પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓના મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરી છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"આંતરરાષ્ટ્રીય વિકલાંગ વ્યક્તિઓના દિવસે, હું આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓના મનોબળ અને સિદ્ધિઓની પ્રશંસા કરું છું. આપણી સરકારે અસંખ્ય પહેલો હાથ ધરી છે જેણે વિકલાંગ વ્યક્તિઓ માટે તકો ઊભી કરી છે અને તેમને ઝળકવા માટે સક્ષમ બનાવ્યા છે."
"અમારી સરકાર સુલભતા પર સમાન રીતે ધ્યાન કેન્દ્રીત કરે છે, જે ફ્લેગશિપ પ્રોગ્રામ્સ અને નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાના નિર્માણમાં પ્રતિબિંબિત થાય છે. હું વિકલાંગ વ્યક્તિઓના જીવનમાં સકારાત્મક તફાવત લાવવા માટે પાયાના સ્તરે કામ કરતા તમામ લોકોના કાર્યોની પણ પ્રસંશા કરવા માગું છું. "
On International Day of Persons with Disabilities, I laud the fortitude and accomplishments of our Divyang sisters and brothers. Our Government has undertaken numerous initiatives which have created opportunities for persons with disabilities and enabled them to shine.
— Narendra Modi (@narendramodi) December 3, 2022