પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વાશિમમાં આશરે રૂ. 23,300 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પહેલોનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલોમાં પીએમ-કિસાન સન્માન નિધિના 18માં હપ્તાનું વિતરણ, નમો શેતકરી મહાસંમન નિધિ યોજનાના પાંચમા હપ્તાનો શુભારંભ, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ) હેઠળ 7,500થી વધુ પરિયોજનાઓનું લોકાર્પણ, 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ, 19 મેગાવોટની કુલ ક્ષમતા ધરાવતા મહારાષ્ટ્રમાં પાંચ સોલાર પાર્ક અને પશુઓ અને સ્વદેશી જાતિ આધારિત વીર્ય ટેકનોલોજી માટે યુનિફાઇડ જિનોમિક ચિપનો શુભારંભ સામેલ છે.
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ વાશીમની પાવન ભૂમિ પરથી પોહરાદેવી માતાને નમન કર્યા હતા તથા આજે વહેલી સવારે માતા જગદંબાના મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિ પર તેમના આશીર્વાદ લેવાની વાત કરી હતી અને મહાન સંતોને આદર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ગોંડવાનાની મહાન યોદ્ધા રાણી દુર્ગાવતીજીની જન્મજયંતિની પણ નોંધ લીધી હતી અને ગયા વર્ષે તેમની 500મી જન્મજયંતિની ઉજવણી કરી રહેલા રાષ્ટ્રને યાદ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ આજે હરિયાણામાં ચાલી રહેલા મતદાનની નોંધ લીધી હતી અને રાજ્યના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેમનો મત હરિયાણાને નવી ઉંચાઈઓ પર લઈ જશે.
પ્રધાનમંત્રીએ આજે આશરે 9.5 કરોડ ખેડૂતોને આશરે રૂ. 20,000 કરોડનાં મૂલ્યનાં પીએમ-કિસાન સન્માન નિધિનાં 18માં હપ્તાનાં વિતરણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકાર તેનાં ખેડૂતોને બેવડો લાભ પ્રદાન કરવા આતુર છે. શ્રી મોદીએ નમો શેતકરી મહાસંમન નિધિ યોજના વિશે પણ વાત કરી હતી, જેમાં મહારાષ્ટ્રનાં આશરે 90 લાખ ખેડૂતોને આશરે રૂ. 1900 કરોડની નાણાકીય સહાય આપવામાં આવી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ સાથે સંબંધિત સેંકડો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટને સમર્પિત કરવામાં આવ્યાં છે. લડકી બહિન યોજનાનાં લાભાર્થીઓને આજે સહાય પ્રદાન કરવા પર પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ યોજના નારીશક્તિની ક્ષમતાઓને સશક્ત બનાવી રહી છે. શ્રી મોદીએ મહારાષ્ટ્ર અને ભારતના તમામ નાગરિકોને આજની પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા હતા.
આજે પોહરાદેવીમાં બંજારા વિરાસત મ્યુઝિયમના ઉદઘાટનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવનિર્મિત મ્યુઝિયમ ભવિષ્યની પેઢીઓને પ્રાચીન સંસ્કૃતિ અને બંજારા સમુદાયની વિશાળ વિરાસતનો પરિચય આપશે. પોહરાદેવીમાં બંજારા સમુદાય સાથેની તેમની વાતચીતને યાદ કરીને પ્રધાનમંત્રીએ તેમના ચહેરા પર સંતોષ અને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી, કારણ કે આ સંગ્રહાલય મારફતે તેમના વારસાને માન્યતા મળી છે. શ્રી મોદીએ બંજારા હેરિટેજ મ્યુઝિયમ માટે સમુદાયને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણા બંજારા સમાજે ભારતના સામાજિક જીવન અને વિકાસની સફરમાં મોટી ભૂમિકા ભજવી છે." તેમણે કળા, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને વેપાર સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતનાં વિકાસમાં સમુદાયની સ્થિતિસ્થાપકતા અને તેની અમૂલ્ય ભૂમિકાની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ રાજા લાખી શાહ બંજારા જેવા બંજારા સમુદાયની કેટલીક આદરણીય હસ્તીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે વિદેશી શાસન હેઠળ ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને પોતાનું જીવન સેવાભાવીને સમર્પિત કર્યું હતું. તેમણે સંત સેવાલાલ મહારાજ, સ્વામી હાથીરામજી, સંત ઈશ્વરસિંહ બાપુજી અને સંત લક્ષ્મણ ચૈતન્ય બાપુજી જેવા અન્ય આધ્યાત્મિક નેતાઓને પણ યાદ કર્યા હતા, જેમના યોગદાને ભારતની આધ્યાત્મિક ચેતનાને અનંત ઊર્જા પ્રદાન કરી છે. તેમણે કહ્યું હતું કે, "આપણા બંજારા સમુદાયે આવા અનેક સંતો આપ્યા છે, જેમણે ભારતની આધ્યાત્મિક ચેતનાને અપાર ઊર્જા પ્રદાન કરી છે." પ્રધાનમંત્રી મોદીએ સદીઓથી દેશના સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધનમાં તેમના અથાક પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને જ્યારે બ્રિટીશ શાસને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અન્યાયી રીતે સમગ્ર બંજારા સમુદાયને ગુનેગાર તરીકે ઓળખાવ્યો હતો ત્યારે ઐતિહાસિક અન્યાય પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ લોકોને વર્તમાન સરકારનાં પ્રયાસો વચ્ચે અગાઉની સરકારોનાં વલણની યાદ અપાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પોહરાદેવી મંદિર વિકાસ પરિયોજનાનાં કાર્યો શ્રી દેવેન્દ્ર ફડણવીસનાં કાર્યકાળ દરમિયાન શરૂ થયાં હતાં, પણ મહાઅગાધિ સરકારે તેને અટકાવી દીધાં હતાં, જે શ્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં રચાયેલી સરકાર દ્વારા પુનઃ શરૂ કરવામાં આવ્યાં હતાં. તેમણે ઉમેર્યું કે પોહરાદેવી મંદિર વિકાસ પ્રોજેક્ટ પર 700 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ પ્રોજેક્ટથી યાત્રાધામને શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળશે તેમજ યાત્રાળુઓની મુસાફરીમાં સરળતા અને નજીકનાં સ્થળોની ઝડપથી પ્રગતિ થશે.
ભારતના વિકાસ અને પ્રગતિ સામે કામ કરી રહેલાં જોખમોની લોકોને યાદ અપાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે, "લોકોની વચ્ચે એકતા જ દેશને આ પ્રકારનાં પડકારોમાંથી ઉગારી શકે છે." પ્રધાનમંત્રીએ લોકોને માદક દ્રવ્યોની લત અને તેના જોખમો સામે ચેતવણી પણ આપી હતી અને આ યુદ્ધને એકસાથે જીતવા માટે તેમની મદદ માંગી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, "અમારી સરકારનો દરેક નિર્ણય છે, દરેક નીતિ વિકસિત ભારત માટે પ્રતિબદ્ધ છે, અને આપણા ખેડૂતો આ વિઝનનો મુખ્ય પાયો છે." ભારતનાં ખેડૂતોને મજબૂત કરવા માટે લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ પગલાંઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (એફપીઓ)ની કટિબદ્ધતા અને કૃષિ ઉત્પાદનોની સંગ્રહ, પ્રક્રિયા અને વ્યવસ્થાપન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે કેટલીક ચાવીરૂપ કૃષિ માળખાગત પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેથી ખેડૂતોની આવકમાં વધારો થશે. શ્રી મોદીએ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેની સરકાર દ્વારા ખેડૂતો માટે ઝીરો ઇલેક્ટ્રિસિટી બિલ નીતિની પ્રશંસા કરતાં ઉમેર્યું હતું કે, "મહારાષ્ટ્રમાં હાલની સરકાર હેઠળ ખેડૂતોને બમણો લાભ મળી રહ્યો છે."
મહારાષ્ટ્ર અને વિદર્ભના ખેડૂતો કે જેમણે ઘણાં દાયકાઓથી ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ ખેડૂતોને દયનીય અને ગરીબ બનાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે મહાગઠબંધનની સરકાર જ્યાં સુધી મહારાષ્ટ્રમાં સત્તામાં છે ત્યાં સુધી તે માત્ર બે એજન્ડા સાથે કામ કરે છે, એટલે કે ખેડૂતો સાથે સંબંધિત પ્રોજેક્ટ્સને રોકવા અને આ પ્રોજેક્ટ્સના પૈસામાં ભ્રષ્ટાચાર કરવો. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકારમાંથી જે ભંડોળ મોકલવામાં આવ્યું હતું, તેને લાભાર્થીઓ પાસેથી હસ્તાંતરિત કરવામાં આવી રહ્યું છે. લોકોને યાદ અપાવતા કહ્યું કે, મહારાષ્ટ્રની હાલની મહાયુતિ સરકાર જે ખેડૂતોને કિસાન સન્માન નિધિની સાથે અલગથી પૈસા આપે છે, ભાજપની સરકાર પણ કર્ણાટકમાં આ જ આપતી હતી, પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે નવી સરકાર સત્તામાં આવતા તેને રોકી દેવામાં આવી છે. શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે, તેલંગાણાનાં ખેડૂતો આજે રાજ્ય સરકાર સામે લોન માફીનાં ચૂંટણીલક્ષી વચનો પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ નાગરિકોને સિંચાઈ યોજનાઓમાં ભૂતકાળની સરકાર દ્વારા થઈ રહેલા વિલંબની યાદ અપાવી હતી અને ધ્યાન દોર્યું હતું કે, વર્તમાન સરકારનાં આગમન પછી જ ઝડપથી કામ શરૂ થયું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વાઈંગંગા-નલગંગા નદીઓને આશરે રૂ. 90,000 કરોડનાં ખર્ચે જોડવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જે અમરાવતી, યવતમાલ, અકોલા, બુલઢાણા, વાશિમ, નાગપુર અને વર્ધામાં પાણીની તંગીની સમસ્યાનું સમાધાન કરશે. તેમણે રાજ્ય સરકાર કપાસ અને સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને 10000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમરાવતીમાં ટેક્સટાઇલ પાર્કનું ભૂમિપૂજન પણ તાજેતરમાં કરવામાં આવ્યું છે, જે કપાસના ખેડૂતોને ખૂબ મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું કે, મહારાષ્ટ્રમાં દેશની આર્થિક પ્રગતિનું નેતૃત્વ કરવાની અપાર ક્ષમતા છે અને તેમણે કહ્યું હતું કે, જ્યારે ગરીબો, ખેડૂતો, મજૂરો, દલિતો અને વંચિતોનાં સશક્તીકરણનું અભિયાન મજબૂતપણે ચાલુ રહેશે, ત્યારે જ આ વાસ્તવિકતા બની શકશે. આ સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી પી રાધાકૃષ્ણન, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રીઓ શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી અજિત પવાર, શ્રી શિવરાજસિંહ ચૌહાણ તથા મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીનાં કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું કે, મહારાષ્ટ્રમાં દેશની આર્થિક પ્રગતિનું નેતૃત્વ કરવાની અપાર ક્ષમતા છે અને તેમણે કહ્યું હતું કે, જ્યારે ગરીબો, ખેડૂતો, મજૂરો, દલિતો અને વંચિતોનાં સશક્તીકરણનું અભિયાન મજબૂતપણે ચાલુ રહેશે, ત્યારે જ આ વાસ્તવિકતા બની શકશે. આ સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી પી રાધાકૃષ્ણન, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રીઓ શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી અજિત પવાર, શ્રી શિવરાજસિંહ ચૌહાણ તથા મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીનાં કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન ઉપસ્થિત રહ્યાં હતાં.
પાર્શ્વ ભાગ
ખેડૂતોને સશક્ત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રીએ આશરે 9.4 કરોડ ખેડૂતોને આશરે રૂ. 20,000 કરોડનાં મૂલ્યનાં પીએમ-કિસાન સન્માન નિધિનાં 18માં હપ્તાનું વિતરણ કર્યું હતું. 18મી હપ્તાની રજૂઆત સાથે પીએમ-કિસાન હેઠળ ખેડૂતોને કુલ રૂ. 3.45 લાખ કરોડનું ભંડોળ રીલિઝ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ આશરે રૂ. 2,000 કરોડનું વિતરણ કરતી નમો શેતકરી મહાસંમન નિધિ યોજનાનાં 5માં હપ્તાનો પણ શુભારંભ કરાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ રૂ. 1,920 કરોડથી વધારેનાં મૂલ્યનાં એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ) હેઠળ 7,500થી વધારે પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યા હતાં. મુખ્ય પ્રોજેક્ટ્સમાં કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ્સ, વેરહાઉસ, સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ અને લણણી પછીના મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ આશરે રૂ. 1,300 કરોડનું સંયુક્ત ટર્નઓવર ધરાવતી 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ) પણ દેશને અર્પણ કરી હતી.
વધુમાં, પ્રધાનમંત્રીએ પશુઓ માટે યુનિફાઇડ જિનોમિક ચિપ અને સ્વદેશી સેક્સ-સોર્ટેડ વીર્ય ટેકનોલોજી લોંચ કરી હતી. આ પહેલનો હેતુ ખેડૂતોને પોસાય તેવા ભાવે સેક્સ સોર્ટેડ વીર્યની ઉપલબ્ધતામાં વધારો કરવાનો અને ડોઝ દીઠ આશરે 200 રૂપિયાનો ખર્ચ ઘટાડવાનો છે. યુનિફાઇડ જિનોમિક ચિપ, સ્વદેશી પશુઓ માટે ગૌચિપ અને ભેંસો માટે મહિષચિપ, જીનોટાઇપિંગ સેવાઓ સાથે વિકસાવવામાં આવી છે. જીનોમિક પસંદગીના અમલીકરણ સાથે, યુવાન ઉચ્ચ-ગુણવત્તાવાળા આખલાઓને નાની ઉંમરે ઓળખી શકાય છે.
ઉપરાંત પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના – 2.0 અંતર્ગત સમગ્ર મહારાષ્ટ્રમાં કુલ 19 મેગાવોટની ક્ષમતા ધરાવતા પાંચ સોલર પાર્કનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે મુખ્યમંત્રી માઝી લડકી બહિન યોજનાના લાભાર્થીઓનું સન્માન પણ કર્યું હતું.
Click here to read full text speech
हमारे बंजारा समाज ने भारत के सामाजिक जीवन में, भारत की निर्माण यात्रा में बहुत बड़ी भूमिका निभाई है: PM @narendramodi pic.twitter.com/HSzxLxjunh
— PMO India (@PMOIndia) October 5, 2024
हमारे बंजारा समाज ने ऐसे कितने ही संत दिये, जिन्होंने भारत की आध्यात्मिक चेतना को असीम ऊर्जा दी: PM @narendramodi pic.twitter.com/GqM37S4ZCf
— PMO India (@PMOIndia) October 5, 2024