પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતીય રિઝર્વ બેન્કની બે નવીનતાસભર ગ્રાહકલક્ષી યોજનાઓ – રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેન્ક – ઇન્ટિગ્રેટેડ ઓમ્બ્ડ્સમેન સ્કીમનો પ્રારંભ કર્યો છે. આ અવસરે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શ્રી શક્તિકાંત દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અવસરે પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન કરાયેલા પ્રયાસો બદલ નાણા મંત્રાલય અને આરબીઆઇ જેવી સંસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “દેશના વિકાસ માટે અમૃત મહોત્સવનો આ સમયગાળો, 21મી સદીનું આ દશક ખુબ જ મહત્વપૂર્ણ છે. આ સંજોગોમાં આરબીઆઇની ભૂમિકા પણ ખુબ જ વિશાળ છે. ટીમ આરબીઆઇ દેશની અપેક્ષાની એરણે ખરી ઉતરશે તેનો મને વિશ્વાસ છે.”
શુક્રવારે લોન્ચ કરાયેલી બે યોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ યોજનાઓ દેશમાં મૂડીરોકાણનો અવકાશ વિસ્તારશે તેમજ રોકાણકારો માટે મૂડીબજારમાં કામ કરવાનું વધુ સરળ અને વધુ સુરક્ષિત બનશે. રિટેલ ડાયરેક્ટ સ્કીમે દેશના નાના રોકાણકારોને ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ માટેનું એક સરળ અને સલામત માધ્યમ પ્રદાન કર્યું છે. એવી જ રીતે ઇન્ટિગ્રેટેડ ઓમ્બુડ્સમેન સ્કીમ સાથે બેન્કિંગ ક્ષેત્રે વન નેશન, વન ઓમ્બુડ્સમેન વ્યવસ્થાએ આકાર પામી છે.
પ્રધાનમંત્રીએ આ યોજનાઓના નાગરિક લક્ષી અભિગમ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ફરિયાદ નિવારણ વ્યવસ્થા એ કોઇ પણ લોકશાહીના સૌથી મોટા માપદંડો પૈકીનો એક માપદંડ હોય છે. આ ઇન્ટિગ્રેટેડ ઓમ્બુડ્સમેન સ્કીમ આ દિશામાં લાંબાગાળે સહાયભૂત બનશે. એવી જ રીતે રીટેલ ડાયરેક્ટ સ્કીમના કારણે મધ્યમ વર્ગ, કર્મચારીઓ, નાના ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ નાગરિકો પોતાની નાની બચત સાથે પ્રત્યક્ષ સ્વરૂપે અને સલામત રીતે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં આવશે, જેના કારણે અર્થતંત્રમાં દરેક વ્યક્તિના સમાવેશને પ્રોત્સાહન મળશે. ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં બાંયધરીપૂર્વકના સેટલમેન્ટની જોગવાઇ હોય છે, જેનાથી નાના રોકાણકારને સલામતીનો વિશ્વાસ મળે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પાછલા સાત વર્ષમાં પારદર્શક્તા સાથે એનપીએને ઓળખી કાઢવામાં આવ્યું છે, ઉકેલ અને રિકવરી ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, જાહેર ક્ષેત્રની બેન્કોનું પુનઃ મૂડીકરણ કરવામાં આવ્યું છે, નાણાકીય વ્યવસ્થામાં તથા જાહેર ક્ષેત્રની બેન્કોમાં એક પછી એક સુધારા હાથ ધરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે, બેન્કિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે સહકારી બેન્કોને આરબીઆઈના કાર્ય ક્ષેત્ર હેઠળ લાવવામાં આવી છે. આના લીધે આ બેન્કોના સંચાલનમાં સુધાર થઈ રહ્યો છે અને લાખો થાપણદારોમાં આ વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનતો જાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પાછલા કેટલાક વર્ષમાં દેશના બેન્કિંગ ક્ષેત્રે નાણાકીય ક્ષેત્રમાં ઇન્ક્લુઝનથી લઇને ટેક્નોલોજિકલ ઇન્ટિગ્રેશન સહિતના સુધારા હાથ ધરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે “આ સુધારાઓની તાકાત આપણે કોવિડના આ મુશ્કેલ સમયમાં જોઇ છે. તાજેતરના સમયમાં સરકારે જે મોટા નિર્ણયો લીધા હતાં તેની અસરકારકતા વધારવામાં આરબીઆઇના નિર્ણયો પણ મદદરૂપ થયા હતાં.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે 6-7 વર્ષ પહેલા સુધી ભારતમાં બેન્કિંગ, પેન્શન, ઇન્સ્યોરન્સ આ બધું જ એક એક્સક્લુઝિવ ક્લબ જેવું હતું. દેશના સામાન્ય નાગરિકો, ગરીબ પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ- ઉદ્યોગપતિઓ, મહિલાઓ, દલિતો-વંચિતો-પીડિતો વગેરે લોકો માટે આ સુવિધાઓ ખૂબ દૂર હતી. અગાઉની વ્યવસ્થાની ટીકા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, જે લોકોના શિરે ગરીબ લોકો સુધી આ સુવિધાઓને લઇ જવાની જવાબદારી હતી તે લોકોએ આના ઉપર ક્યારેય કોઇ પણ પ્રકારનું ધ્યાન આપ્યું જ નહોતું. ઊલટાનું, પરિવર્તન ન થાય તે માટે જાત જાતના બહાના અપાતા હતાં. કહેવાતુ હતું કે બેન્કની શાખા નથી, સ્ટાફ નથી, ઇન્ટરનેટ નથી, જાગૃતિ નથી, શી ખબર કેવી કેવી દલીલો થતી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે યુપીઆઇ એ ખુબ જ ટૂંકા સમયગાળાની અંદર ડિજિટલ વિનિમયના સંદર્ભમાં ભારતને વિશ્વનો અગ્રણી દેશ બનાવી દીધો છે. ફક્ત સાત વર્ષમાં ભારતમાં ડિજિટલ વિનિમયમાં 19 ગણી વૃદ્ધિ થઈ છે. આજે આપણી બેન્કિંગ વ્યવસ્થા દેશમાં કોઇ પણ સ્થળે અને 24 કલાક, સાતેય દિવસ અને 12 મહિનામાં કોઇ પણ સમયે કાર્યાન્વિત રહે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે દેશના નાગરિકો આવશ્યક્તાઓને કેન્દ્રમાં રાખવી જ પડશે, રોકાણકારોના વિશ્વાસને સતત મજબૂત કરતો રહેવો પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મને પૂર્ણ વિશ્વાસ છે કે એક સંવેદનશીલ અને રોકાણકારો માટે અનુકૂળ એવા દેશ તરીકેની ભારતની નવી ઓળખને આરબીઆઇ સતત મજબૂત કરતી રહેશે.”
अमृत महोत्सव का ये कालखंड, 21वीं सदी का ये दशक देश के विकास के लिए बहुत अहम है।
ऐसे में RBI की भी भूमिका बहुत बड़ी है।
मुझे पूरा विश्वास है कि टीम RBI, देश की अपेक्षाओं पर खरा उतरेगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 12, 2021
Retail direct scheme से देश में छोटे निवेशकों को गवर्नमेंट सिक्योरिटीज़ में इंवेस्टमेंट का सरल और सुरक्षित माध्यम मिल गया है।
— PMO India (@PMOIndia) November 12, 2021
इसी प्रकार, Integrated ombudsman scheme से बैंकिंग सेक्टर में One Nation, One Ombudsmen System ने आज साकार रूप लिया है: PM @narendramodi
आज जिन दो योजनाओं को लॉन्च किया गया है, उससे देश में निवेश के दायरे का विस्तार होगा और कैपिटल मार्केट्स को Access करना, निवेशकों के लिए अधिक आसान, अधिक सुरक्षित बनेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 12, 2021
बीते 7 सालों में, NPAs को पारदर्शिता के साथ Recognize किया गया,
— PMO India (@PMOIndia) November 12, 2021
Resolution और recovery पर ध्यान दिया गया,
पब्लिक सेक्टर बैंकों को Recapitalize किया गया,
फाइनेंशियल सिस्टम और पब्लिक सेक्टर बैंकों में एक के बाद एक रिफॉर्म्स किए गए: PM @narendramodi
बैंकिंग सेक्टर को और मज़बूत करने के लिए Co-operative बैंकों को भी RBI के दायरे में लाया गया।
— PMO India (@PMOIndia) November 12, 2021
इससे इन बैंकों की गवर्नेंस में भी सुधार आ रहा है और जो लाखों depositors हैं, उनके भीतर भी इस सिस्टम के प्रति विश्वास मजबूत हो रहा है: PM @narendramodi
जिन लोगों पर इन सुविधाओं को गरीब तक पहुंचाने की जिम्मेदारी थी उन्होंने भी इस पर कभी ध्यान नहीं दिया।
— PMO India (@PMOIndia) November 12, 2021
बल्कि बदलाव ना हो इसके लिए भांति-भांति के बहाने बनाए जाते थे।
कहा जाता था-बैंक ब्रांच नहीं है, स्टाफ नहीं है,इंटरनेट नहीं है, जागरूकता नहीं है,ना जाने क्या-क्या तर्क होते थे: PM
6-7 साल पहले तक भारत में बैंकिंग, पेंशन, इंश्योरेंस, ये सबकुछ एक exclusive club जैसा हुआ करता था।
— PMO India (@PMOIndia) November 12, 2021
देश का सामान्य नागरिक, गरीब परिवार, किसान, छोटे व्यापारी-कारोबारी, महिलाएं, दलित-वंचित-पिछड़े, इन सबके लिए ये सब सुविधाएं बहुत दूर थीं: PM @narendramodi
UPI ने तो बहुत ही कम समय में डिजिटल ट्रांजेक्शंस के मामले में दुनिया का अग्रणी देश बना दिया है।
— PMO India (@PMOIndia) November 12, 2021
सिर्फ 7 सालों में भारत ने डिजिटल ट्रांजेक्शंस के मामले में 19 गुणा की छलांग लगाई है।
आज 24 घंटे, सातों दिन और 12 महीने देश में कभी भी, कहीं भी हमारा बैंकिंग सिस्टम चालू रहता है: PM
हमें देश की, देश के नागरिकों की आवश्यकताओं को केंद्र में रखना ही होगा, निवेशकों के भरोसे को निरंतर मजबूत करते रहना होगा।
— PMO India (@PMOIndia) November 12, 2021
मुझे पूरा विश्वास है कि एक संवेदनशील और इन्वेस्टर फ्रेंडली डेस्टीनेशन के रूप में भारत की नई पहचान को RBI निरंतर सशक्त करता रहेगा: PM @narendramodi