પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં તબીબી શિક્ષણના નવા યુગની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી શ્રીએ 20 જિલ્લા સરકારી હોસ્પિટલોમાં 265 DNB પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ બેઠકો આપવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે તે યુવાનોને સશક્ત બનાવવા અને જમ્મુ અને કાશ્મીરમાં તબીબી માળખાને આગળ વધારવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"જમ્મુ અને કાશ્મીરમાં યુવાનોને સશક્ત બનાવવા અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે!"
This is an important effort aimed at empowering the youth and furthering medical infrastructure in Jammu and Kashmir! https://t.co/kPJY1PgAh4
— Narendra Modi (@narendramodi) November 8, 2022