પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની ધરોહરને જાળવવાના મહાન પ્રયાસની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે અમે દેશની ધરોહરને જાળવવા અને સુંદર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
શ્રી મોદી ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના ટ્વીટ થ્રેડ્સનો જવાબ આપી રહ્યા હતા, જેમાં કેન્દ્રએ માહિતી આપી છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે IGNCA કેમ્પસમાં વૈદિક હેરિટેજ પોર્ટલ અને કલા વૈભવ (વર્ચ્યુઅલ મ્યુઝિયમ)નું ઉદ્ઘાટન કર્યું હતું.
IGNCA દિલ્હીએ એ પણ માહિતી આપી છે કે વૈદિક હેરિટેજ પોર્ટલ હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે. આમાં 18 હજારથી વધુ વૈદિક મંત્રોના ઓડિયો અને વિઝ્યુઅલ ઉપલબ્ધ છે.
કેન્દ્રમાં ઉપરોક્ત વિકાસ વિશે IGNCA દિલ્હી દ્વારા ટ્વીટ થ્રેડોનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"શ્રેષ્ઠ પ્રયાસ! અમારી સરકાર દેશની ધરોહરને જાળવવા અને તેને વધારવા માટે પ્રતિબદ્ધ છે."
बेहतरीन प्रयास! देश की विरासत को संजोने और संवारने के लिए हमारी सरकार प्रतिबद्ध है। https://t.co/AgSuFcrBZm
— Narendra Modi (@narendramodi) March 25, 2023