પ્રધાનમંત્રીએ CRPF જવાનોની વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી છે જેમાં વિશ્વનાથ ધામ અને જ્ઞાનવાપીની સુરક્ષા માટે તૈનાત CRPF ટુકડીએ 75,000 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રયાસને સમગ્ર દેશ માટે એક ઉદાહરણ ગણાવ્યો હતો.
તેમણે ટ્વીટ કર્યું:
“CRPF જવાનોની આ પહેલ દરેકને પ્રેરણા આપનારી છે. સુરક્ષા નિરીક્ષક તરીકે, પર્યાવરણની રક્ષા માટેનો તેમનો પ્રયાસ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે. @crpfindia"
सीआरपीएफ जवानों की यह पहल हर किसी को प्रेरित करने वाली है। सुरक्षा प्रहरी के रूप में पर्यावरण संरक्षण का उनका यह प्रयास देशभर के लिए एक मिसाल है। @crpfindia https://t.co/TcQYOigoO2
— Narendra Modi (@narendramodi) October 29, 2022