ખેડૂતોને તેમના ઉત્પાદનનું વેચાણ કરવામાં મદદરૂપ થઈને કૃષિ આવક વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી મોદીએ આખા દેશમાં 10,000 ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ની રચના કરી હતી.
કેન્દ્ર સરકારે રૂ. 6,865 કરોડનાં બજેટની ફાળવણી કરી છે અને દરેક એફપીઓને રૂ. 15 લાખ પ્રદાન કરવામાં આવશે, જે ખેડૂતો માટે અત્યંત લાભદાયક છે. એફપીઓનાં સભ્યો ટેકનોલોજીની વધારે સુલભતા માટે, આંતરિક ખર્ચ પૂર્ણ કરવા, ખેડૂતોની આવકમાં ઝડપથી વધારો કરવા ધિરાણ અને બજારની સુવિધા આપવા જેવી વ્યવસ્થાઓ કરશે. પ્રધાનમંત્રી મોદીએ ચિત્રકૂટમાં કહ્યું હતું કે, “ખેડૂતો હંમેશા ઉત્પાદકો રહ્યાં છે, પણ હવે એફપીઓની મદદ સાથે તેઓ તેમના કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. તેઓ પાકનું વાવેતર કરશે અને યોગ્ય કિંમત મેળવવા કુશળ વેપારીઓ પણ બનશે.”