પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં સરકારી નોકરીઓ માટે સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટીટાસ્કિંગ સ્ટાફ (SSC MTS) પરીક્ષા અને CHSLE પરીક્ષા યોજવાની પહેલની પ્રશંસા કરી છે. આ ભાષા અવરોધના ગેરલાભ વિના દરેક યુવાનો માટે સમાન સ્પર્ધાનું ક્ષેત્ર પૂરું પાડે છે.
શ્રી મોદીએ ટ્વીટ કર્યું:
"પ્રાદેશિક ભાષાઓ તરફ અમારો ભાર અને અમારા યુવાનોને તેમના સપના પૂરા કરવા માટે એક વ્યાપક કેનવાસ આપવાનો પ્રયાસ પૂરા જોશ સાથે ચાલુ છે."
Our emphasis towards regional languages and giving our youth a wider canvas to fulfil their dreams continues with full vigour. https://t.co/Bq69IFUFwW
— Narendra Modi (@narendramodi) April 19, 2023