પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની માત્ર દૈનિક 4-લાખ મુસાફરોના આંકને જ નહીં, પણ કોવિડ 19 પહેલાંના કાળથી અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા હાંસલ કરવા બદલ પ્રશંસા કરી છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે સમગ્ર ભારતમાં કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, જે 'ઇઝ ઑફ લિવિંગ' અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી, જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહાન સંકેત. અમારું ધ્યાન સમગ્ર ભારતમાં કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવાનું છે, જે 'ઇઝ ઑફ લિવિંગ' અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે."
Great sign. Our focus is to further improve connectivity across India, which is important for ‘Ease of Living’ and economic progress. https://t.co/HiNEn0ozXq
— Narendra Modi (@narendramodi) October 11, 2022