તિરુચિરાપલ્લી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે નવા ટર્મિનલ ભવનનું ઉદઘાટન કર્યું
તમિલનાડુમાં રેલવે, માર્ગ, ઓઇલ અને ગેસ તથા શિપિંગ ક્ષેત્રો સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા
કલ્પક્કમના આઈજીસીએઆર ખાતે સ્વદેશી રીતે વિકસિત ડેમોન્સ્ટ્રેશન ફાસ્ટ રિએક્ટર ફ્યુઅલ રિપ્રોસેસિંગ પ્લાન્ટ (ડીએફઆરપી) રાષ્ટ્રને સમર્પિત કર્યો
થિરુ વિજ્યકાંત અને ડૉ. એમ એસ સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
તાજેતરના સમયમાં ભારે વરસાદને કારણે જાનહાની થવા પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ કહ્યું, "નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ અને અન્ય કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ તિરુચિરાપલ્લીમાં શરૂ કરવામાં આવ્યા છે, જે આ ક્ષેત્રના આર્થિક પરિદ્રશ્યને સકારાત્મક અસર કરશે"
"આગામી 25 વર્ષ ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનાં છે, જેમાં આર્થિક અને સાંસ્કૃતિક એમ બંને પાસાંઓ સામેલ છે"
પ્રધાનમંત્રીએ કહ્યું, "ભારતને તમિલનાડુની જીવંત સંસ્કૃતિ અને વારસા પર ગર્વ છે"
"અમારો પ્રયાસ દેશના વિકાસમાં તમિલનાડુથી પ્રાપ્ત સાંસ્કૃતિક પ્રેરણાને સતત વિસ્તૃત કરવાનો છે"
"તમિલનાડુ મેક ઇન ઇન્ડિયા માટે પ્રાઇમ બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યું છે"
"અમારી સરકાર એ મંત્રને અનુસરે છે કે રાજ્યોનો વિકાસ રાષ્ટ્રના વિકાસમાં પ્રતિબિંબિત થાય છે"
પ્રધાનમંત્રીએ કહ્યું, "છેલ્લાં એક વર્ષમાં કેન્દ્ર સરકારનાં 40 કેન્દ્રીય મંત્રીઓએ 400થી વધારે વખત તમિલનાડુની મુલાકાત લીધી છે"
પ્રધાનમંત્રીએ કહ્યું, "હું તમિલનાડુના યુવાનોમાં એક નવી આશાનો ઉદય જોઈ શકું છું, આ આશા વિકસિત ભારતની ઊર્જા બનશે"
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રૂ. 20,000 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ વિકાસ પરિયોજનાઓમાં તમિલનાડુમાં રેલ, માર્ગ, તેલ અને ગેસ તથા શિપિંગ ક્ષેત્રો જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રૂ. 20,000 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ વિકાસ પરિયોજનાઓમાં તમિલનાડુમાં રેલ, માર્ગ, તેલ અને ગેસ તથા શિપિંગ ક્ષેત્રો જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને નવું વર્ષ ફળદાયી અને સમૃદ્ધ બને તેવી શુભેચ્છા પાઠવી હતી તથા વર્ષ 2024માં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ તમિલનાડુમાં યોજાઈ રહ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ તમિલનાડુની પ્રગતિને મજબૂત કરશે, કારણ કે તેમણે રોડવેઝ, રેલવે, પોર્ટ, એરપોર્ટ, ઊર્જા અને પેટ્રોલિયમ પાઇપલાઇન્સનાં ક્ષેત્રોને આવરી લેતી વિવિધ પરિયોજનાઓ માટે રાજ્યનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું કે આમાંની ઘણી યોજનાઓ મુસાફરીને વેગ આપશે અને રાજ્યમાં હજારો રોજગારની તકો પણ ઉભી કરશે.

 

તમિલનાડુ માટે છેલ્લા ત્રણ મુશ્કેલ અઠવાડિયાનો ઉલ્લેખ કરીએ તો જ્યારે ભારે વરસાદને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સંપત્તિનું નોંધપાત્ર નુકસાન પણ થયું હતું. પ્રધાનમંત્રીએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમિલનાડુનાં લોકોની સાથે છે. તેમણે કહ્યું હતું કે, "અમે રાજ્ય સરકારને શક્ય તમામ મદદ પ્રદાન કરી રહ્યાં છીએ."

તાજેતરમાં જ અવસાન પામેલા થિરુ વિજયકાંતને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, "તેઓ માત્ર સિનેમાના ક્ષેત્રમાં જ નહીં પરંતુ રાજકારણમાં પણ 'કેપ્ટન' હતા. તેમણે પોતાના કામ અને ફિલ્મો દ્વારા લોકોના દિલ જીતી લીધા અને દેશહિતને બધાથી ઉપર રાખ્યું." તેમણે ડૉ. એમ. એસ. સ્વામિનાથનનાં યોગદાનને પણ યાદ કર્યું હતું, જેમણે દેશ માટે ખાદ્ય સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ માટે આઝાદી કા અમૃત કાલ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે જ્યારે વિકસીત ભારતની વાત આવે છે, ત્યારે આર્થિક અને સાંસ્કૃતિક એમ બંને પાસાંઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમિલનાડુ ભારતની સમૃદ્ધિ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તમિલનાડુ તમિલની પ્રાચીન ભાષાનું ઘર છે અને તે સાંસ્કૃતિક વારસાનો ખજાનો છે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે ભવ્ય સાહિત્યનું સર્જન કરનારા અન્ય લોકો ઉપરાંત સંત થિરુવલ્લુવર અને સુબ્રમણ્યમ ભારતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તમિલનાડુમાં સી વી રમન અને અન્ય વૈજ્ઞાનિકો જેવા વૈજ્ઞાનિક અને તકનીકી મગજ છે, જેઓ જ્યારે પણ રાજ્યની મુલાકાત લે છે ત્યારે તેમનામાં નવી ઊર્જાનો સંચાર કરે છે.

 

તિરુચિરાપલ્લીના સમૃદ્ધ વારસાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અહીં અમને પલ્લવ, ચોલા, પંડ્યા અને નાયક રાજવંશ જેવા રાજવંશોના સુશાસનના મોડેલના અવશેષો મળે છે. તેમણે કહ્યું હતું કે, તેઓ તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન કોઈપણ પ્રસંગે તમિલ સંસ્કૃતિનો ઉલ્લેખ કરે છે. તેમણે કહ્યું હતું કે, "હું દેશના વિકાસ અને વારસામાં તમિલ સાંસ્કૃતિક પ્રેરણાના પ્રદાનના સતત વિસ્તરણમાં માનું છું." તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, નવી સંસદમાં પવિત્ર સેંગોલની સ્થાપના, કાશી તમિલ અને કાશી સૌરાષ્ટ્ર સંગમમાં થઈ રહી છે, જેનાં પરિણામે સમગ્ર દેશમાં તમિલ સંસ્કૃતિ માટે ઉત્સાહ વધ્યો છે.

પ્રધાનમંત્રીએ છેલ્લાં 10 વર્ષમાં રોડવેઝ, રેલવે, બંદર, એરપોર્ટ, ગરીબો માટેનાં ઘરો અને હોસ્પિટલો જેવા ક્ષેત્રોમાં ભારતનાં જંગી રોકાણ વિશે જાણકારી આપી હતી, કારણ કે તેમણે સરકારનાં ભૌતિક માળખાગત સુવિધા પર ભાર મૂક્યો હતો. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ ગયું છે, જ્યાં તે દુનિયા માટે આશાનું કિરણ બની ગયું છે. સમગ્ર વિશ્વમાંથી ભારતમાં થઈ રહેલા જંગી મૂડી રોકાણોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનો સીધો લાભ તમિલનાડુ અને તેના લોકો લઈ રહ્યા છે, કારણ કે રાજ્ય મેક ઇન ઇન્ડિયા માટે પ્રાઇમ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયું છે.

 

પ્રધાનમંત્રીએ સરકારના અભિગમનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં રાજ્યનો વિકાસ રાષ્ટ્રના વિકાસમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં એક વર્ષમાં કેન્દ્ર સરકારનાં 40થી વધારે કેન્દ્રીય મંત્રીઓએ 400થી વધારે વખત તમિલનાડુની મુલાકાત લીધી છે. "તમિલનાડુની પ્રગતિ સાથે ભારત પ્રગતિ કરશે." તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કનેક્ટિવિટી એ વિકાસનું માધ્યમ છે, જે વેપાર-વાણિજ્યને વેગ આપે છે અને લોકોનાં જીવનને પણ સરળ બનાવે છે. આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ તિરુચિરાપલ્લી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નવા ટર્મિનલ ભવનનો ઉલ્લેખ કર્યો હતો, જે ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરશે અને પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને દુનિયાનાં અન્ય ભાગો માટે કનેક્ટિવિટીને મજબૂત કરશે. તેમણે નોંધ્યું હતું કે, નવા ટર્મિનલ ભવનનું ઉદઘાટન થવાથી રોકાણ, વ્યવસાયો, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પ્રવાસન માટે નવી તકોનું સર્જન થશે. તેમણે એલિવેટેડ રોડ મારફતે રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે એરપોર્ટનાં જોડાણનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, ત્રિચી એરપોર્ટ તેની માળખાગત સુવિધા સાથે દુનિયાને તમિલ સંસ્કૃતિ અને વારસાનો પરિચય આપશે.

પાંચ નવા રેલવે પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ઉદ્યોગ અને વીજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. નવા રોડ પ્રોજેક્ટ્સ શ્રીરંગમ, ચિદમ્બરમ, રામેશ્વરમ અને વેલ્લોર જેવા આસ્થા અને પર્યટનના મહત્વપૂર્ણ કેન્દ્રોને જોડશે.

 

છેલ્લાં 10 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારનાં બંદર-સંચાલિત વિકાસલક્ષી મુદ્દાઓ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ દરિયાકિનારાનાં વિસ્તારો અને માછીમારોનાં જીવનની કાયાપલટ કરવાનાં વિવિધ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મત્સ્યપાલન માટે અલગ મંત્રાલય અને બજેટ, માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ, ઊંડા સમુદ્રમાં માછીમારી માટે બોટના આધુનિકીકરણ માટે સહાય અને પીએમ મત્સ્ય સંપદા યોજનાની યાદી આપી હતી.

સાગરમાલા યોજનાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, દેશમાં બંદરોને વધુ સારા માર્ગો સાથે જોડવામાં આવી રહ્યાં છે. તેમણે માહિતી આપી હતી કે, બંદરની ક્ષમતા અને જહાજોની ટર્ન-અરાઉન્ડ ટાઇમમાં નોંધપાત્ર સુધારો થયો છે, તેમણે કામરાજર પોર્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેની ક્ષમતા બમણી કરવામાં આવી છે. તેમણે કામરાજર બંદરનાં જનરલ કાર્ગો બર્થ-2નાં ઉદઘાટનનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે તમિલનાડુની આયાત અને નિકાસને મજબૂત કરશે, ખાસ કરીને ઓટોમોબાઇલ ક્ષેત્ર. તેમણે પરમાણુ રિએક્ટર અને ગેસ પાઇપલાઇન્સ પર પણ વાત કરી જે રોજગારની તકોને જન્મ આપશે.

પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા તમિલનાડુ પર થયેલા વિક્રમી ખર્ચની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014 અગાઉનાં દાયકામાં રાજ્યોને 30 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતાં, જ્યારે છેલ્લાં 10 વર્ષમાં રાજ્યોને 120 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. તમિલનાડુને પણ 2014 પહેલાના 10 વર્ષની તુલનામાં આ સમયગાળામાં 2.5 ગણા વધુ પૈસા મળ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ માટે રાજ્યમાં ત્રણ ગણાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો અને રાજ્યમાં રેલવે ક્ષેત્રે 2.5 ગણા વધુ નાણાં ખર્ચવામાં આવ્યા હતા, એમ તેમણે માહિતી આપી હતી. રાજ્યના લાખો પરિવારોને મફત રાશન, તબીબી સારવાર અને પાકા મકાનો, શૌચાલય અને પાઇપ દ્વારા પાણી જેવી સુવિધાઓ મળી રહી છે.

 

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનાં લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે સબ કા પ્રયાસ કે દરેકનાં પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે તમિલનાડુના યુવાનો અને લોકોની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું તમિલનાડુના યુવાનોમાં એક નવી આશાનો ઉદય જોઈ શકું છું. આ આશા વિકસિત ભારતની ઊર્જા બની જશે."

આ પ્રસંગે તમિલનાડુનાં રાજ્યપાલ શ્રી આર એન રવિ, તમિલનાડુનાં મુખ્યમંત્રી શ્રી એમ કે સ્ટાલિન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી શ્રી એલ મુરુગન પણ ઉપસ્થિત હતાં.

પાશ્વ ભાગ

તિરુચિરાપલ્લીમાં જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ તિરુચિરાપલ્લી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નવા ટર્મિનલ ભવનનું ઉદઘાટન કર્યું હતું. 1100 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ બે સ્તરીય નવી આંતરરાષ્ટ્રીય ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક 44 લાખથી વધુ મુસાફરો અને પીક અવર્સ દરમિયાન આશરે 3500 મુસાફરોને સેવા પૂરી પાડી શકે છે. નવા ટર્મિનલમાં મુસાફરોની સુવિધા માટે અત્યાધુનિક સુવિધાઓ અને સુવિધાઓ આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ અનેક રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમાં 41.4 કિલોમીટર સેલમ-મેગ્નેશિયમ જંક્શન-ઓમાલુર-મેટ્ટુર ડેમ સેક્શનને બમણું કરવાનો પ્રોજેક્ટ સામેલ છે. મદુરાઈથી તુતીકોરિન વચ્ચે 160 કિલોમીટરનાં રેલવે લાઇન સેક્શનને ડબલ કરવા માટેનો પ્રોજેક્ટ અને રેલવે લાઇનનાં ઇલેક્ટ્રિફિકેશન માટેનાં ત્રણ પ્રોજેક્ટ તિરુચિરાપલ્લી-મનમાદુરાઇ-વિરુધુનગર; વિરુધુનગર–તેનકાસી જંકશન; સેનગોટાઈ-તેનકાસી જંક્શન-તિરુનેલવેલી-તિરુચેંદુર. આ રેલ પ્રોજેક્ટ્સ નૂર અને મુસાફરોનું વહન કરવાની રેલ ક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરશે તથા તમિલનાડુમાં આર્થિક વિકાસ અને રોજગાર નિર્માણમાં યોગદાન આપશે.

પ્રધાનમંત્રીએ માર્ગ ક્ષેત્રની પાંચ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ્સમાં એનએચ-81ના ત્રિચી-કલ્લાગામ સેક્શન માટે 39 કિલોમીટરનો ફોર-લેન રોડ સામેલ છે. રાષ્ટ્રીય રાજમાર્ગ – 81નો 60 કિલોમીટર લાંબો 4/2-લેનનો કલ્લાગામ – મીનસુરુટ્ટી વિભાગ; રાષ્ટ્રીય રાજમાર્ગ – 785ના ચેટ્ટીકુલમ-નાથમ સેક્શનનો 29 કિલોમીટરનો ફોર-લેન રોડ; રાષ્ટ્રીય રાજમાર્ગ – 536નાં કરાઇકુડી – રામનાથપુરમ વિભાગનાં પાકા ખભા સાથે 80 કિલોમીટરની લાંબી બે લેન; અને રાષ્ટ્રીય રાજમાર્ગ – 179એ સાલેમ- તિરુપતિ-વાણિયામ્બાડી રોડનો 44 કિલોમીટરનો લાંબો ફોર લેનિંગ. આ રોડ પ્રોજેક્ટ્સથી આ વિસ્તારનાં લોકોનાં સલામત અને ઝડપી પ્રવાસની સુવિધા મળશે તથા ત્રિચી, શ્રીરંગમ, ચિદમ્બરમ, રામેશ્વરમ, ધનુષકોડી, ઉત્થરકોસમાંગાઇ, દેવીપટ્ટિનમ, એરવાડી, મદુરાઈ વગેરે ઔદ્યોગિક અને વાણિજ્યિક કેન્દ્રોની કનેક્ટિવિટીમાં સુધારો થશે.

 

પ્રધાનમંત્રીએ કાર્યક્રમ દરમિયાન મહત્વપૂર્ણ માર્ગ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમાં એનએચ 332એના મુગૈયુરથી મરક્કનમ સુધીના 31 કિલોમીટર લાંબા ચાર માર્ગીય રોડનું નિર્માણ સામેલ છે. આ માર્ગ તમિલનાડુનાં પૂર્વ કિનારાનાં બંદરોને જોડશે, વિશ્વ ધરોહર સ્થળ મમલ્લાપુરમ સાથે માર્ગ જોડાણ વધારશે અને કલ્પક્કમ પરમાણુ ઊર્જા પ્લાન્ટને વધારે સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ કામરાજર બંદરનાં જનરલ કાર્ગો બર્થ-II (ઓટોમોબાઇલ નિકાસ/આયાત ટર્મિનલ-2 અને કેપિટલ ડ્રેજિંગનો પાંચમો તબક્કો) દેશને સમર્પિત કર્યો હતો. જનરલ કાર્ગો બર્થ-2નું ઉદઘાટન દેશના વેપારને મજબૂત કરવાની દિશામાં એક પગલું હશે, જે આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ આપવા માટે મદદ કરશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સમર્પિત પણ કર્યું હતું અને રૂ. 9,000 કરોડથી વધુની કિંમતની મહત્ત્વપૂર્ણ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલા બે પ્રોજેક્ટ્સમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ)ની આઇપી101 (ચેંગલપેટ)થી આઇપી 105 (સયાલકુડી) સુધીની 488 કિલોમીટર લાંબી નેચરલ ગેસ પાઇપલાઇન અને એન્નોર-થિરુવલ્લુર-બેંગલુરુ-પુડ્ડુચેરી- નાગાપટ્ટિનમ- મદુરાઇ- તુતીકોરિન પાઇપલાઇન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ની 697 કિલોમીટર લાંબી વિજયવાડા-ધર્મપુરી મલ્ટિપ્રોડક્ટ (પીઓએલ) પેટ્રોલિયમ પાઇપલાઇન (વીડીપીએલ)નો સમાવેશ થાય છે.

 

ઉપરાંત જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તેમાં ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (ગેઇલ) દ્વારા કોચી-કુટ્ટનાડ-બેંગ્લોર-મેંગ્લોર ગેસ પાઇપલાઇન II (કેકેબીએમપીએલ II)ના કૃષ્ણાગિરીથી કોઇમ્બતુર સેક્શન સુધી 323 કિલોમીટર લાંબી કુદરતી ગેસ પાઇપલાઇન વિકસાવવાની કામગીરી સામેલ છે. અને ચેન્નાઈનાં વલ્લુરમાં પ્રસ્તાવિત ગ્રાસ રુટ ટર્મિનલ માટે કોમન કોરિડોરમાં પીઓએલ પાઇપલાઇન પાથરવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રની આ યોજનાઓ આ વિસ્તારમાં ઊર્જાની ઔદ્યોગિક, સ્થાનિક અને વાણિજ્યિક જરૂરિયાતો પૂર્ણ કરવાની દિશામાં એક પગલું હશે. તેનાથી આ વિસ્તારમાં રોજગારીનું સર્જન પણ થશે અને રોજગારીનું સર્જન કરવામાં પણ પ્રદાન થશે.

પ્રધાનમંત્રીએ કલ્પક્કમમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (આઇજીસીએઆર) ખાતે ડેમોન્સ્ટ્રેશન ફાસ્ટ રિએક્ટર ફ્યુઅલ રિપ્રોસેસિંગ પ્લાન્ટ (ડીએફઆરપી) પણ દેશને સમર્પિત કર્યો હતો. રૂ. 400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ડીએફઆરપી એક અનોખી ડિઝાઇનથી સજ્જ છે, જે વિશ્વમાં આ પ્રકારની એકમાત્ર ડિઝાઇન છે અને ઝડપી રિએક્ટર્સમાંથી છોડવામાં આવતા કાર્બાઇડ અને ઓક્સાઇડ બંને ઇંધણની પુનઃપ્રક્રિયા કરવા સક્ષમ છે. તે સંપૂર્ણપણે ભારતીય વિજ્ઞાનીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તે મોટા કોમર્શિયલ-સ્કેલ ફાસ્ટ રિએક્ટર ફ્યુઅલ રિપ્રોસેસિંગ પ્લાન્ટ્સના નિર્માણ તરફના નિર્ણાયક પગલાંને સૂચવે છે.

અન્ય પ્રોજેક્ટ્સની સાથે પ્રધાનમંત્રીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (એનઆઇટી) – તિરુચિરાપલ્લીની 500 પથારીધરાવતી બોય્ઝ હોસ્ટેલ 'એમિથિસ્ટ'નું ઉદઘાટન કર્યું હતું.

 

 

 

 

 

 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Income inequality declining with support from Govt initiatives: Report

Media Coverage

Income inequality declining with support from Govt initiatives: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chairman and CEO of Microsoft, Satya Nadella meets Prime Minister, Shri Narendra Modi
January 06, 2025

Chairman and CEO of Microsoft, Satya Nadella met with Prime Minister, Shri Narendra Modi in New Delhi.

Shri Modi expressed his happiness to know about Microsoft's ambitious expansion and investment plans in India. Both have discussed various aspects of tech, innovation and AI in the meeting.

Responding to the X post of Satya Nadella about the meeting, Shri Modi said;

“It was indeed a delight to meet you, @satyanadella! Glad to know about Microsoft's ambitious expansion and investment plans in India. It was also wonderful discussing various aspects of tech, innovation and AI in our meeting.”