Quote“સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0નું લક્ષ્ય શહેરોને સંપૂર્ણ કચરામુક્ત કરવાનું છે”
Quote“મિશન અમૃતના આગામી તબક્કામાં દેશનું લક્ષ્ય 'સ્યૂએજ અને સેપ્ટિક વ્યવસ્થાપનમાં સુધારો, આપણા શહેરોને જળ-સલામત શહેરો બનાવવા અને આપણી નદીઓમાં ક્યાંય પણ સ્યૂએજ ડ્રેઇન ના હોય તે સુનિશ્ચિત કરવાનું' રહેશે”
Quote“સ્વચ્છ ભારત અભિયાન અને અમૃત મિશનની સફરમાં દેશનું એક મિશન છે, એક આદર છે, એક સન્માન છે, એક મહત્વાકાંક્ષા છે અને પોતાની માતૃભૂમિ પ્રત્યે અજોડ પ્રેમ પણ છે”
Quote“બાબાસાહેબ આંબેડકર શહેરી વિકાસને અસમાનતા દૂર કરવાનું એક મોટું માધ્યમ માનતા હતા... સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો બાબાસાહેબના સપનાંને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે”
Quote“સફાઇ એ દરેક વ્યક્તિ, દરેક દિવસ, દરેક પખવાડિયા, દરેક વર્ષ, પેઢી દર પેઢી માટે એક મોટું અભિયાન છે. સફાઇ એક જીવનશૈલી છે, સફાઇ એ જીવનનો મંત્ર છે”
Quote“2014માં, માત્ર 20 ટકા કરતાં ઓછા કચરાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. આજે આપણે લગભગ 70 ટકા દૈનિક કચરાની પ્રક્રિયા કરી રહ્યાં છીએ. હવે, આપણે તેને 100% સુધી લઇ જવાનું છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં, સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (અમૃત 2.0)નો આરંભ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રી પ્રહલાદસિંહ પટેલ, શ્રી કૌશલ કિશોર, શ્રી વિશ્વેશ્વર તુડુ, રાજ્યોના મંત્રીઓ, મેયરો અને સ્થાનિક શહેરી સંગઠનોના ચેરપર્સનો અને મ્યુનિસિપલ કમિશનરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2014માં દેશવાસીઓએ ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) કરવાનો સંકલ્પ લીધો હતો અને તેમણે 10 કરોડ કરતાં વધારે શૌચાલયોનું નિર્માણ કરી કરીને આ સંકલ્પ પૂરો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, હવે 'સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0'નું લક્ષ્ય શહેરોને સંપૂર્ણપણે કચરામુક્ત કરવાનું છે. પ્રધાનમંત્રીએ મિશન અમૃતના આગામી તબક્કામાં 'મિશન અમૃતના આગામી તબક્કામાં દેશનું લક્ષ્ય 'સ્યૂએજ અને સેપ્ટિક વ્યવસ્થાપનમાં સુધારો, આપણા શહેરોને જળ-સલામત શહેરો બનાવવા અને આપણી નદીઓમાં ક્યાંય પણ સ્યૂએજ ડ્રેઇન ના હોય તે સુનિશ્ચિત કરવાનું' દેશનું લક્ષ્ય નિર્ધારિત કરવાનો અવકાશ છે તેવું રેખાંકિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ શહેરી પુનરુદ્ધાર અને સફાઇ મામલે આવેલા પરિવર્તનની સફળતા મહાત્મા ગાંધીને સમર્પિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મિશનો મહાત્મા ગાંધીની પ્રેરણાનું જ પરિણામ છે અને ફક્ત તેમની વિચારધારા દ્વારા તેને સાર્થક કરવામાં આવી રહ્યાં છે. તેમણે શૌચાલયોના નિર્માણના કારણે માતાઓ અને દીકરીઓના જીવનમાં આવેલી સરળતા પર પ્રકાશ પાડ્યો હતો.

રાષ્ટ્રના જુસ્સાને સલામ કરતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સ્વચ્છ ભારત અભિયાન અને અમૃત મિશને અત્યાર સુધીમાં પ્રત્યેક દેશવાસીને ગૌરવ અપાવ્યું છે. તેમણે પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરતા કહ્યું હતું કે, ”આમાં, દેશનું એક મિશન છે, એક આદર છે, એક સન્માન છે અને એક મહત્વાકાંક્ષા છે અને માતૃભૂમિ પ્રત્યે અજોડ પ્રેમ છે.”

|

આજનો કાર્યક્રમ આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં યોજાઇ રહ્યો હોવાની નોંધ લઇને પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, બાબાસાહેબ શહેરી વિકાસને અસમાનતા દૂર કરવા માટેનું ખૂબ જ મોટું માધ્યમ માનતા હતા. ગામડાંઓમાંથી સંખ્યાબંધ લોકો બહેતર જીવનની મહત્વાકાંક્ષા સાથે શહેરોમાં આવે છે. તેમણે કહ્યું હતું કે, તેઓ રોજગારી મેળવે છે પરંતુ તેમનું જીવનધોરણ ગામડાંઓમાં તેમના જીવન કરતાં પણ વધારે મુશ્કેલ સ્થિતિમાં રહે છે. આ પરિસ્થિતિ એક તો ઘરથી દૂર રહેવાનું અને તે પાછી આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રહેવાનું એ બેવડા સંકટ સમાન છે. તેમણે કહ્યું કે, આ અસમાનતાને દૂર કરીને આ પરિસ્થિતિનું પરિવર્તન કરવા પર બાબાસાહેબે વિશેષ આગ્રહ રાખ્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગળનો તબક્કો બાબાસાહેબના સપના પૂરા કરવાની દિશામાં મહત્વનું પગલું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન માટે સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસની સાથે સાથે, સબ કા પ્રયાસ મહત્વપૂર્ણ છે. વધુમાં, સ્વચ્છતા સંદર્ભે લોકભાગીદારીના સ્તર પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે વર્તમાન પેઢીએ સ્વચ્છતા અભિયાનને મજબૂત કરવા માટે પહેલ કરી છે. ટોફીના રેપર્સ હવે ગમે ત્યાં જમીન પર ફેંકવામાં આવતા નથી પરંતુ બાળકો તેને ખિસ્સામાં નાંખે છે. નાના બાળકો હવે વડીલોને ગંદવાડ ટાળવાનું કહે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે સફાઇ એ માત્ર એક દિવસ, પખવાડિયા, એક વર્ષ અથવા માત્ર અમુક લોકો માટેનું કાર્ય નથી. સફાઇ એ દરેક વ્યક્તિ, દરેક દિવસ, દરેક પખવાડિયા, દરેક વર્ષ, પેઢી દર પેઢી માટે એક મોટું અભિયાન છે. સફાઇ એક જીવનશૈલી છે, સફાઇ એ જીવનનો મંત્ર છે." પ્રધાનમંત્રીએ એ દિવસોને યાદ કર્યા હતા જ્યારે તેમણે ગુજરાત મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પર્યટનની સંભાવના વધારવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. તે સમયે તેમણે નિર્મલ ગુજરાત કાર્યક્રમ દ્વારા સ્વચ્છતાને એક જન આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું.

|

સ્વચ્છતા અભિયાનને આગામી સ્તર સુધી લઈ જવા માટે હાથ ધરવામાં આવેલા પગલાઓ ગણાવતા પ્રધાનમંત્રીએ નોંધ્યું કે, આજે ભારત દરરોજ લગભગ એક લાખ ટન કચરાની પ્રક્રિયા કરી રહ્યું છે. તેમણે ટિપ્પણી કરી, 'દેશે 2014માં જ્યારે આ અભિયાનની શરૂઆત કરી ત્યારે દેશમાં દરરોજ 20 ટકા કરતાં પણ ઓછા કચરાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. આજે આપણે દૈનિક કચરાના 70 ટકા પર પ્રક્રિયા કરી રહ્યા છીએ. હવે આપણે તેને 100% સુધી લઈ જવું પડશે. પ્રધાનમંત્રીએ શહેરી વિકાસ મંત્રાલય માટે ફાળવણીમાં કરવામાં આવેલા વિસ્તરણ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, 2014 પહેલાંના 7 વર્ષમાં, આ મંત્રાલયને આશરે 1.25 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા જ્યારે 2014થી અત્યાર સુધીમાં 7 વર્ષમાં આ મંત્રાલય માટે લગભગ 4 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

દેશમાં શહેરોના વિકાસમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ એકધારો વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય ઓટોમોબાઇલ સ્ક્રેપેજ નીતિનો ઉલ્લેખ કર્યો હતો અને ટાંક્યું હતું કે, આ નવી સ્ક્રેપિંગ નીતિ કચરાથી સમૃદ્ધિ (વેસ્ટ ટુ વેલ્થ)ના અભિયાનને અને ચક્રિય અર્થતંત્રને વધારે મજબૂત બનાવે છે.

પ્રધાનમંત્રીએ શહેરી વિકાસને લગતા કોઇપણ કાર્યક્રમમાં શેરી પર માલસામનના વિક્રેતાઓ અને ફેરિયાઓને સૌથી મહત્વપૂર્ણ હિસ્સેદારો તરીકે ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ પુનરુચ્ચાર કર્યો હતો કે, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આવા લોકો માટે આશાના એક નવા કિરણ તરીકે આવી છે. 46 લાખ કરતાં વધારે શેરીઓના વિક્રેતાઓએ સ્વનિધિ યોજના હેઠળ લાભ મેળવ્યો છે અને 25 લાખ લોકોએ રૂપિયા 2.5 હજાર કરોડ મેળવ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ફેરિયાઓ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપી રહ્યાં છે અને તેમની લોનની ભરપાઇ કરીને ખૂબ જ સારો રેકોર્ડ જાળવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યો આ યોજનાનો અમલ કરવામાં આગેવાની લઇ રહ્યા હોવા અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • krishangopal sharma Bjp January 26, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 26, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 26, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 26, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 26, 2025

    नमो नमो 🙏 जय भाजपा🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp December 09, 2023

    नमो नमो नमो नमो नमो नमो नमो नमो
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad August 12, 2022

    🇮🇳🌴🇮🇳🌴🌴🌴🌴
  • Laxman singh Rana June 21, 2022

    नमो नमो 🇮🇳🌷
  • Laxman singh Rana June 21, 2022

    नमो नमो 🇮🇳
  • शिवकुमार गुप्ता February 01, 2022

    नमो नमो🙏
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption

Media Coverage

In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ફેબ્રુઆરી 2025
February 24, 2025

6 Years of PM Kisan Empowering Annadatas for Success

Citizens Appreciate PM Modi’s Effort to Ensure Viksit Bharat Driven by Technology, Innovation and Research