પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને દેશને દીનદયાળ ઉપાધ્યાય સ્મારક અર્પણ કર્યું હતું. તેમણે ત્રીજી કૉર્પોરેટ ટ્રેન મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપી હતી, જે 3 જ્યોતિર્લિંગ યાત્રાધામો – વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડે છે.
તેમણે 36 વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 430 બેડ ધરાવતી સુપર-સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલ અને 14 વિકાસલક્ષી પરિયોજનાઓનું ખાતમુહૂર્ત સામેલ છે.
વારાણસીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેમોરેયિલ સેન્ટરમાં એકત્ર થયેલા લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારનું નામ ‘પડાવ’ એનું મહત્ત્વ વધારે છે, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં સ્મૃતિ સ્થળ સાથે જોડાઈ ગયું છે. એને તબક્કાવાર રીતે વિકસાવવામાં આવશે, જ્યાં સેવા, ત્યાગ, ન્યાય અને જાહેર સેવાનો સમન્વય થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્મૃતિ સ્થળ અને અહીં નિર્માણ પામેલા બગીચા સાથે અહીં નિર્માણ થયેલી ભવ્ય પ્રતિમા દીનદયાળજીનાં સિદ્ધાંતો અને વિચારોને અનુસરવા આગામી પેઢીઓને સતત પ્રેરિત કરશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દીનદયાળ ઉપાધ્યાયજીએ આપણને અંત્યોદયને માર્ગ દર્શાવ્યો હતો, જેમાં સમાજનાં છેવાડાનાં માણસનાં ઉત્થાનની વાત થઈ છે. આ વિચારમાંથી પ્રેરણા મેળવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીનું ભારત અંત્યોદય માટે કામ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પવિત્ર પ્રસંગે આશરે રૂ. 1250 કરોડનાં પ્રોજેક્ટ શરૂ થયા છે, જેનાથી વારાણસી સહિત સંપૂર્ણ પૂર્વાંચલને લાભ થશે. તેમણે કહ્યું હતું કે, “આ તમામ પ્રોજેક્ટ છેલ્લાં 5 વર્ષ માટે કાશી સહિત સંપૂર્ણ પૂર્વાંચલની કાયાકલ્પ કરવાનાં દ્રઢ સંકલ્પનો ભાગ છે. આ વર્ષોમાં વારાણસી જિલ્લામાં આશરે રૂ. 25,000 કરોડનાં વિકાસલક્ષી કાર્યો પૂર્ણ થયા છે અથવા તેની કામગીરી ચાલી રહી છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર માર્ગો, રાજમાર્ગો, જળમાર્ગો, રેલવે, ખાસ કરીને માળખાગત સુવિધાને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે કહ્યું હતું કે, “આ વિકાસલક્ષી કાર્યો દેશને પ્રગતિનાં પંથે લઈ જવાની સાથે રોજગારીની તકોનું સર્જન પણ કરશે, ખાસ કરીને પ્રવાસન-આધારિત રોજગારીને, જે કાશી અને એની આસપાસનાં વિસ્તારોમાં બહુ મોટી સંભવિતતા ધરાવે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અહીં આવ્યાં હતાં અને તેમને દિવ્ય અનુભવ થયો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પવિત્ર પ્રસંગે કાશી-મહાકાલ એક્સપ્રેસ બાબા વિશ્વનાથનાં શહેરને ઓમકારેશ્વર અને મહાકાલેશ્વરને જોડશે. પ્રધાનમંત્રીએ આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમણે વર્ષ 2016નાં બીજા અર્ધવાર્ષિક ગાળામાં બીએચયુમાં સુપર-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેનું આજે તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે,.
“ફક્ત 21 મહિનામાં આ 430-બેડની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે, જે કાશી અને પૂર્વાંચલનાં લોકોની સેવા કરવા તૈયાર થઈ ગઈ છે.” દીનદયાળજીના વિચારોને અનુરૂપ સ્વનિર્ભરતા અને સ્વયંસહાય તમામ યોજનાઓનાં કેન્દ્રમાં રાખવામાં આવે છે એવો અભિપ્રાય વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ અને સરકારની કાર્યશૈલીમાં આ વિચારોને લાવવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, સરકાર સમાજનાં છેવાડાનાં માણસ સુધી પહોંચવા સતત કાર્યરત છે, જેથી વિકાસનાં મીઠા ફળનો લાભ તેમને પણ મળે. તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે સંજોગો બદલાયા છે અને સમાજનાં છેવાડાના માણસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.”
आज इस क्षेत्र, दीनदयाल जी की स्मृति स्थली का जुड़ना, अपने नाम ‘पड़ाव’ की सार्थकता को और सशक्त कर रहा है।
— PMO India (@PMOIndia) February 16, 2020
ऐसा पड़ाव जहां, सेवा, त्याग विराग और लोकहित सभी एक साथ जुड़कर एक दर्शनीय स्थल के रूप में विकसित होंगे: PM @narendramodi
अब यहां जो ये स्मृति स्थल बना है, उद्यान बना है, उनकी भव्य प्रतिमा स्थापित की गई है, इससे आने वाली पीढ़ियों को भी दीन दयाल जी के आचार और विचार से प्रेरणा मिलती रहेगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
दीन दयाल उपाध्याय जी ने हमें अंत्योदय का मार्ग दिखाया था। यानि जो समाज की आखिरी पंक्ति में हैं, उसका उदय।
— PMO India (@PMOIndia) February 16, 2020
21वीं सदी का भारत, इसी विचार से प्रेरणा लेते हुए अंत्योदय के लिए काम कर रहा है: PM @narendramodi
इसी कड़ी में आज इस पवित्र अवसर पर वाराणसी सहित पूरे पूर्वांचल को लाभ पहुंचाने वाली करीब 1200 करोड़ रुपए की परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
ये तमाम प्रोजेक्ट्स बीते 5 वर्षों से काशी सहित संपूर्ण पूर्वांचल में चल रहे कायाकल्प के संकल्प का हिस्सा हैं।
— PMO India (@PMOIndia) February 16, 2020
इन वर्षों में वाराणसी जनपद में लगभग 25 हज़ार करोड़ रुपए के विकास कार्य या तो पूरे हो चुके हैं, या काम चल रहा है: PM @narendramodi
काशी सहित इस पूरे क्षेत्र में हो रहे कनेक्टिविटी के ये काम आपकी सुविधा के साथ-साथ रोज़गार निर्माण के भी बड़े साधन तैयार कर रहे हैं।
— PMO India (@PMOIndia) February 16, 2020
विशेषतौर पर पर्यटन आधारित रोज़गार, जिसको लेकर काशी और आसपास के क्षेत्रों में बहुत बड़ी संभावना है, उनको बल मिल रहा है: PM @narendramodi
कुछ दिन पहले श्रीलंका के राष्ट्रपति भी यहां आए थे। तो यहां के अद्भुत वातावरण, दिव्य अनुभूति से बहुत मंत्रमुग्ध थे। आपने भी देखा होगा कि सोशल मीडिया में उन्होंने काशी के साथियों की बहुत प्रशंसा की है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
काशी विश्वनाथ धाम में ऐसे तमाम कार्य तेज़ी से पूरे किए जा रहे हैं।
— PMO India (@PMOIndia) February 16, 2020
बहुत ही जल्दी से बाबा का दिव्य प्रांगण एक आकर्षक और भव्य रूप में हम सभी के सामने आएगा: PM @narendramodi
इसी कड़ी में आज बाबा विश्वनाथ की नगरी को ओंकारेश्वर और महाकालेश्वर से जोड़ने वाली काशी-महाकाल एक्सप्रेस को भी हरी झंडी दिखाई गई है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
BHU में आज जिस सुपर स्पेशिएलिटी अस्पताल का लोकार्पण हुआ है, उसका शिलान्यास तो 2016 के आखिरी में, मैंने ही किया था। सिर्फ 21 महीने में 430 बेड का ये अस्पताल बनकर काशी और पूर्वांचल के लोगों की सेवा के लिए तैयार हुआ है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
दीन दयाल जी कहते थे कि आत्म निर्भरता और स्वयंसहायता सभी योजनाओं के केंद्र में होनी चाहिए। उनके इन विचारों को सरकार की योजनाओं और सरकार की कार्यसंस्कृति में निरंतर लाने का प्रयास किया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
हमारी सरकार समाज की आखिरी पंक्ति में खड़े व्यक्ति तक पहुंचने के लिए, उस तक विकास के लाभ पहुंचाने के लिए लगातार काम कर रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
लेकिन अब स्थितियां बदल रही हैं, देश बदल रहा है।
— PMO India (@PMOIndia) February 16, 2020
जो आखिरी पायदान पर रहा है, उसे अब सर्वोच्च प्राथमिकता दी जा रही है।
महादेव के आशीर्वाद से, देश आज वो फैसले भी ले रहा है जो हमेशा पीछे छोड़ दिए जाते थे: PM @narendramodi