Along with Shraddhanjali, we have to dedicate Karyanjali to Mahatma Gandhi & Swachhagraha is the biggest means to do that: PM 
The dream of Mahatma Gandhi's clean, healthy and prosperous India should be the dream of every Indian: PM 
Mahatma Gandhi attached more importance to cleanliness than freedom. He made Swachhta an integral part of his life: PM Modi 
The aim of Satyagraha was independence and the aim of Swachhagraha is to create a clean India, says PM Modi

આજે આપણે 20મી સદીના એક મહાન ઘટનાક્રમના સમારોહનો શુભારંભ કરવા માટે એકઠા થયા છીએ. 100 વર્ષ પહેલા આજનો જ દિવસ હતો, જયારે ગાંધીજી પટના પહોંચ્યા હતા, અને ચંપારનની પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. ચંપારનની જે ધરતીને ભગવાન બુદ્ધના પ્રવચનોના આશીર્વાદ મળ્યા હતા, જે ધરતી માતા સીતાના પિતા, જનકના રાજ્યનો ભાગ રહીચૂકી હતી, ત્યાંના ખેડૂતો અત્યંત કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા.ચંપારનના ખેડૂતોને, શોષિતોને, પીડિતોને ગાંધીજીએ માત્ર એક રસ્તો જ નહોતો દેખાડ્યો, પરંતુ સમગ્ર દેશને એ અહેસાસ કરાવ્યો કે શાંતિપૂર્ણ સત્યાગ્રહની શું તાકાત હોય છે.

મિત્રો, આપણા દેશનો ઈતિહાસ માત્ર કેટલિક વ્યક્તિઓ સુધી સીમિત નથી રહ્યો, માત્ર અમુક પરિવારો સુધી મર્યાદિત નથી રહ્યો. આપણા દેશનો ઈતિહાસ બૃહદ, વ્યાપક, એક એવો ઈતિહાસ, જે નવા રૂપ અને સંદર્ભોમાં વારે વારે આવતો રહ્યો છે અને આપણને મજબુર કરે છે કે આપણે આપણી આંખો ખોલીએ અને આપણા રાષ્ટ્રની ગૌરવશાળી સંસ્કૃતિક પરંપરાને ઓળખીએ. ઇતિહાસના કેટલાક પાના એવા હોય છે કે તેઓ જયારે તમને અથવા તમે એમને સ્પર્શો છો, ખોલો છો તો તે તમને કંઈક નવા બનાવીને જાય છે. આને પારસ સ્પર્શ કહે છે, ઇતિહાસનો પારસ સ્પર્શ. ચંપારનનો સત્યાગ્રહ આવો જ એક પારસ છે. એટલા માટે ખૂબ અગત્યનું છે કે આપણે આવા ઐતિહાસિક અવસરોને જાણીએ, તેમની સાથે જોડાઈએ, બની શકે તો તેમને જીવવાનો પ્રયત્ન કરીએ.

હવે અહીંયા એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ઓનલાઈન સંવાદાત્મક ક્વીઝની શરૂઆત થઇ છે, નૃત્ય-નાટિકા પણ પ્રસ્તુત કરવામાં આવી છે. ચંપારન સત્યાગ્રહના 100 વર્ષ પુરા થવાના ઉપક્રમે થનારા આવા કાર્યક્રમો માત્ર ઔપચારિકતા નથી. તે આપણા માટે એક પવિત્ર અવસર છે. બાપુના આદર્શોથી પ્રેરિત થઈને દેશ હિત માટે પોતાની જાતને સંકલ્પિત કરવાનો, સમર્પિત કરવાનો.

સાથીઓ, આપણે હવે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિની સાથે સાથે કાર્યાંજલિ પણ અર્પિત કરવાની છે. આપણા કાર્યોને તેમને સમર્પિત કરવાના છે. અને તેનું સૌથી મોટું માધ્યમ છે સ્વચ્છાગ્રહ. સત્ય પ્રત્યે આગ્રહની જેમ જ સ્વચ્છતા પ્રત્યે પણ આગ્રહ.

મિત્રો,1917માં, ઓગણીસો સત્તરમાં, જયારે ગાંધીજી ચંપારન ગયા તો તેમનો ઈરાદો ત્યાં વધારે લાંબા સમય સુધી રોકાવાનો નહોતો. તેઓ ચંપારનની સ્થિતિ વિષે વધુ જાણતા પણ નહોતા. પરંતુ જયારે ગાંધીજી ત્યાં પહોંચ્યા તો કેટલાક અઠવાડિયા નહીં પણ અનેક મહિનાઓ સુધી ત્યાં રહ્યા.ચંપારને જ તેમને મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બનાવ્યા હતા. ચંપારન પહોંચ્યા પહેલા તેઓ પોતે સત્યાગ્રહની તાકાતથી વાકેફ નહોતા, તેઓ તે જાણતા હતા. પરંતુ તેમને ખબર હતી કે માત્ર તેમના સત્યાગ્રહી બનવાથી ઈચ્છિત પરિણામ પ્રાપ્ત નહીં થાય. તેઓ દેશના જનમાનસને સત્યાગ્રહની તાકાતનો અનુભવ કરાવવા માગતા હતા

જયારે મેજિસ્ટ્રેટે તેમને ચંપારનથી જતા રહેવાનો આદેશ આપ્યો તો તેમણે કહ્યું હતું, આ આદેશનો ઇનકાર તેઓ અદાલતની અવગણના માટે નથી કરી રહ્યા, પરંતુ તેઓ આવું પોતાની અંતરાત્માના અવાજ અને પોતાના અસ્તિત્વના સન્માન માટે કરી રહ્યા છે. સમગ્ર અંગ્રેજી શાસન ગાંધીના તે નિર્ણયથી પાછું હટી ગયું. જયારે ગાંધીજીએ કહ્યું હતું કે હું જેલ જવા માટે તૈયાર છું, અંગ્રેજોએ વિચાર્યું નહોતું. જનતા જોઈ રહી હતી કે દક્ષિણ આફ્રિકાથી પાછો આવેલો એક બેરિસ્ટર અહીંયા ચંપારનમાં આવીને કઈ રીતે જેલ જવા માટે પણ તૈયાર થઇ ગયો. આટલી ગરમીમાં આખા વિસ્તારની ધૂળ ખાઈ રહ્યો છે. તપતી ગરમીમાં ક્યારેક બળદગાડામાં, ક્યારેક ખચ્ચર અને ક્યારેક પગપાળા જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગાંધી ચાલ્યો જતો હતો.

તમે ધ્યાન આપો ગાંધીજી અત્યારે લોકોની વિચાર પ્રક્રિયાને જગાડી રહ્યા છે. ગળીની ખેતી કરનારા ખેડૂતો પાસેથી તેમના નિવેદનો લેવાઈ રહ્યા હતા, તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ આ પ્રક્રિયામાં ગાંધીજી પોતાની જાતને લોકો સાથે જોડીને, પોતાને ખપાવીને, પોતાનું ઉદાહરણ પ્રસ્તુત કરીને, જન-જનની, તેમની શક્તિને અંદરો અંદર જોડી રહ્યા હતા.

ગાંધીજી કહેતા હતા, “મારું જીવન એ જ મારું દર્શન છે.” અને એ જ આપણે ચંપારનમાં જોયું છે. ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે કઈ રીતે લોકોને પોતાની શક્તિનો અહેસાસ થયો અને એવો પણ સમય આવ્યો કે પરિવર્તન થઇ શકે છે, બદલાવ આવી શકે છે. તેમણે લખ્યું છે100 વર્ષથીચાલતા આવેલા ત્રણ કાઠીયા કાયદાના રદ થવાની સાથે જ ગળીની ખેતી કરનારા અંગ્રેજોનું રાજ અસ્ત પામ્યું. જનતાનો જે સમુદાય બરાબર દબાયેલો રહેતો હતો, તેને પોતાની શક્તિનું કંઈક વધારે ભાન થયું. અને લોકોનો એ વહેમ થયો કે ગળીનો ડાઘ પડવાથી તે ધોવાઇ નથી શકતો.

અર્થાત એવી સ્થિતિ કે જયારે લોકો માનવા લાગ્યા કે કંઈ થઇ શકે તેમ છે જ નહીં, કંઈ પરિવર્તન આવી જ નથી શકતું, તેને ગાંધીજીએ લોકોનો ભ્રમ કહ્યો છે. આ ભ્રમને ગાંધીજીએ તોડ્યો, અને લોકોને તેમની શક્તિનો અનુભ વકરાવ્યો.

ભાઈઓ અને બહેનો, ગાંધીજી મૂળરૂપે સ્વચ્છાગ્રહી હતા. તેઓ કહેતા હતા, “સ્વચ્છતા આઝાદીથી અનેકગણી વધારે મહત્વપૂર્ણ છે.” તેઓ એ જોઇને વ્યથિત થઇ જતા હતા કે ગામડાઓમાં લોકો અજ્ઞાનતા અને લાપરવાહીના લીધે ગંદકી અને અસ્વચ્છ સ્થિતિઓમાં રહે છે.1917માં જ એક કાર્યક્રમ દરમિયાન પૂજ્ય બાપુએ કહ્યું હતું, “જ્યાં સુધી આપણે આપણા ગામો અને શહેરોની પરિસ્થિતિને નહીં બદલીએ, પોતાની જાતને ખરાબ આદતોથી મુક્ત નહીં કરીએ અને વધુ સારા શૌચાલયો નહીં બનાવીએ ત્યાં સુધી સ્વરાજનું આપણી માટે કોઈ મહત્વ નથી.”

એક રીતે કહીએ તો દેશમાં સ્વચ્છતા આંદોલનનું મૂળસ્થાન પણ ચંપારનને જ માનવામાં આવી શકે તેમ છે. તેમણે સાફસફાઈ અને સ્વચ્છતાને ગાંધીવાદી જીવનશૈલીનો એક ભાગ બનાવ્યો. તેમનું સપનું હતું બધા માટે સંપૂર્ણ સ્વચ્છતા.

મિત્રો, ચંપારનથી ત્યાં જે પણ મંથન થયું, જે પ્રયાસો થયા, તેમાંથી આપણને પંચામૃત મળ્યું. જન-સામાન્યને જોડીને, મંથન કરીને, કાર્ય કરીને, સંઘર્ષ કરીને આ પંચામૃતથી દેશના સ્વતંત્રતા આંદોલનને નવી ધાર મળી.

જો આપણે ઝીણવટથી જોઈએ તો જાણવા મળશે કે ચંપારનમાં ગાંધીજીએ જે કંઈ પણ કર્યું, તેનાથી પાંચ અલગઅલગ અમૃત દેશની સમક્ષ પ્રસ્તુત થયા.

તે પંચામૃત આજે પણ દેશના માટે તેટલું જ મહત્વપૂર્ણ છે-

પહેલું અમૃત – સત્યાગ્રહની તાકાતથી લોકો પરિચિત થયા,

બીજું અમૃત – જનશક્તિની તાકાતથી લોકો પરિચિત થયા,

ત્રીજું અમૃત – સ્વચ્છતા અને શિક્ષાને લઈને ભારતીય જનમાનસમાં નવી જાગૃતિ આવી,

ચોથું અમૃત – મહિલાઓની સ્થિતિ સુધારવાનો પ્રયાસ થયો,

અને પાંચમું અમૃત – પોતાના હાથેથી કાંતેલા વસ્ત્ર પહેરવાની વિચારધારા જન્મી. આ પંચામૃત ચંપારન આંદોલનનો સાર છે.

સાથીઓ, જયારે હું ચંપારનની વાત કરું છું, તો મને બાલમોહન એટલે કે બાળ કૃષ્ણની યાદ આવે છે. મોહનથી મોહનની કેવી યાત્રા ચાલી છે; એક સુદર્શન ચક્રધારી મોહન અને બીજો ચરખાધારી મોહન. આપણને સૌને ખબર છે કે જયારે માતા યશોદા ખુબ દુઃખી હતા કે તેમના બાળકે માટી ખાઈ લીધી છે. એ જ ચિંતામાં જયારે તેમણે બાળ મોહનને મોઢું ખોલવા કહ્યું તો તેમણે માતા યશોદાને આખા બ્રહ્માંડના દર્શન કરાવી દીધા હતા. આમ કરીને બાળ મોહને પોતાની માતાને ચિંતામાંથી મુક્તિ અપાવી હતી.

જયારે હું ચંપારનની વાત કરું છું તો મને કિશોર મોહનની પણ યાદ આવે છે. તે ચક્રધારી મોહન જયારે કિશોર હતા, જેને આપણે કૃષ્ણના રૂપમાં ઓળખીએ છીએ; જે રાસલીલા કરતા હતા, વાંસળી વગાડતા હતા. કિશોર મોહને જયારે ઘનઘોર વર્ષાથી ગામ લોકોની રક્ષા માટે ગોવર્ધન ઉપાડ્યો તો બાકી ગામવાસીઓને પણ કહ્યું કે તમે પણ તમારી લાકડીઓ લઈને ઊભા રહી જાવ, ત્યારે જ ગોવર્ધન ઉપડશે. જયારે ગોવર્ધન પર્વત ઉઠ્યો ત્યારે બધાને લાગતું હતું કે તે મારી તાકાતથી ઉઠેલો છે, મારી લાકડીથી ઉઠેલો છે. અને આમ કરીને કિશોર મોહને જન-જનને પોતાની તાકાત અને સામૂહિક તાકાતથી પરિચિત કરાવ્યા હતા.

બિલકુલ એજ રીતે આપણા મોહન મહાત્મા ગાંધીએ લોકોને ગુલામીની ચિંતામાંથી મુક્ત કરાવ્યા, તેમનેએ રસ્તો બતાવ્યો જેની ઉપર ચાલીને આઝાદી મળી શકે તેમ હતી. આપણા મોહને લોકોની જનશક્તિને જગાડી અને તેને સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહની શક્તિથી પરિચિત કરાવ્યા.

જનશક્તિ જાગરણના આ અભિયાનમાં બાપુએ મહિલાઓને પણ બરાબર સહભાગી બનાવી. ચંપારનમાં પણ મહિલાઓની સ્થિતી જોઇને તેઓ વિચારવા ઉપર મજબુર થઇ ગયા કે શા માટે લોકો પોતાના જ હાથે સુતર ના કાંતે અને જાતે જ વસ્ત્ર ના બનાવે. તેઓ આને સશક્તિકરણનું પણ એક માધ્યમ માનતા હતા. ખાદીના વિકસિત થવા પાછળ મહાત્મા ગાંધીજીનો ચંપારન પ્રવાસ પણ બહુ મોટું કારણ રહ્યું છે.

મિત્રો, સત્યાગ્રહે ગાંધીજીના નેતૃત્વમાં આપણને આઝાદી અપાવી, પરંતુ સ્વતંત્રતા પછી ગાંધીજીનું સ્વચ્છ ભારતનું સપનું અધૂરું જ રહી ગયું હતું. સાત દશક પછી પણ આપણે આ બુરાઈથી મુક્ત નથી થઇ શક્યા. એટલા માટે જયારે 2014માં મેં લાલ કિલ્લા પરથી દરેક ઘરમાં શૌચાલયની વાત કરી તો લોકો ચકિત હતા કે હું આવી રીતે વાત કેમ કરી રહ્યો છું.

મિત્રો, સ્વચ્છ ભારત મિશન બાપુના અધૂરા સપનાને પૂરું કરવાનું અભિયાન છે. આ સપનું લગભગ 100 વર્ષોથી અધૂરું છે અને આપણે સાથે મળીને તેને પૂરું કરવાનું છે. મને ખુશી છે કે આજે સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી દેશના લોકો બાપુના સપનાને પૂરું કરવા માટે ઊભા થયા છે.

સ્વચ્છ ભારત અભિયાન સાચા અર્થોમાં એક જન-આંદોલન બની રહ્યું છે. સમાજનો દરેક વર્ગ આ સ્વચ્છાગ્રહ સાથે જોડાઈ રહ્યો છે. જયારે સ્વચ્છ ભારત મિશન શરુ થયું હતું તો તે સમયે માત્ર 42 ટકા ગ્રામીણ વસતી જ શૌચાલયોનો ઉપયોગ કરતી હતી. આજે તે વધીને 63 ટકા ઉપર પહોંચી ગઈ છે.

પાછલા અઢી વર્ષોમાં એક લાખ 80 હજારથી વધુ ગામડાઓ અને 130 જિલ્લાઓ પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરી ચુક્યા છે. હવે રાજ્યોમાં પણ એક સ્પર્ધા જેવી શરુ થઇ ગઈ છે, એક પ્રતિસ્પર્ધા શરુ થઇ છે કે કોણ પહેલા પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત અથવા ઓપન ડિફેકેશન ફ્રિ રાજ્ય જાહેર કરે છે

આજની સ્થિતિ છે કે સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને કેરલ સંપૂર્ણ રીતે ઓડીએફ જાહેર થઇ ચુક્યા છે. ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ અને અન્ય કેટલાક રાજ્યો પણ પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરવાની દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. ખૂબ જલદી આપણને તેના પણ સમાચાર મળશે.

ગંગા તટના કિનારે બનેલા ગામોને પ્રાથમિકતાના આધાર પર ખૂલ્લામાં શૌચમુક્ત બનાવવામાં આવી રહ્યા છે. મને આપ સૌને એ કહેતા ખુશી થાય છે કે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, જે પાંચ રાજ્યોમાં થઈને ગંગાજી વહે છે, ત્યાં ગંગાકિનારેના 75 ટકા ગામડાઓએ પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરી દીધા છે.

ગંગા કિનારે વસેલા ગામોમાં કચરાના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી કરીને ગામનો કચરો પણ નદીમાં ના વહેવડાવવામાં આવે. મને આશા છે કે ખૂબ જલદી જ ગંગાતટ સંપૂર્ણ રીતે ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ જશે.

ભાઈઓ અને બહેનો, આજે બધી જ સરકારી શાળાઓમાં છોકરા અને છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલયો છે. હવે બાળકોના અભ્યાસક્રમમાં પણ સ્વચ્છતા સાથે જોડાયેલા પાઠો ઉમેરવામાં આવી રહ્યા છે જેથી તેમને શરૂઆતથી જ તેના ફાયદાઅને નુકસાન વિષે ખબર પડી જાય અને તેઓ સ્વચ્છતાને પોતાની જિંદગીનો, પોતાની આદતનો હિસ્સો બનાવી લે.

મિત્રો, સ્વચ્છ ભારત મિશને જ આપણને કાર્યાંજલિનો એક નવો મંત્ર આપ્યો છે. તે મંત્ર છે વેસ્ટમાંથી વેલ્થ. ઘરોમાંથી જે ગંદકી નીકળે છે, મકાનો બનાવતી વખતે જે કચરો નીકળે છે, તે પણ કમાણીનો એક રસ્તો બની શકે તેમ છે. તેનાથી વીજળી બનાવી શકાય તેમ છે, તેને રીસાયકલ કરીને બાંધકામ સાથે જોડાયેલા કામોમાં ફરીથી ઉપયોગ કરી શકાય તેમ છે. અને એટલા માટે વેસ્ટમાંથી વેલ્થ ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે અને તેના માટે આપણે પ્રયાસ કરવો જોઈએ.

સરકારના જુદા જુદા વિભાગો પણ સ્વચ્છતાને વધારવા માટે, લોકોની સરળતાને ધ્યાનમાં રાખીને નવીનવી પહેલો કરી રહ્યા છે. તેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમે જોયું હશે કે કઈ રીતે રેલવેમાં ગંદકીને લગતી એકપણ ટ્વીટ કરતાની સાથે જ કેટલી ઝડપથી તેને પ્રતિભાવ આપવામાં આવે છે. નહિતર તમે લોકો યાદ કરો અગાઉ કેવી રીતે રેલના ડબ્બાઓમાં, પ્લેટફોર્મ પર ગંદકીને વ્યવસ્થાનો એક હિસ્સો માની લેવામાં આવ્યો હતો.

હમણાં તાજેતરમાં જ પેટ્રોલિયમ મંત્રાલયે સ્વચ્છતા@પેટ્રોલપંપના નામે એક મોબાઇલ એપ લોન્ચ કરી છે. જો પેટ્રોલ પંપ ઉપરના શૌચાલયોમાં ગંદકી છે, તે સાફ નથી તો તેની ફરિયાદ તરત જ આ એપના માધ્યમથી કરી શકાશે. દેશના લગભગ 55 હજાર પેટ્રોલ પંપ ઉપર આ સુવિધા ઉપલબ્ધ હશે.

આ જ કડીમાં દિલ્હીમાં એક રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. આ કેન્દ્ર સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલી માહિતીઓ, આધુનિક ટેકનોલોજીઓને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થશે.

મિત્રો, જુદા જુદા સ્તરે, સરકારથી લઈને ગામ સુધી સ્વચ્છાગ્રહનું અભિયાન આ સમયે દેશમાં છેડાયેલું છે, તે અભૂતપૂર્વ છે. હવે લોકોની વિચારધારામાં આવી રહ્યું છે કે ગંદકી નથી ફેલાવવાની, બાળકો મોટાઓને ટોકી રહ્યા છે, ફરિયાદ કરી રહ્યા છે. અને એટલા માટે સ્વચ્છતા, સ્વચ્છાગ્રહ આ અભિયાનને આગળ વધારવા માટે ફરિયાદની સાથે જ એકભાવ એવો પણ તો આવે છે કે આપણે ગંદકી નથી કરવાની, આપણી આસપાસ ઘર, ઓફીસ, રસ્તાઓ-શહેરને સાફ રાખવાના છે. સ્વચ્છતા પ્રત્યે આ ભાવ જ સ્વચ્છાગ્રહ છે, સ્વચ્છતા માટે કરવામાં આવેલું કાર્ય જ બાપુને કાર્યાંજલિ છે.

મિત્રો, ગાંધીજી માત્ર વ્યવસ્થા પરિવર્તન જ નહીં મુલ્ય પરિવર્તન પણ ઈચ્છતા હતા. તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે- “હું ઇચ્છુ છું કે ભારત એ વાતને ઓળખી લે કે તેઓ શરીર નહીં આત્મા છે, જે પ્રત્યેક શરીર કે અશક્તિની ઉપર ઉઠી શકે તે મછે અને આખી દુનિયાની સંયુક્ત શારીરિકતાકાતને પડકાર ફેંકી શકે છે.”

આપણે દેશની આત્માને ઓળખવી પડશે. બદલાવ આવી શકે છે, એ વિચારધારા સાથે આગળ વધવું પડશે. જેટલી આ વિચારધારા મજબૂત હશે, તેટલો જ ન્યૂ ઇન્ડિયાનો પાયો મજબૂત બનશે. આપણે સ્વચ્છતા સાથે જોડાયેલા આપણા લક્ષ્યો નક્કી કરવા પડશે અને તેમને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરવા પડશે. કોઈ કારણ નથી કે ભારતની ઓળખ એક અસ્વચ્છ દેશ તરીકે બને. કોઈ કારણ નથી કે આપણો દેશ સ્વચ્છ ન બની શકે. કોઈ કારણ નથી કે આપણે સ્વચ્છાગ્રહના આ અભિયાનને પૂરુંના કરી શકીએ. મહાત્માગાંધીના એક સ્વચ્છ, સ્વસ્થ અને ખુશહાલ ભારતનું સપનું પ્રત્યેક ભારતીયનું સપનું હોવું જોઈએ. આ મિશનની સફળતા જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ હશે, સાચી કાર્યાંજલિ હશે.

હું સાચ્ચે જ આગ્રહ કરું છું દેશવાસીઓ, 2019 જયારે ગાંધીના 150 વર્ષ થશે, 1915માં જયારે ગાંધી ભારત પરત ફર્યા હતા, બે વર્ષની અંદર અંદર 1917 માં, ચંપારનમાં મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી બની ગયા. બારડોલીના સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ બની ગયા હતા. દેશ તેમની પાછળ ચાલવા લાગ્યો હતો. આપણા માટે ચંપારન સત્યાગ્રહ આઝાદીના આંદોલનની એક નવી ધારાને સશક્ત બનાવવાનું પ્રારંભ બિંદુ હતો. આજે તેની જયારે શતાબ્દી ઉજવી રહ્યા છીએ ત્યારે સ્વચ્છાગ્રહનો આપણો સંકલ્પ પણ સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહની યાત્રા; અને આ બંને વસ્તુઓ ગાંધીની દેન છે. તે સમયે સત્યાગ્રહ આઝાદી માટે જરૂરી હતો, અત્યારના સમયમાં સ્વચ્છાગ્રહ દેશને ગંદકીથી મુક્ત કરાવવા માટે જરૂરી છે. અને ગંદકીથી મુક્તિ એટલે ગરીબોનું કલ્યાણ. જો ખરેખર ગરીબોની સેવા કરવી છે, તેમને બીમારીઓથી બચાવવા છે, તેમની જીંદગીમાં કોઈ બદલાવ લાવવો છે તો ગંદકીથી મુક્તિના આ મંત્રને લઈને દેશવાસીઓ આપણે ચાલવાનું છે.

હું ફરી એકવાર ચંપારનના સત્યાગ્રહની શતાબ્દીના પ્રારંભમાં જ વર્ષભર ચંપારન સત્યાગ્રહની શતાબ્દી હોય, સાબરમતી આશ્રમના સો વર્ષ થવા જઈ રહ્યા છે, જ્યાં મહાત્મા ગાંધીએ તપસ્યા કરી મારા મત મુજબ. અને 150 વર્ષ ગાંધીના 2019માં આપણી સામે છે. આ એવો કાળખંડ છે જેને આપણે 20મી સદીના ગાંધીને 21મી સદીમાં જીવવાનો, આધુનિક રૂપ રંગ સાથે જીવવાનો, નવી વિચારધારા સાથે જીવવાનો, નવા સંકલ્પ સાથે જીવવાનો, નવી આશાઓને જગાડવા માટે જીવવાનો એક નવા અવસરના રૂપમાં લઈને ચાલવાનો જો આપણે પ્રયત્ન કરીને ચાલીશું તો મને વિશ્વાસ છે કે તે જ સાચા અર્થમાં કાર્યાંજલિ હશે. શ્રદ્ધાંજલિ આપણે બહુ આપી દીધી છે, શ્રદ્ધાંજલિ આપીશું પરંતુ હવે જરૂર છે કાર્યાંજલિની. આપણો સંકલ્પ, આપણો પરિશ્રમ તે સપનાને સાકાર કરવા માટે છે. આપણી નિત્ય નિરંતર કોશિશ છે તે કાર્યાંજલિ દ્વારા બાપુના સપનાના ભારતને આપણે આંખોની સામે જોઈ શકીએ છીએ. એ જ એક ભાવના સાથે, આ મહાન અવસરને દેશવાસીઓ જીવીને બતાવે; એ જ એક અપેક્ષા સાથે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.

વંદે માતરમ. ભારત માતાની જય!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government