India believes in the philosophy of ‘Vasudhaiva Kutumbakam’ – that the entire world is one family, says PM Modi at Islamic Heritage Conference
Every Indian is proud of the rich diversity the country has: PM Modi
Indian democracy is a celebration of our age old plurality: PM Narendra Modi
In India, we believe in taking everyone together in the journey towards development: PM Modi

આદરણીયમહાનુભવ જૉર્ડન નરેશ જનાબ અબ્દુલ્લા ઈબ્ન અલ હુસૈન,

અન્ય મહાનુભવો,

અહિયાં ઉપસ્થિત ધાર્મિક વિદ્વાનો અને શીર્ષસ્થ નેતા,

સન્માનનીય અતિથીગણ,

મારા માટે ખુબ ખુશી અને ગર્વની વાત છે કે આજે, જૉર્ડન નરેશ, ભારતનાં કેટલાક વિશેષ ધાર્મિક વિદ્વાનો અને નેતાઓનાં આ સમૂહની વચ્ચે ઉપસ્થિત છે.

આપના વિષે કંઈક કહેવું શબ્દોની મર્યાદાની બહાર છે. ઇસ્લામની સાચી ઓળખ બનાવવા માટે તમારી મહત્વપૂર્ણ ભૂમિકા વિષે પણ કહી શકાય તેમ નથી, તેને માત્ર અનુભવી શકાય તેમ છે.

મહામાન્ય પ્રિન્સ ગાઝીનાં જે પુસ્તકનો હમણાં ઉલ્લેખ કરવામાં આવ્યો, તે પણ જૉર્ડનમાં તમારી ઉપસ્થિતિમાં થયેલા પ્રયત્નોનું પરિણામ છે.

મને સંપૂર્ણ આશા છે કે જિજ્ઞાસુઓ માટે ઇસ્લામને જાણવા માટે તે ઘણી મદદગાર સાબિત થશે અને તેને વિશ્વભરનાં યુવાનો વાંચશે.

જેટલી સહેલાઈથી, જે સરળતા અને સાદગીથી તમે આ કાર્યક્રમમાં આવવાની મારી વિનંતીનો સ્વીકાર કર્યો, તેમાં ભારત પ્રત્યે અને અહીંનાં લોકો પ્રત્યે તમારા લગાવની ખુબ જ સ્પષ્ટ ઝલક જોવા મળે છે.

મહામાન્ય,

તમારું વતન અને અમારો મિત્ર દેશ જૉર્ડન ઈતિહાસનાં પુસ્તકોમાં અને ધર્મનાં ગ્રંથોમાં એક અદ્વિતીય નામ છે.

જૉર્ડન એક એવી પવિત્ર ભૂમિ પર વસેલું છે કે જ્યાંથી ઈશ્વરનો સંદેશ પયગંબરો અને સંતોનો અવાજ બનીને વિશ્વભરમાં ગુંજ્યો છે.

આદરણીય મહામાન્ય,

તમે પોતે વિદ્વાન છો અને ભારતને સારી રીતે જાણો છો. તમે એ પણ સારી રીતે જાણો છો કે વિશ્વના તમામ મોટા ધર્મો ભારતમાં ઉછરીને મોટા થયા છે.

વિશ્વભરનાં ધર્મો અને મતો ભારતની માટીમાં અંકુરિત થયેલા છે. અહીંની આબોહવામાં તેમણે જિંદગી પ્રાપ્ત કરી છે, શ્વાસો ભર્યા છે.

પછી તે અઢી હજાર વર્ષ પહેલા ભગવાન બુદ્ધ હોય કે પાછલી સદીમાં મહાત્મા ગાંધી.

શાંતિ અને પ્રેમનાં સંદેશની ખુશ્બુ ભારતનાં બાગમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. અહીનાં સંદેશનાં પ્રકાશે સદીઓથી આપણને સાચો રસ્તો બતાવ્યો છે.

આ સંદેશની શીતળતાએ ઘા પર મલમ પણ લગાવ્યો છે. દર્શન અને ધર્મની વાત તો છોડો. ભારતના જનમાનસમાં પણ આ જ અહેસાસ ભરાયેલો છે કે સૌની અંદર એક રોશનીનું નૂર છે,અને કણ કણમાં એ જ એકની ઝલક છે.

આદરણીય મહામાન્ય,

ભારતની આ રાજધાની દિલ્હી, જૂની માન્યતાનું ઇન્દ્રપ્રસ્થ છે. તે સુફી કલામોની ભૂમિ પણ રહી ચુક્યું છે.

એક ખુબ જ મહાન સુફી સંત હઝરત નિઝામુદ્દીન ઔલિયા, કે જેમનો ઉલ્લેખ થોડી વાર પહેલા કરવામાં આવ્યો હતો, તેમની દરગાહ અહીંથી થોડે ક જ દુર આવેલી છે. દિલ્હીનું નામ દેહલીઝ શબ્દ પરથી પડ્યું છે.

ગંગા યમુનાનાં બે આબની આ દેહલીઝ ભારતની ગંગા યમુના સંસ્કૃતિનું પ્રવેશ દ્વાર છે. અહીંથી ભારતનાં પ્રાચીન દર્શન અને સૂફીઓનાં પ્રેમ તથા માનવતાવાદની પરંપરાએ માનવમાત્રની મૂળભૂત એકતાનો સંદેશ આપ્યો છે.

માનવમાત્રની એકાત્મની આ ભાવનાએ ભારતને ‘વસુધૈવ કુટુંબકમ’નું દર્શન આપ્યું છે. એટલે કે ભારત અને ભારતીયોએ સમગ્ર દુનિયાને એક પરિવાર માનીને તેની સાથે પોતાની ઓળખ બનાવી છે.

સાંસ્કૃતિક અને સામાજિક વિવિધતા તથા અનેકત્વતેમજ અમારી દ્રષ્ટિની વિશાળતા- એ ભારતની ઓળખ છે. વિશેષતા છે. દરેક ભારતીયને ગર્વ છે પોતાની આ વિશેષતા પર. પોતાની વિરાસતની વિવિધતા પર, અને વિવિધતાની વિરાસત પર. ભલે તે કોઈપણ ભાષા બોલતી હોય. ભલે તે કોઈપણ મંદિરમાં દીપપ્રજ્વલિત કરતો હોય કે મસ્જીદમાં સઝદા અદા કરતો હોય, ભલે તે ચર્ચમાં પ્રાર્થના કરતો હોય કે પછી ગુરુદ્વારામાં શબદ ગાતો હોય.

આદરણીય મહામાન્ય.

હાલ ભારતમાં હોળીનો રંગોથી ભરેલો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. કેટલાક દિવસો અગાઉ જ બૌદ્ધ નવું વર્ષ શરુ થયું છે.

આ મહિનાના અંતમાં ગુડ ફ્રાઇડે અને કેટલાક અઠવાડિયાઓ પછીબુદ્ધ જયંતી સમગ્ર દેશ ઉજવશે.

પછી થોડાક જ સમય બાદ રમઝાનનો પવિત્ર મહિનો આવશે, જેના અંતે ઈદ ઉલ ફિત્ર આપણને ત્યાગ અને પારસ્પરિક સૌહાર્દ તથા સામંજસ્યની યાદ અપાવશે.

આ કેટલાક ઉદાહરણો જે અનેક ભારતીય તહેવારોના છે જે શાંતિ અને સૌહાર્દનાં પર્વ છે.

મિત્રો,

વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં લોકશાહી એક રાજનૈતિક વ્યવસ્થા જ નહી પરંતુ સમાનતા, વિવિધતા ને સામંજસ્યનો મૂળ આધાર પણ છે.

ભારતીય લોકશાહી એ આપણી સદીઓ જૂની વિવિધતાની ઉજવણી છે. આ એ શક્તિ છે જેના બળ પર દરેક ભારતીયના મનમાં પોતાના ગૌરવશાળી ભૂતકાળ પ્રત્યે આદર છે, વર્તમાન પ્રત્યે વિશ્વાસ છે અને ભવિષ્ય પર ભરોસો છે.

મિત્રો,

અમારી પરંપરાની સમૃદ્ધ વિવિધતા અમને એ બળ પૂરું પાડે છે કે જે આજની અનિશ્ચિતતા અને આશંકાથી ભરેલા વિશ્વમાં, અને હિંસા અને દ્વેષથી પ્રદુષિત સંસારમાં, આતંકવાદ અને ઉગ્રવાદ જેવા પડકારો સામે લડવા માટે અત્યંત જરૂરી છે.

આપણી આ વિરાસત અને મૂલ્યો, આપણા ધર્મોનો સંદેશ અને તેમના સિદ્ધાંતો એવી તાકત છે જેના જોર પર આપણે હિંસા અને આતંકવાદ જેવા પડકારોને પાર પાડી શકીએ છીએ.

મિત્રો,

માનવતાની વિરુદ્ધ રાક્ષસી હુમલા કરનારાઓ કદાચ એ નથી સમજતા કે નુકસાન તે ધર્મનું થાય છે જેની રક્ષણ માટે ઉભા થયા હોવાનો તેઓ દાવો કરે છે.

આતંકવાદ અને ઉગ્રવાદની વિરુદ્ધ, કટ્ટરતાની વિરુદ્ધનું અભિયાન એ કોઈ એક પંથની વિરુદ્ધમાં નથી. આ તે માનસિકતાની વિરુદ્ધ છે કે જે આપણા યુવાનોને ગુમરાહ કરીને માસુમ લોકો પર જુલમ કરવા માટે પ્રેરિત કરે છે.

આદરણીય મહામાન્ય,

ભારતમાં અમારો પ્રયત્ન એવો છે કે સૌની પ્રગતિ માટે સૌને સાથે લઈને ચાલીએ. કારણ કે સમગ્ર દેશની કિસ્મત દરેક નગરવાસીની પ્રગતી સાથે જોડાયેલ છે. કારણ કે દેશની ખુશહાલી સાથે પ્રત્યેકની ખુશહાલી જોડાયેલી છે.

હજ઼રાત,

આપણી આટલી મોટી સંખ્યામાં અહિયાં ઉપસ્થિતિ એ વાતનો સંકેત છે કે આવનારી પેઢીઓને રસ્તો બતાવવા માટે તમારા મનમાં કેટલી ઉત્સુકતા છે, કેટલો જોશ છે.

આ એ વાતનું પણ પ્રતિક છે કે તમારા મનમાં યુવાનોની પ્રગતી પર જ નહી, પરંતુ તેમને માનવીય મૂલ્યોની તાલીમ આપવા પર પણ એટલું જ ધ્યાન છે.

સંપૂર્ણ ખુશહાલી, સમગ્ર વિકાસ ત્યારે જ શક્ય છે જયારે તમે એ જુઓ કે મુસ્લિમ યુવાનોનો એક હાથમાં કુરાન શરીફ હોય તો બીજા હાથમાં કમ્પ્યુટર.

ધર્મનો અર્થ અમાનવીય હોઈ જ ના શકે. દરેક પંથ, દરેક સંપ્રદાય, દરેક પરંપરા માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જ છે.

એટલા માટે આજે સૌથી વધારે જરૂર એ છે કે આપણા યુવાનો એક તરફ માનવીય ઇસ્લામ સાથે જોડાયેલ હોય અને બીજી તરફ આધુનિક વિજ્ઞાન અને તરક્કીના સાધનોનો ઉપયોગ પણ કરી શકતા હોય.

આદરણીય મહામાન્ય,

તમારા માર્ગદર્શનમાં જે પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે તે આતંકવાદની આગ પર કાબુ મેળવવા માટે ખુબ જ મદદગાર છે.

અમારા માટે ખુશીની વાત છે કે અમન મુસદ્દા પર સહી કરનારાઓમાં બે ભારતીયો પણ સામેલ છે અને આજે તેઓ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે.

અમારો પ્રયત્ન છે કે આપના જેવા પ્રભાવશાળી નેતાઓની સાથે મળીને, જૉર્ડન જેવા મિત્રોની સાથે અને બધા જ ધર્મો, સંપ્રદાયોનાં નેતાઓનાં સહયોગથી એક એવી જવાબદાર જાગૃતિ પેદા થાય કે જે સમગ્ર માનવતાને માર્ગ પ્રદર્શિત કરે.

આ વિષયમાં અમારા તમામ પ્રયાસોમાં તમારી ઉપસ્થિતિ વડે વધુ તાકાત મળશે. કટ્ટરતા વિરુદ્ધ તમે જે કામ કર્યું છે, એ પ્રકારનાં પ્રયાસોમાં ભારત તમારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલતું રહેશે.

હજારથી વધુની સંખ્યામાં ભારતના ઉલેમા, ધાર્મિક વિદ્વાનો અને નેતાઓ, એ વાતની ખાતરી અપાવવા માટે અહિયાં ઉપસ્થિત છે. તેઓ અહિયાં એટલા માટે પણ ઉપસ્થિત છે કે જેથી કરીને તેઓ તમારા વિચારોને સાંભળી શકે. કારણ કે તમારી રાહબરીથી અમને સાંત્વના પણ મળશે અને દિશા પણ. હું આપણો ખુબ ખુબ આભારી છું કે તમે અહિયાં આવવાના નિમંત્રણનો સ્વીકાર કર્યો.

હજ઼રાત,

આ જલસામાં આવવા બદલ હું તમારો પણ ખુબ ખુબ આભાર માનું છું.

ખુબ ખુબ આભાર!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”