પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા પહેલના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારતનું પ્રતીક છે જે 'જીવનને સરળ બનાવવા' અને પારદર્શિતાને વેગ આપે છે.
MyGovIndia દ્વારા X પર એક થ્રેડ શેર કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું:
“ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારત છે, જે 'જીવનની સરળતા' અને પારદર્શિતાને વેગ આપે છે. આ થ્રેડ ટેક્નોલોજીના અસરકારક ઉપયોગને કારણે એક દાયકામાં થયેલી પ્રગતિની ઝલક આપે છે.”
A Digital India is an empowered India, boosting 'Ease of Living' and transparency. This thread gives a glimpse of the strides made in a decade thanks to effective usage of technology. https://t.co/xrEIEjmRaW
— Narendra Modi (@narendramodi) July 1, 2024