વી.ઓ.ચિદંબરનાર બંદરમાં આઉટર હાર્બર કંટેનર ટર્મિનલ ની શિલાંકન કર્યો
10 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 75 લાઇટહાઉસ પર પર્યાટન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું
ભારતની પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સેલ ઇનલેન્ડ વોટરવે વેસલ લોન્ચ કર્યો
વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટ્સ નું લોકાર્પણ કર્યું
“તુતુકુડી તમિળનાડુ માં પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યો છે”
“આજે, દેશ 'સંપૂર્ણ સરકાર'ની પરિસરની સાથે કામ કરી રહ્યું છે”
“સંપર્ક સુધારવાના પ્રયાસોથી જનતાનું સહજ જીવન વધુ સહજ બનાવવામાં આવ્યું છે”
“સમુદ્રી ખેત્રમાં વિકાસ તમિળનાડુ જેવા રાજ્યની અર્થશાસ્ત્રીય વિકાસને આદર્શીત કરે છે”
“એકસમયે 75 સ્થળોમાં વિકાસ, આ નવું ભારત છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુનાં થુથુકુડીમાં રૂ. 17,300 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરગાહ પર આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ હરિત નૌકા પહેલ હેઠળ ભારતનાં પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે જહાજનો પણ શુભારંભ કરાવ્યો હતો. તેમણે 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 દિવાદાંડીઓમાં પર્યટક સુવિધાઓ સમર્પિત કરી હતી. તેમણે વાંચી મનિયાચ્ચી-નાગરકોઇલ રેલવે લાઇનને બમણી કરવા માટેનાં રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતાં, જેમાં વાંચી મનિયાચ્ચી-તિરુનેલવેલી સેક્શન અને મેલાપ્પાલયમ-અરલવામાઇમોલી સેક્શન સામેલ છે. પ્રધાનમંત્રીએ તામિલનાડુમાં આશરે રૂ. 4,586 કરોડનાં કુલ ખર્ચ સાથે વિકસાવવામાં આવેલી ચાર માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.

 

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તામિલનાડુ થુથુકુડીમાં પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યું છે, કારણ કે વિકસિત ભારતનાં રોડ મેપ માટે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આજની વિકાસ યોજનાઓમાં કોઈ પણ એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં જુસ્સાનાં સાક્ષી બની શકે છે. આ પ્રોજેક્ટ્સ ભલે થુથુકુડીમાં હોય, પણ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનાથી સમગ્ર ભારતમાં અનેક સ્થળોએ વિકાસને વેગ મળશે.

પ્રધાનમંત્રીએ વિકસીત ભારતની યાત્રા અને તેમાં તામિલનાડુની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે 2 વર્ષ અગાઉની તેમની મુલાકાતને યાદ કરી હતી, જ્યારે તેમણે ચિદમ્બરનાર બંદરની ક્ષમતા વધારવા માટે ઘણાં પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી હતી અને તેને શિપિંગનું મુખ્ય કેન્દ્ર બનાવવાનાં પોતાનાં વચનને પણ યાદ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ ખાતરી આજે પૂર્ણ થઈ રહી છે." વીઓ ચિદમ્બરનાર બંદરગાહ ખાતે આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલના શિલારોપણ અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ પ્રોજેક્ટમાં રૂ. 7,000 કરોડનું રોકાણ થશે. આજે 900 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 13 બંદરો પર 2500 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટથી તામિલનાડુને લાભ થશે અને રાજ્યમાં રોજગારીની તકોનું સર્જન થશે.

 

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, આજની વિકાસલક્ષી પરિયોજનાઓને વર્તમાન સરકાર લાવી રહી છે, જે લોકોની માગણીઓ છે અને અગાઉની સરકારોએ ક્યારેય તેના તરફ ધ્યાન આપ્યું નહોતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું તામિલનાડુની સેવા કરવા અને તેનું ભાવિ બદલવા આવ્યો છું."

હરિત નૌકા પહેલ હેઠળ ભારતના પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે જહાજ વિશે વાત કરતા પીએમ મોદીએ તેને કાશી માટે તામિલનાડુના લોકોની ભેટ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, તેમણે કાશી તામિલ સંગમમાં તામિલનાડુનાં લોકોનાં ઉત્સાહ અને સ્નેહનાં સાક્ષી બન્યાં હતાં. પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરને દેશનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ બંદર બનાવવાનાં ઉદ્દેશ સાથે અન્ય વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇડ્રોજન ઉત્પાદન અને બંકરિંગ સુવિધાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, "આજે દુનિયા જે વિકલ્પો શોધી રહી છે, તેના સંબંધમાં તામિલનાડુ લાંબી મજલ કાપશે."

પ્રધાનમંત્રીએ આજની રેલવે અને માર્ગ વિકાસલક્ષી પરિયોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો તથા કહ્યું હતું કે, ઇલેક્ટ્રિફિકેશન અને રેલવે લાઇનને બમણી કરવાથી દક્ષિણ તામિલનાડુ અને કેરળ વચ્ચે જોડાણમાં વધારો થશે, ત્યારે તિરુનેલવેલી અને નાગરકોઇલ સેક્ટરની ગીચતામાં પણ ઘટાડો થશે. તેમણે તામિલનાડુમાં અત્યારે રૂ. 4,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રોડવેઝનાં આધુનિકીકરણ માટેનાં ચાર મુખ્ય પ્રોજેક્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી કનેક્ટિવિટીને પ્રોત્સાહન મળશે, પ્રવાસનાં સમયમાં ઘટાડો થશે તથા રાજ્યમાં વેપાર અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે.

 

નવા ભારતનાં સંપૂર્ણ સરકારી અભિગમનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તામિલનાડુમાં માર્ગમાર્ગો, રાજમાર્ગો અને જળમાર્ગોનાં વિભાગો શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ તકોનું સર્જન કરવા કામ કરી રહ્યાં છે. આથી રેલવે, રોડ અને મેરીટાઈમ પ્રોજેકટ મળીને શરૂ કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મલ્ટિ-મોડલ અભિગમથી રાજ્યનાં વિકાસને નવી ગતિ મળશે.

પ્રધાનમંત્રીએ 'મન કી બાત'નાં એક એપિસોડ દરમિયાન દેશનાં પ્રધાનમંત્રી દિવાદાંડીઓને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવાનાં પોતાનાં સૂચનોને યાદ કર્યા હતાં અને 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં 75 દિવાદાંડીઓમાં પ્રવાસન સુવિધાઓ સમર્પિત કરવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, "એક સાથે 75 સ્થળોએ વિકાસ, આ નવું ભારત છે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ 75 સ્થળો આગામી સમયમાં વિશાળ પર્યટન કેન્દ્રો બનશે.

કેન્દ્ર સરકારની પહેલોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 10 વર્ષમાં તામિલનાડુમાં 1300 કિલોમીટરની લંબાઈ ધરાવતાં રેલવે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યાં છે. 2000 કિલોમીટરની રેલવે વીજળીકરણની કામગીરી, ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ અને અનેક રેલવે સ્ટેશનોનું અપગ્રેડેશન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 5 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે, જે વિશ્વસ્તરીય પ્રવાસનો અનુભવ પ્રદાન કરે છે. ભારત સરકાર તામિલનાડુના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, "કનેક્ટિવિટી સુધારવા માટે કેન્દ્ર સરકારનાં પ્રયાસોથી જીવનની સરળતામાં વધારો થઈ રહ્યો છે."

 

પ્રધાનમંત્રીએ દાયકાઓથી ભારતનાં જળમાર્ગો અને દરિયાઈ ક્ષેત્ર સાથેની મોટી અપેક્ષાઓ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ ક્ષેત્રો આજે વિકસિત ભારતનો પાયો બની રહ્યાં છે અને સંપૂર્ણ દક્ષિણ ભારતની સાથે તામિલનાડુ પણ આનો સૌથી મોટો લાભ લે છે. પ્રધાનમંત્રીએ તામિલનાડુમાં ત્રણ મુખ્ય બંદરો અને 12થી વધારે નાનાં બંદરો પર પ્રકાશ પાડ્યો હતો તથા દક્ષિણનાં તમામ રાજ્યો માટે સંભવિતતાઓ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દરિયાઈ ક્ષેત્રનો વિકાસ એટલે તામિલનાડુ જેવા રાજ્યનો વિકાસ." પ્રધાનમંત્રીએ છેલ્લાં દાયકામાં વીઓ ચિદમ્બરનાર બંદર પર ટ્રાફિકમાં 35 ટકાની વૃદ્ધિ વિશે જાણકારી આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે ગયા વર્ષે બંદરે 38 મિલિયન ટનનું સંચાલન કર્યું હતું, જેમાં વાર્ષિક 11 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. પીએમ મોદીએ સાગરમાલા જેવા પ્રોજેક્ટ્સની ભૂમિકાને શ્રેય આપતા ઉમેર્યું હતું કે, "દેશના અન્ય મોટા બંદરોમાં પણ આવા જ પરિણામો જોવા મળી શકે છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત જળમાર્ગો અને દરિયાઈ ક્ષેત્રોમાં નવા વિક્રમોનું સર્જન કરી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ વધીને 38મો થયો છે અને બંદર ક્ષમતા એક દાયકામાં બમણી થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય જળમાર્ગોમાં આઠ ગણો વધારો થયો છે અને ક્રુઝના મુસાફરોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે જ્યારે નાવિકો બમણા થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રગતિથી તામિલનાડુ અને આપણાં યુવાનોને લાભ થશે. "મને ખાતરી છે કે તામિલનાડુ વિકાસના પથ પર આગળ વધશે અને હું તમને ખાતરી આપું છું કે જ્યારે રાષ્ટ્ર અમને ત્રીજી વખત સેવા કરવાની તક આપશે ત્યારે હું નવા ઉત્સાહ સાથે તમારી સેવા કરીશ."

 

પોતાની હાલની મુલાકાત દરમિયાન તામિલનાડુનાં વિવિધ વિસ્તારોનાં લોકોનાં પ્રેમ, સ્નેહ, ઉત્સાહ અને આશીર્વાદ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ સરકારની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ રાજ્યનાં વિકાસ સાથે લોકોનાં દરેક પ્રેમની બરોબરી કરશે.

અંતમાં પ્રધાનમંત્રીએ દરેકને તેમની ફોનની લાઈટ્સ ચાલુ કરવા જણાવ્યું હતું અને તામિલનાડુ અને ભારત સરકાર વિકાસનો તહેવાર ઉજવી રહી છે તે દર્શાવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે તામિલનાડુનાં રાજ્યપાલ શ્રી આર એન રવિ, બંદરો, જહાજ અને જળમાર્ગોનાં કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી ડૉ. એલ મુરુગન ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વ ભાગ

પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરગાહ પર આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. આ કન્ટેનર ટર્મિનલ વી.ઓ.ચિદમ્બરનાર બંદરને પૂર્વ કિનારા માટે ટ્રાન્સશિપમેન્ટ હબમાં પરિવર્તિત કરવાની દિશામાં એક પગલું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતનાં લાંબા દરિયાકિનારાનો લાભ લેવાનો અને અનુકૂળ ભૌગોલિક સ્થાન મેળવવાનો તથા વૈશ્વિક વેપારી ક્ષેત્રમાં ભારતની સ્પર્ધાત્મકતાને મજબૂત કરવાનો છે. મુખ્ય માળખાગત પ્રોજેક્ટથી આ વિસ્તારમાં રોજગારીનું સર્જન અને આર્થિક વિકાસ પણ થશે. પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરને દેશનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ બંદર બનાવવાનાં ઉદ્દેશ સાથે અન્ય વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇડ્રોજન ઉત્પાદન, બંકરિંગ સુવિધા વગેરેનો સમાવેશ થાય છે.

 

પ્રધાનમંત્રીએ હરિત નૌકા પહેલ હેઠળ ભારતનાં પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે જહાજનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ જહાજનું ઉત્પાદન કોચીન શિપયાર્ડ દ્વારા કરવામાં આવે છે અને તે સ્વચ્છ ઊર્જા ઉકેલોને અપનાવવા અને રાષ્ટ્રની નેટ-ઝીરો પ્રતિબદ્ધતાઓ સાથે જોડાણ કરવા માટેના એક અગ્રણી પગલા પર ભાર મૂકે છે. પ્રધાનમંત્રીએ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 દિવાદાંડીઓમાં પ્રવાસી સુવિધાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ વાંચી મનિયાચ્ચી-નાગરકોઈલ રેલ લાઈનના ડબલિંગ માટે વનચી મનિયાચ્ચી-તિરુનેલવેલી સેક્શન અને મેલાપ્પાલયમ-અરાલવાયમોલી સેક્શન સહિતની રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આશરે રૂ. 1,477 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ડબલિંગ પ્રોજેક્ટથી કન્યાકુમારી, નાગરકોઇલ અને તિરુનેલવેલીથી ચેન્નાઈ તરફ જતી ટ્રેનો માટે મુસાફરીનો સમય ઘટાડવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ તામિલનાડુમાં આશરે રૂ. 4,586 કરોડનાં કુલ ખર્ચ સાથે વિકસાવવામાં આવેલી ચાર માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય રાજમાર્ગ – 844નાં જિત્તાનહલ્લી-ધર્મપુરી વિભાગને ચાર માર્ગીય બનાવવા, રાષ્ટ્રીય રાજમાર્ગ–81નાં મીનસુરુટ્ટી-ચિદમ્બરમ વિભાગનાં પાકા ખભા સાથે દ્વિમાર્ગીયકરણ, રાષ્ટ્રીય રાજમાર્ગ-83નાં ઓડનચત્રમ-મદાથુકુલમ વિભાગને ચાર માર્ગીય બનાવવા તથા રાષ્ટ્રીય રાજમાર્ગ – 83નાં નાગાપટ્ટિનમ-તંજાવુર વિભાગનાં પાકા ખભા સાથે દ્વિમાર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો, પ્રવાસનો સમય ઘટાડવાનો, સામાજિક-આર્થિક વૃદ્ધિ વધારવાનો અને પ્રદેશમાં યાત્રાધામોની મુલાકાતને સુલભ બનાવવાનો છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
‘Make in India’ is working, says DP World Chairman

Media Coverage

‘Make in India’ is working, says DP World Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”