પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘એટ હોમ’ કાર્યક્રમ દરમિયાન રાજધાનીમાં 71માં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેનારા 1730થી વધારે આદિવાસી સમુદાયોનાં મહેમાનો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો કલાકારો સાથે વાતચીત કરી હતી.
મોટી સંખ્યામાં ઉત્સાહિત ઉપસ્થિત લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તમામ પ્રજાસત્તાક દિવસ પરેડના પ્રસંગે ભારતની છબી નાના પાયે પ્રસ્તુત કરશે. તેમણે જણાવ્યું હતું કે, પરેડમાં તેમના પ્રદર્શન દરમિયાન સમગ્ર દુનિયા ભારતના આત્મને જોશે. તેમણે કહ્યું હતું કે, ભારત માત્ર ભૌગોલિક કે વસ્તીની દૃષ્ટિએ મોટો દેશ નથી.
આ દેશ એક ભારત શ્રેષ્ઠ ભારતનું દર્શન પ્રસ્તુત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એ યાદ રાખવું જોઈએ કે ભારત 130 કરોડો લોકોનો દેશ હોવાની સાથે જીવંત પરંપરાઓ ધરાવતું રાષ્ટ્ર છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત એક જીવનશૈલી, એક વિચાર, અનેક દર્શનોનો સંગમ ધરાવતો દેશ છે. આ વૈશ્વિક અને સાર્વભૌમિક પરિપ્રેક્ષ્યનું સમૃદ્ધ ઉદાહરણ છે. તેમણે કહ્યું હતું કે, “ભારતનો અર્થ એક વૈશ્વિક પરિવાર છે, ભારતનો અર્થ તમામ ધર્મોમાં સમાનતા છે, ભારતનો અર્થ સત્યનો વિજય છે, ભારતનો અર્થ એક એવો વિચાર છે, જે એક સત્યનું રક્ષણ કરે છે, ભારતનો અર્થ સ્વનિર્ભરતા છે, ભારત માને છે કે, જેઓ ત્યાગ કરે છે, તેઓ સુખી રહે છે, ભારતનો અર્થ છે સૌનું કલ્યાણ થાય, ભારતનો અર્થ છે નારી તું નારાયણી, ભારત એવો દેશ છે, જ્યાં માતૃભૂમિને સોનાથી પણ વધારે અમૂલ્ય ગણવામાં આવે છે.” એકતા અને સમાનતાને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની શક્તિ ભૌગોલિક અને સામાજિક તાણાવાણામાં રહેલી છે. તેમણે ફૂલોના હાર સાથે ભારતની સરખામણી કરીને કહ્યું હતું કે, જે રીતે એક જ દોરામાં અનેક ફૂલો ગૂંથાયેલા હોય છે, એ જ રીતે ભારતીયતાની ભાવના છે. તેમણે જણાવ્યું હતું કે, “ભારત એકતામાં વિશ્વાસ ધરાવે છે, નહીં કે એકરૂપતામાં.” તેમણે જણાવ્યું હતું કે, એકતાના સૂત્રને મજબૂત કરવા અને એને ટકાવી રાખવા માટે આપણે સતત પ્રયાસ અને મહેનત કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે, જેમ-જેમ નવું ભારત પ્રગતિ કરશે, તેમ-તેમ આપણે જોઈશું કે કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ ક્ષેત્ર પાછળ ન રહી જાય. મૂળભૂત ફરજોને ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે સમય આવી ગયો છે કે અમે મૂળભૂત ફરજોને મહત્વ આપીએ છીએ. તેમણે કહ્યું હતું કે, “જો આપણે પ્રામાણિકતાપૂર્વક આપણી ફરજો અદા કરીશું, તો આપણા અધિકારો માટે લડવાની જરૂર આપણને ક્યારેય નહીં અનુભવાય.”
પ્રધાનમંત્રીએ આદિવાસી મહેમાનો, NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને ટેબ્લો કલાકારો દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.
यहां आप जितने भी साथी एकत्र हुए हैं, आप एक प्रकार से Mini India- New India को showcase करने वाले लोग हैं। भारत असल में क्या है, ये हमारा देश और पूरी दुनिया आपके माध्यम से समझती है: PM @narendramodi pic.twitter.com/SAIzXmDvKT
— PMO India (@PMOIndia) January 24, 2020
NCC और NSS के माध्यम से अनुशासन और सेवा की एक समृद्ध परंपरा जब राजपथ पर दिखती है, तो देश के करोड़ों युवा प्रेरित और प्रोत्साहित होते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020
जब हम एक भारत, श्रेष्ठ भारत की बात करते हैं, तो हमें ये भी याद रखना है कि भारत असल में है क्या। भारत क्या सिर्फ सरहदों के भीतर 130 करोड़ लोगों का घर भर ही है? नहीं, भारत एक राष्ट्र के साथ-साथ एक जीवंत परंपरा है, एक विचार है, एक संस्कार है, एक विस्तार है: PM @narendramodi pic.twitter.com/bEZeiIZrsH
— PMO India (@PMOIndia) January 24, 2020
भारत की श्रेष्ठता की एक और शक्ति इसकी भौगोलिक और सामाजिक विविधता में ही है। हमारा ये देश एक प्रकार से फूलों की माला है, जहां रंग-बिरंगे फूल भारतीयता के धागे से पिरोए गए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020
राजपथ पर आपके प्रदर्शन से पूरी दुनिया भारत की इस शक्ति के भी दर्शन करती है। इसका असर भारत की ‘सॉफ्ट पावर’ के प्रचार-प्रसार में भी होता है और भारत के टूरिज्म सेक्टर को भी इससे मजबूती मिलती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020
यहां जितने भी युवा साथी आए हैं, मेरा आपसे आग्रह रहेगा कि राष्ट्र के प्रति अपने कर्तव्यों की ज्यादा से ज्यादा चर्चा करें। चर्चा ही नहीं, बल्कि खुद अमल करके, उदाहरण पेश करें। हमारे ऐसे ही प्रयास न्यू इंडिया का निर्माण करेंगे: PM @narendramodi pic.twitter.com/rvxAfggq1W
— PMO India (@PMOIndia) January 24, 2020
हम जिस न्यू इंडिया की तरफ आगे बढ़ रहे हैं, वहां यही आकांक्षाएं, यही सपने हमें पूरे करने हैं। भारत का कोई भी व्यक्ति, कोई भी क्षेत्र पीछे ना रह जाए, ये हमें सुनिश्चित करना है। गणतंत्र दिवस की परेड के पीछे भी यही ध्येय है: PM @narendramodi pic.twitter.com/lmzBmOJoVT
— PMO India (@PMOIndia) January 24, 2020