદી બનાવવાની ખાતરીને યાદ કરી હતી. તેમણે સંતોષ સાથે માહિતી આપી હતી કે, છેલ્લાં થોડાં વર્ષોમાં તેમની સંખ્યા 1 કરોડ સુધી પહોંચી છે, જ્યારે સરકારનાં પ્રથમ 100 દિવસમાં દેશમાં 11 લાખ નવી લખપતિ દીદીઓનું નિર્માણ થયું છે. તેમણે તેલીબિયાંના ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેથી તેમને વધેલી એમએસપી કરતા વધારે કિંમત મળે. તેમણે માહિતી આપી હતી કે સોયાબીન અને સૂર્યમુખી જેવા પાક ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને ખાદ્યતેલના ઉત્પાદનમાં 'આત્મનિર્ભર' બનવાની ગતિ આપવા માટે વિદેશી તેલની આયાત પરની ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે બાસમતી ચોખા અને ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે, જેના કારણે વિદેશમાં ભારતીય ચોખા અને ડુંગળીની માંગમાં વધારો થયો છે.
શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 100 દિવસમાં રેલવે, માર્ગ, બંદર, એરપોર્ટ અને મેટ્રો સાથે સંબંધિત ડઝનબંધ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આજના કાર્યક્રમમાં પણ તેની ઝલક જોવા મળી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં કનેક્ટિવિટી સાથે સંબંધિત ઘણી યોજનાઓનો શિલાન્યાસ થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ પૂર્વે તેમણે ગિફ્ટ સિટી સ્ટેશન સુધી મેટ્રોની મુસાફરી કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ઘણાં લોકોએ મેટ્રોની સવારી દરમિયાન પોતાનાં અનુભવો વહેંચ્યાં હતાં અને દરેક જણ અમદાવાદ મેટ્રોનાં વિસ્તરણથી ખુશ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા 100 દિવસની અંદર દેશના ઘણા શહેરોમાં મેટ્રોના વિસ્તરણ સાથે સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા છે.
આજે ગુજરાત માટે આ દિવસ વિશેષ હોવાનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, નમો ભારત રેપિડ રેલે અમદાવાદ અને ભુજ વચ્ચે તેની કામગીરી શરૂ કરી દીધી છે. તેમણે ઉમેર્યું હતું કે, નમો ભારત રેપિડ રેલ મધ્યમ વર્ગનાં પરિવારો માટે ખૂબ જ સુવિધાજનક બની રહેશે, જેઓ દરરોજ દેશનાં એક શહેરથી બીજા શહેરની મુસાફરી કરે છે તથા રોજગારી, વ્યવસાય અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને મોટો લાભ થશે. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, આગામી દિવસોમાં નમો ભારત રેપિડ રેલ દેશનાં ઘણાં શહેરોને જોડીને અનેક લોકોને લાભાન્વિત કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ 100 દિવસોમાં વંદે ભારત નેટવર્કનું વિસ્તરણ અભૂતપૂર્વ છે." તેમણે 15થી વધારે નવા વંદે ભારત ટ્રેન માર્ગો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આજે ઝારખંડ અને નાગપુર-સિકંદરાબાદ, કોલ્હાપુર-પૂણે, આગ્રા કેન્ટ-બનારસ, દુર્ગ-વિશાખાપટ્ટનમ, પૂણે-હુબલી વંદે ભારતને લીલી ઝંડી આપવામાં આવી છે. તેમણે દિલ્હી - વારાણસી વંદે ભારત ટ્રેન વિશે પણ વાત કરી હતી, જેમાં હવે 20 કોચ છે. તેમણે માહિતી આપી હતી કે, દેશમાં 125થી વધારે વંદે ભારત ટ્રેનો દરરોજ હજારો લોકોને વધુ સારી મુસાફરી કરવા સક્ષમ બનાવી રહી છે.
ગુજરાતનાં લોકો સમયનું મૂલ્ય સમજે છે એ બાબત પર પ્રકાશ પાડતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હાલનો સમયગાળો ભારતનો સુવર્ણકાળ કે અમૃત કાળ છે. તેમણે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત કરવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમાં ગુજરાતની ખૂબ મોટી ભૂમિકા હતી. શ્રી મોદીએ એ બાબત પર ખુશી વ્યક્ત કરી હતી કે, ગુજરાત અત્યારે ઉત્પાદનનું બહુ મોટું કેન્દ્ર બની રહ્યું છે અને ભારતનાં સૌથી વધુ સારી રીતે જોડાયેલાં રાજ્યોમાંનું એક છે. આશા વ્યક્ત કરતા શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાત ભારતને તેનું પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-295 આપશે. તેમણે સેમીકન્ડક્ટર મિશનમાં ગુજરાતની લીડને અભૂતપૂર્વ ગણાવીને તેની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં પેટ્રોલિયમ, ફોરેન્સિકથી માંડીને વેલનેસ સુધીની અનેક યુનિવર્સિટીઓ છે અને ગુજરાતમાં દરેક આધુનિક વિષયોનો અભ્યાસ કરવાની ઉત્કૃષ્ટ તકો રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, વિદેશી યુનિવર્સિટીઓ અહીં ગુજરાતમાં તેમનાં સંકુલો ખોલી રહી છે. તેમણે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી કે ગુજરાત સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે, જેમાં સંસ્કૃતિથી માંડીને કૃષિનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત હવે વિદેશમાં પાક અને અનાજની નિકાસ કરે છે, જે અંગે કોઈ વિચારી પણ ન શકે અને આ બધું ગુજરાતની જનતાની મક્કમતા અને મહેનતુ સ્વભાવથી શક્ય બન્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક પેઢી એવી થઈ છે, જેણે રાજ્યનાં વિકાસ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી છે અને રાજ્યને નવી ઊંચાઈએ લઈ જવામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લાલ કિલ્લા પરથી ભારતમાં ઉત્પાદિત ઉત્પાદનોની ગુણવત્તા પર તેમણે કરેલા સંબોધનની યાદ અપાવતા પ્રધાનમંત્રીએ લોકોને એવી માનસિકતાથી અલગ થવા અપીલ કરી હતી કે, નિકાસ ન થતી ચીજવસ્તુઓ હલકી ગુણવત્તાની હોય છે. તેમણે ગુજરાત ભારત અને વિદેશમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદિત ઉત્પાદનોના દીવાદાંડી સમાન બને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત જે રીતે નવા સંકલ્પો સાથે કામ કરી રહ્યું છે, તે દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ઘણાં દેશોમાં ઘણાં મોટા મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ભારતને આટલું સન્માન મળતું હોવાથી જોઈ શકાય છે. "દુનિયામાં દરેક વ્યક્તિ ભારત અને ભારતીયોનું ખુલ્લા દિલે સ્વાગત કરે છે. દરેક વ્યક્તિ ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે. વિશ્વના લોકો કટોકટીના સમયે સમાધાન માટે ભારત તરફ જુએ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વની અપેક્ષાઓમાં વધુ વધારો થયો છે, કારણ કે ભારતની જનતાએ સતત ત્રીજી વખત સ્થિર સરકાર બનાવી છે. તેમણે કહ્યું હતું કે, જેમ જેમ કુશળ યુવાનોની માગ વધે છે, તેમ તેમ ખેડૂતો અને યુવાનો વિશ્વાસ વધારવાનાં સીધા લાભાર્થી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વાસમાં વધારો નિકાસમાં વધારો કરે છે અને વિદેશી રોકાણકારો માટે તકો ઉભી કરે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક તરફ દેશનો દરેક નાગરિક પોતાના દેશની તાકાતને પ્રોત્સાહન આપવા સાથે સમગ્ર દુનિયામાં ભારતનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવા ઇચ્છે છે, ત્યારે દેશમાં કેટલાંક લોકો નકારાત્મકતા ધરાવતાં છે અને તેનાથી તદ્દન વિપરીત કામ કરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, આવા લોકો દેશની એકતા પર હુમલો કરી રહ્યા છે. શ્રી મોદીએ સરદાર પટેલે 500થી વધારે રજવાડાંઓને ભેળવીને ભારતને કેવી રીતે એકતાંતણે બાંધ્યું હતું તેની યાદ અપાવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, સત્તાના ભૂખ્યા લોકોનો એક ચોક્કસ વર્ગ ભારતના ટુકડા કરવા માંગે છે. શ્રી મોદીએ ગુજરાતની જનતાને ચેતવણી આપી હતી કે, તેઓ આવા વિભાજનકારી તત્ત્વોથી સાવધ રહે અને આવા લોકોથી સાવચેત રહે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત વિકાસનાં માર્ગે અગ્રેસર છે અને આ પ્રકારની નકારાત્મક શક્તિઓનો હિંમતભેર સામનો કરવા સક્ષમ છે. "ભારત પાસે હવે ગુમાવવાનો સમય નથી. આપણે ભારતમાં ભારતની વિશ્વસનિયતા વધારવી પડશે અને દરેક ભારતીયને ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવું પડશે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમાં પણ ગુજરાત અગ્રણી તરીકે ઉભરી આવશે. અમારા દરેક સંકલ્પને આપણા બધાના પ્રયત્નોથી પૂર્ણ કરવામાં આવશે. શ્રી મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, "અમારા તમામ સંકલ્પો સબ કા પ્રયાસથી પૂર્ણ થશે."
આ પ્રસંગે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
પાર્શ્વ ભાગ
પ્રધાનમંત્રીએ કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું હતું, જેમાં સામખિયાળી– ગાંધીધામ અને ગાંધીધામ– આદિપુર રેલવે લાઇનનાં ચાર ગણું વિસ્તરણ, અમદાવાદમાં એએમસીમાં આઇકોનિક રોડનો વિકાસ અને બાકરોલ, હાથીજણ, રામોલ અને પાંજરપોલ જંક્શન પર ફ્લાયઓવર પુલનું નિર્માણ સામેલ છે.
પ્રધાનમંત્રીએ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન, કચ્છ ખાતે 30 મેગાવોટની સોલાર સિસ્ટમ, 35 મેગાવોટના બીઇએસએસ સોલર પીવી પ્રોજેક્ટ અને મોરબી અને રાજકોટમાં 220 કિલોવોલ્ટ સબસ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ નાણાકીય સેવાઓને સુવ્યવસ્થિત કરવા માટે બનાવવામાં આવેલી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીની સિંગલ વિન્ડો આઇટી સિસ્ટમ (એસડબલ્યુઆઇટીએસ)નો શુભારંભ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ હેઠળ 30,000થી વધારે મકાનોને મંજૂરી આપી હતી અને આ ઘરોનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો હતો. તેમણે પીએમએવાય યોજના હેઠળ મકાનોનાં નિર્માણનો શુભારંભ પણ કરાવ્યો હતો તથા રાજ્યનાં લાભાર્થીઓને પીએમએવાયનાં શહેરી અને ગ્રામીણ એમ બંને વિભાગો હેઠળ પૂર્ણ થયેલાં મકાનો સુપરત કર્યા હતાં.
ઉપરાંત તેમણે અમદાવાદ અને ભૂજ વચ્ચે ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલ તથા નાગપુરથી સિકંદરાબાદ, કોલ્હાપુરથી પૂણે, આગ્રા કેન્ટથી બનારસ, દુર્ગથી વિશાખાપટ્ટનમ, પૂણેથી હુબલી અને વારાણસીથી દિલ્હી સુધીની પ્રથમ 20 કોચની વંદે ભારત ટ્રેન જેવા માર્ગો પર કેટલીક વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.
સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો
गरीब और मिडल क्लास के स्वास्थ्य से जुड़ा बहुत बड़ा फैसला... pic.twitter.com/SKJnu9aeqr
— PMO India (@PMOIndia) September 16, 2024
नमो भारत रैपिड रेल मिडिल क्लास परिवारों को बहुत सुविधा देने वाली है। pic.twitter.com/rUFnko3Tbr
— PMO India (@PMOIndia) September 16, 2024
भारत के लिए ये समय... भारत का golden period है... भारत का अमृतकाल है: PM @narendramodi pic.twitter.com/6oqSPRrMDN
— PMO India (@PMOIndia) September 16, 2024
दुनिया में भारत को कितना मान-सम्मान मिल रहा है: PM @narendramodi pic.twitter.com/OnMXWfuGHW
— PMO India (@PMOIndia) September 16, 2024